Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ સિઝનમાં જોવા મળશે ઘણા નવા નિયમો, BCCIએ કર્યો ફેરફાર

વિશ્વની સૌથી મોટી અને સૌથી રોમાંચક T20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનને હવે થોડા જ દિવસો બાકી છે. દરેક લોકો IPLની આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. BCCI પણ 26 માર્ચથી શરૂ થનારી આ સિઝન માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. IPL 2022 26 માર્ચથી CSK અને KKR વચ્ચેની ટક્કર સાથે શરૂ થશે. IPL 2022ની પ્રથમ મેચ રમવા માટે તમામ ટીમો ઉત્સાહિત છે. આ વચ્ચે BCCIએ અમુક નવા નિયમો બનાવ્યા છે, જે તમામ ટીમે માન્ય રાખવા પડશે.Â
10:13 AM Mar 15, 2022 IST | Vipul Pandya
વિશ્વની સૌથી મોટી અને સૌથી રોમાંચક T20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનને હવે થોડા જ દિવસો બાકી છે. દરેક લોકો IPLની આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. BCCI પણ 26 માર્ચથી શરૂ થનારી આ સિઝન માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. IPL 2022 26 માર્ચથી CSK અને KKR વચ્ચેની ટક્કર સાથે શરૂ થશે. IPL 2022ની પ્રથમ મેચ રમવા માટે તમામ ટીમો ઉત્સાહિત છે. આ વચ્ચે BCCIએ અમુક નવા નિયમો બનાવ્યા છે, જે તમામ ટીમે માન્ય રાખવા પડશે. 
જ્યારથી આ IPL સિઝનની શરૂઆતની તારીખ જાહેરા કરવામાં આવી છે, ત્યારથી ફેન્ચાઇઝી, ખેલાડીઓ તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. તો ચાહકો પણ આ સીઝનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે BCCIએ પણ આ સિઝનને સફળ બનાવવાના પ્રયાસમાં આ તૈયારીઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, આ સાથે જ BCCIએ આ સિઝન માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે. 
એક મોટું પગલું ભરતા BCCIએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. કોરોનાના કિસ્સામાં, DRSમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં પ્લેઇંગ-11માં ફેરફારનો સમાવેશ થાય છે. જો છેલ્લી ઘડીએ કોવિડ-19નો કોઈ કેસ સામે આવે છે, તો કોઈપણ ટીમને પ્લેઈંગ-11 બદલવાની મંજૂરી આપવામાં આવશે.
નિયમોમાં ફેરફાર કરતી વખતે એ નક્કી કરવામાં આવ્યું છે કે, જો કોઈ ટીમના પ્લેઈંગ-11માં કોવિડનો કોઈ કેસ આવે તો તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે અને જો કોઈ ટીમની પ્લેઈંગ-11 તૈયાર નહીં હોય તો મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. એટલું જ નહીં જો મેચ નહીં થાય તો મામલો ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે.
અત્યાર સુધી દરેક ઇનિંગમાં 1 DRS હતો, પરંતુ આ સિઝનમાં તમને એક ઇનિંગમાં 2 DRS મળશે. કેચ આઉટ થવાના કિસ્સામાં, નવા બેટ્સમેને સ્ટ્રાઈક પર આવવું પડે છે, ભલે બે બેટ્સમેન રન લેવાનો પ્રયાસ કરતી વખતે ક્રોસ કરી ગયા હોય.
BCCIએ એ પણ સૂચન કર્યું હતું કે, જો સુપર ઓવરના કિસ્સામાં પ્લેઓફની ફાઇનલમાં ટાઈ તોડવી શક્ય ન હોય તો, લીગમાં ઉચ્ચ ક્રમાંક ધરાવતી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. હવે પ્લેઓફ અને ફાઈનલમાં ટાઈ-બ્રેકરને લઈને પણ નિયમ બદલાઈ ગયો છે. જો પ્લેઓફ અથવા ફાઈનલ મેચમાં મેચ ટાઈ થયા પછી સુપર ઓવર શક્ય ન હોય અથવા સુપર ઓવર પછી સુપર ઓવરની જરૂર ન હોય, તો લીગ તબક્કામાં બંને ટીમોના સ્થાનના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે. જે ટીમ લીગ તબક્કામાં પ્રતિસ્પર્ધીથી ઉપર રહેશે તેને વિજેતા ગણવામાં આવશે.
Tags :
BCCICricketGujaratFirstIPLIPL15IPL2022NewRulesSports
Next Article