Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

77 કરોડના ખર્ચે 70 હજાર લોકોના ઘરોમાં પીવાનું પાણી આ પ્રોજેકટથી મળશે- કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ

આજના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમોમાં  210 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર
77 કરોડના ખર્ચે 70 હજાર લોકોના ઘરોમાં પીવાનું પાણી આ પ્રોજેકટથી મળશે  કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ
આજના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમોમાં  210 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ઓગણજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.પ્રમુખસ્વામી નગરના કળશની અમિત શાહના હસ્તે સ્થાપના  પણ કરવામાં આવી હતી.
 
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ સંબોધન કરતાં કહ્યું કે 77 કરોડના ખર્ચે નર્મદાનું પાણી લોકોના ઘરે પહોચશે. 70 હજાર લોકોના ઘરોમાં પીવાનું પાણી આ પ્રોજેકટથી મળશે. સાથે જ લોક સુવિધા સરળ બને તે માટે પપિંગ સ્ટેશન પર જ સોસાયટી નું રજીસ્ટ્રેશન થશે. આ પહેલાં લોકો જે પાણી મળતું હતું તે જ પીતા હતાં 13 વર્ષ પહેલા આ કામ માટે મને રજૂઆતો ઘણી મળી હતી. શહેરમાં વિકાસના કામો કરવાના હોય દરેક ક્ષેત્રમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતને આગળ લાવ્યા છે. ભાજપના એક બાદ એક મુખ્યમંત્રી આવતા ગયા સાથે જ વિકાસની પરંપરા ચાલતી જ રહી છે. સાથે જ ભાજપના હર ઘર તિરંગા અભિયાન માટે  13,14 ,15 ઓગષ્ટ ના રોજ પોતાના ઘરોમાં રાષ્ટ્ર ધ્વજ ફરકવવાનો છે. 75 થી 100 વર્ષ સુધીમાં દેશને જે સ્તર સુધી લઈ જવાનો સંકલ્પ છે તેની આ શરૂઆત છે. એક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આપણે એક સેલ્ફી સરકારની સાઈટ પર મોકલીએ. સાથે મોદી સરકારની આંતરરાષ્ટ્રીયમ નિતિ વિશે બોલતા અમિત શાહે કહ્યું કે સરકારે જે  કડક વલણ અપનાવ્યું તો અમેરિકા બગડ્યું, રશિયન તેલ ખરીદવાથી રોકવા નવો દાવ રોકવામાં સરકાર સફળ રહી છે. 
Advertisement


સાથે જ અમિત શાહ આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં. અહીં તેમના હસ્તે પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના કરી હતી. જેમાં BAPS સંસ્થાના અનેક સંતો ઉપસ્થિત હતા. એ સિવાય અમિત શાહના હસ્તે મિશન મિલિયન ટ્રી અંતર્ગત AUDA દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. 
'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. જ્યારે અંતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન તેમજ વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું પણ અમિત શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો.
 
આજે આ કાર્યોક્રમોનું કેન્દ્રીયમંત્રીના હસ્તે ઉદ્ઘાટન 
- પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના
- AUDA દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
- બોપલમાં AUDA દ્વારા અફોર્ડેબલ હાઉસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
- બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
- AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
Tags :
Advertisement

.