Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૂર્યકુમાર યાદવ સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થઇ Entry

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 (Border Gavaskar Trophy 2023) નો મુકાબલો શરૂ થઈ ગયો છે. ચાર મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટ્રોફીની આ 16મી આવૃત્તિ 10મી વખત ભારતીય ધરતી પર રમાઈ રહી છે. આ શ્રેણી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ સિરીઝ માટે પણ મહત્વની છે. સàª
09:16 AM Feb 09, 2023 IST | Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 (Border Gavaskar Trophy 2023) નો મુકાબલો શરૂ થઈ ગયો છે. ચાર મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટ્રોફીની આ 16મી આવૃત્તિ 10મી વખત ભારતીય ધરતી પર રમાઈ રહી છે. આ શ્રેણી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ સિરીઝ માટે પણ મહત્વની છે. 
સબર્યકુમાર યાદવ અને કોના શ્રીકર ભરતે ટેસ્ટમાં કર્યું ડેબ્યૂ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભલે ટોસ જીત્યો હોય પરંતુ કાંગારૂઓની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ બે ઓવરમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. વળી, ભારતીય ટીમ આ સમયે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને ઘૂંટણીએ લાવી દીધા છે. ભારતીય ટીમ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમી રહી છે જ્યાં બે ભારતીય ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. એક છે સૂર્યકુમાર યાદવ જેમને આપણે T20 અને ODI ક્રિકેટમાં ઘણું જોયે છે અને બીજા છે આંધ્રપ્રદેશના વિકેટ કીપર બેટ્સમેન કોના શ્રીકર ભરત (Kona Srikar Bharat) જે કેસ ભરત તરીકે વધુ જાણીતા છે. ઈશાન કિશનની જગ્યાએ આ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો છે. સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ 29 વર્ષીય ખેલાડીને ટેસ્ટ કેપ આપી. 

ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 305મો ખેલાડી
રિષભ પંત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં વિકેટ કીપરની પસંદગીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે નાગપુરમાં શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા પ્લેઇંગ-11માં રિષભ પંતની જગ્યાએ કોને તક મળશે તે નક્કી નથી થયું. પરંતુ અંતે, 29 વર્ષીય આંધ્રપ્રદેશના વિકેટ કીપર બેટ્સમેન કોના શ્રીકર ભરતને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી. શ્રીકર ભરત ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 305મો ખેલાડી બન્યો છે. ટીમ ઈન્ડિયાની નવી દીવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાએ નાગપુરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ભારતને ટેસ્ટ કેપ સોંપી. ભરત પંતની ટીમમાં હોવા છતાં, તે લાંબા સમયથી રિઝર્વ વિકેટકીપર તરીકે ટેસ્ટ ટીમ સાથે સંકળાયેલો છે. આવી સ્થિતિમાં લાંબી રાહ જોયા બાદ તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી.
ઘરેલું કારકિર્દી શાનદાર રહી છે
ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેએસ ભરતે 2013માં કેરળ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. 10 વર્ષની ઘરેલું ક્રિકેટ કારકિર્દીમાં, ભરતે અત્યાર સુધીમાં 86 મેચ રમી છે. જેની 135 ઇનિંગ્સમાં તેણે 37.95ની એવરેજથી 4,707 રન બનાવ્યા છે. જેમાં તેની 9 સદી અને 27 અડધી સદી સામેલ છે.
આ પણ વાંચો - ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલની સત્તાવાર તારીખોની જાહેરાત કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ausvsindBorderGavaskarTrophyBorderGavaskarTrophy2023CricketDomesticCricketGujaratFirstindiavsaustraliaINDvsAUSPerformedbrilliantlySportsSrikarBharatTeamIndia
Next Article