Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકવાદી અજમલ કસાબની પૂછપરછ કરનાર પોલીસ કમિશનર, હવે આ રિયલ લાઈફ હીરો સ્ક્રીન પર જોવા મળશે

રોહિત શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા સાથેનો ફોટો શેર કર્યો સાથે જ તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.બોલિવૂડ એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ એક બાયોપિક ફિલ્મની જાહેરાત કરી છે. રોહિત શેટ્ટીની બાયોપિક ફિલ્મમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાનો અનુભવ અને તેની કરિયર સ્ક્રીન પર બતાવવામાં આવશે. રોહિત શેàª
આતંકવાદી અજમલ કસાબની પૂછપરછ કરનાર પોલીસ કમિશનર  હવે આ રિયલ લાઈફ હીરો સ્ક્રીન પર જોવા મળશે
રોહિત શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા સાથેનો ફોટો શેર કર્યો સાથે જ તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
બોલિવૂડ એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ એક બાયોપિક ફિલ્મની જાહેરાત કરી છે. રોહિત શેટ્ટીની બાયોપિક ફિલ્મમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાનો અનુભવ અને તેની કરિયર સ્ક્રીન પર બતાવવામાં આવશે. રોહિત શેટ્ટી આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. 
Advertisement

રોહિત શેટ્ટી સ્ક્રીન પર રાકેશ મારિયાની જર્ની બતાવશે
રોહિત શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રાકેશ મારિયા સાથેનો એક ફોટો શેર કર્યો તેના જીવન પર...રોહિત શેટ્ટી સ્ક્રીન પર રાકેશ મારિયાની જર્ની બતાવશે. રોહિત શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રાકેશ મારિયા સાથેનો એક ફોટો શેર કર્યો તેના જીવન પર...રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું- 93 મુંબઈ બ્લાસ્ટ ઉકેલાયા. 90ના દાયકાના અંતમાં મુંબઈના અંડરવર્લ્ડનો નિર્ભયતાથી સામનો કર્યો. આતંકવાદી અજમલ કસાબની પૂછપરછથી લઈને 26/11ના હુમલા દરમિયાન તેના શહેર માટે અડગ ઊભા રહેવા સુધી, સુપરકોપનું જીવન રાકેશ મારિયા હિંમતનું બીજું નામ છે. સુપરકોપની સફરને સ્ક્રીન પર લાવવા માટે હું સન્માનિત છું.
રણવીર સિંહે પ્રતિક્રિયા આપી
જ્યારથી રોહિત શેટ્ટીએ રાકેશ મારિયાના જીવન પર આધારિત બાયોપિકની જાહેરાત કરી છે ત્યારથી તેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. રણવીર સિંહે રોહિત શેટ્ટીની આ પોસ્ટ પર કમેન્ટ કરી..ક્લાસ. જેકલીન ફર્નાન્ડિઝે પણે ખાસ પ્રતિક્રિયા આપી છે. જોકે ફિલ્મની કાસ્ટ અને નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
Tags :
Advertisement

.