Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કમરનો અસહ્ય દુખાવો મટાડે છે આ ચીજ

ઘણી વખત કોઈ વજનદાર ચીજો ઉપાડવાથી, નીચે ઝૂકવાથી વગેરે જેવા કામોના કારણે કમરમાં આંચકો આવી જતા દુખાવો થવા લાગે છે. આ દુખાવો એટલી પીડા આપે છે, જેના કારણે રોજિંદા કામકાજમાં પણ ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આવો જાણીએ આ દુખાવા વિશે વિસ્તારથી...નસોમાં દુખાવાની સમસ્યા ખરાબ બ્લડ સર્ક્યુલેશન અને ફ્લોને કારણે થાય છે, જેના કારણે નસોમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે વહેતું નથી. જેના કારણà
03:21 PM Sep 02, 2022 IST | Vipul Pandya
ઘણી વખત કોઈ વજનદાર ચીજો ઉપાડવાથી, નીચે ઝૂકવાથી વગેરે જેવા કામોના કારણે કમરમાં આંચકો આવી જતા દુખાવો થવા લાગે છે. આ દુખાવો એટલી પીડા આપે છે, જેના કારણે રોજિંદા કામકાજમાં પણ ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આવો જાણીએ આ દુખાવા વિશે વિસ્તારથી...
નસોમાં દુખાવાની સમસ્યા ખરાબ બ્લડ સર્ક્યુલેશન અને ફ્લોને કારણે થાય છે, જેના કારણે નસોમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે વહેતું નથી. જેના કારણે નસોમાં લોહી એકઠું થાય છે અથવા તો જામી જાય છે અને નસોમાં અવરોધ ઊભો થાય છે. જ્યારે આના કારણે નસો બ્લોક થઈ જાય છે, ત્યારે તેના કારણે નસોમાં સોજો આવે છે. જેના કારણે ચેતાઓમાં તીવ્ર દુખાવો થાય છે, જે તમારી પીઠથી ગરદન અને હિપ્સ સુધી ચાલે છે. જેના કારણે લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે અને ઉઠવું, બેસવું, સૂવું અને દિવસની સામાન્ય પ્રવૃત્તિઓ પણ કરવી મુશ્કેલ બની જાય છે.
  • રોજ હલકી-ફૂલકી કસરતો અથવા સ્ટ્રેચિંગ કરવાથી નસોમાં લોહીનો પ્રવાહ વધે છે. રોજ 30 મિનિટ કસરત કરવાનો પ્રયાસ કરો.
  • રોજ રાતે સૂતા પહેલાં સહેજ હૂંફાળા દૂધમાં અડધી નાની ચમચી હળદર ભેળવીને પીવો. હળદર એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. તેમજ બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર હોવાની સાથે બ્લડ સરક્યુલેશન સુધારે છે. તેથી તેના નિયમિત સેવનથી દુખઆવા અને પીડાથી રાહત મળે છે.
  • કમરમાં જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ ગરમ ​​અથવા ઠંડો શેક કરી શકો છો. તેનાથી બળતરાથી રાહત મળશે. તેમજ તેનાથી સોજામાંથી રાહત મળે છે અને દુખાવામાંથી પણ ઝડપથી રાહત મળે છે.
Tags :
BackPainGujaratFirstHealthCareHealthTipsPainReliefTips
Next Article