Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ખેલાડીની સતત થઇ રહી છે અવગણના, કોઇ પણ સમયે નિવૃત્તિની કરી શકે છે જાહેરાત!

ટીમ ઈન્ડિયા આ વર્ષે યોજાનારા વનડે (ODI) વર્લ્ડકપની તૈયારી કરી રહી છે. જે માટે પસંદગીકારો ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે. ગત શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ડોમેસ્ટીક મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ટીમમાં પોતાની એન્ટ્રી કરાવી છે. પરંતુ આ વચ્ચે એક એવો ખેલાડી કે જેને તમે છેલ્લા
આ ખેલાડીની સતત થઇ રહી છે અવગણના  કોઇ પણ સમયે નિવૃત્તિની કરી શકે છે જાહેરાત
Advertisement
ટીમ ઈન્ડિયા આ વર્ષે યોજાનારા વનડે (ODI) વર્લ્ડકપની તૈયારી કરી રહી છે. જે માટે પસંદગીકારો ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે. ગત શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ડોમેસ્ટીક મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ટીમમાં પોતાની એન્ટ્રી કરાવી છે. પરંતુ આ વચ્ચે એક એવો ખેલાડી કે જેને તમે છેલ્લા ઘણા સમયથી ટીમમાં નથી જોઇ રહ્યા તે પોતાની જગ્યા ટીમમાં બનાવવામાં અસફળ રહ્યો છે. અમે અહીં શિખર ધવનની વાતી કરી રહ્યા છીએ. જેણે ઘણી વખત ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર મેચ જીત અપાવી છે. પરંતુ હાલમાં જે રીતે તેને પડતો મુકવામાં આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે શું તે ફરી ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં જોવા મળશે ખરા?
ધવન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ઘણી મુશ્કેલ
ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 શ્રેણી માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમા એકવાર ફરી ધવનની અવગણના કરવામાં આવી છે. આ ખેલાડીએ ઘણા મહત્વપૂર્ણ અવસર પર ટીમ ઈન્ડિયાને મેચ જીતીને આપી છે. આ ખેલાડી એક સમયે રોહિતની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરતો જોવા મળ્યો હતો, પરંતુ પસંદગીકારોએ આ ખેલાડીની સંપૂર્ણપણે અવગણના કરી રહ્યા છે. છેલ્લી કેટલીક સિરીઝમાં આ ખેલાડી માત્ર ડ્રોપ પર જ ચાલી રહ્યો છે. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આવી સ્થિતિમાં આ ખેલાડીને પડતો મૂકવો એ દર્શાવે છે કે તેના માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ઘણી મુશ્કેલ છે. ધવન સાથે થઈ રહેલા એક્શન પરથી લાગે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
IPL માં સારું પ્રદર્શન ખોલી શકે છે ટીમ ઈન્ડિયાના દ્વાર
37 વર્ષનો ધવને ગયા વર્ષ સુધી ઘણી શ્રેણીમાં ભારતનું સુકાની પણ કર્યું છે. લાંબા સમય સુધી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કર્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાનો રસ્તો તેના માટે ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. ધવન આઈપીએલમાં પંચબ કિંગ્સનો કેપ્ટન છે. જો ધવન આગામી આઈપીએલ સિઝનમાં સારૂ પ્રદર્શન કરશે તો તે ફરી એકવાર ટીમમાં પરત ફરી શકે છે. ધવનને સતત બીજી શ્રેણીમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ શ્રેણી દરમિયાન તે ટીમનો ભાગ હતો પરંતુ તે રન બનાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 18 રન બનાવ્યા હતા.
ધવનની કેવી રહી છે કારકિર્દી?
ધવનની કારકિર્દી પર એક નજર કરીએ તો તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવનાર ધવનના નામે કુલ 25 સદી છે. ધવને ભારત માટે એક ICC ટ્રોફી પણ જીતી છે. વર્ષ 2013માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં શિખર ધવને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં ધવનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આખી ટૂર્નામેન્ટમાં 363 રન બનાવ્યા હતા. એકંદરે ધવનની આખી કારકિર્દી શાનદાર રહી છે. પરંતુ હવે તેની સાથે જે થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ જશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×