ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી આંતરરાષ્ટ્રીય મંચ પર મચાવી રહ્યો છે ધમાલ, ICC ટેસ્ટ રેન્કિંગમાં છે પ્રથમ ક્રમે

ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે આજે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) ના પ્રથમ ક્રમાકે છે. આ રેસમાં બીજા ક્રમાકે ટીમ ઈન્ડિયા છે. ટીમે પાકિસ્તાન પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યો છે. જ્યા ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 2 મેચ જીતવામાં સફળ રહી છે. ટીમમાં પોતાના દમ પર મેચ જીતાડનારા ઘણા ખેલાડીઓ છે પરંતુ તાજેતરમાં એક ખેલાડીએ પોતાની બà
02:38 AM Jan 02, 2023 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે આજે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) ના પ્રથમ ક્રમાકે છે. આ રેસમાં બીજા ક્રમાકે ટીમ ઈન્ડિયા છે. ટીમે પાકિસ્તાન પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યો છે. જ્યા ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 2 મેચ જીતવામાં સફળ રહી છે. ટીમમાં પોતાના દમ પર મેચ જીતાડનારા ઘણા ખેલાડીઓ છે પરંતુ તાજેતરમાં એક ખેલાડીએ પોતાની બેટિંગથી સૌ કોઇને પ્રભાવિત કર્યા છે. આ ખેલાડી માર્નસ લાબુશેન છે જે હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે. 

ICC World Test Championship માં ઓસ્ટ્રેલિયા પ્રથમ અને ભારત બીજા ક્રમે
ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને ક્લીન સ્વીપ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 78.57 જીતવાની ટકાવારી ધરાવે છે. જ્યારે ટીમ ઈન્ડિયા આ યાદીમાં બીજા ક્રમાકે આવે છે. મહત્વનું છે કે, પ્રથમ સિઝનમાં અંતિમ ક્ષણે અંતિમ રેસમાંથી બહાર થઈ ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમે હવે ચેમ્પિયનશિપની તેની છેલ્લી શ્રેણી ભારતમાં રમવાની છે. કોઈપણ ટીમ માટે ભારતને ઘરઆંગણે હરાવવું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓનું વર્તમાન ફોર્મ જોઈને શ્રેણી રોમાંચક બને તેવી આશા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર તાજેતરમાં તેના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વળી સ્ટીવ સ્મીથ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ બે ખેલાડી ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ઉભરતો ખેલાડી પણ સામે આવ્યો છે જેણે વર્લ્ડ ક્રિકેટને પોતાના તરફ ધ્યાન ખેંચવા પર મજબૂર કરી દીધા છે. આ ખેલાડી બીજુ કોઇ નહીં પણ માર્નસ લાબુશેન છે. જે આજે પોતાના દમ પર ટીમ ઓસ્ટ્રેલિયાને જીત અપાવવા સક્ષમ છે.
લેબુશેન શાનદાર ફોર્મમાં છે
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સિવાય અન્ય એક બેટ્સમેન છે જે માત્ર ફોર્મમાં જ નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટનો બાદશાહ બન્યો છે. અમે અહીં માર્નસ લાબુશેન વિશે વાત કરી રહ્યા છીએ જેણે ચાર વર્ષ પહેલાં 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે વર્લ્ડ ક્રિકેટ પર પોતાનો પ્રભાવ પાડી રહ્યો છે. લાબુશેને ગયા વર્ષે 56.29ની સરેરાશથી 957 રન બનાવ્યા હતા અને હાલમાં તે ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે તેણે ટોપ રેન્કિંગ સાથે વર્ષની શરૂઆત કરી છે, પરંતુ આ પહેલા 2022ની શરૂઆતમાં પણ તેની પાસે ટેસ્ટના બાદશાહત હતી. આ ખેલાડી સતત પોતાના પ્રદર્શનથી સૌ કોઇને ચોંકાવી રહ્યો છે.

સ્મિથ અને વિરાટની ક્લબમાં જોડાયો
લાબુશેન પહેલા, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સે વર્ષ 2014 અને 2015, સ્ટીવ સ્મિથે 2016થી 2018 સુધી ત્રણ વર્ષ અને વિરાટ કોહલીએ 2019 અને 2020માં નંબર વન રેન્કિંગની સાથે વર્ષની શરૂઆત કરી હતી. આ સિવાય ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન 2021માં એકવાર આ કારનામો કરી ચુક્યો છે.
સતત બીજા વર્ષે ટેસ્ટમાં નંબર 1
લાબુશેને સતત બે વર્ષથી ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્થાન સાથે શરૂઆત કરી છે અને હવે આ સાથે તે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજોની એક વિશિષ્ટ ક્લબમાં પણ જોડાઈ ગયો છે. 2014 પછીના એક દાયકાની વાત કરીએ તો, લાબુશેન નંબર વન રેન્કિંગ સાથે વર્ષની શરૂઆત કરનાર પાંચમો ક્રિકેટર છે. જ્યારે તે સતત બે વર્ષથી ટોચના રેન્કિંગ સાથે શરૂઆત કરનાર માત્ર ચોથો ખેલાડી છે.
લાબુશેનની શાનદાર કારકિર્દી
માર્નસની પણ અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે અને તેના પર એક નજર કરીએ તો તેણે 32 મેચમાં 59.05ની એવરેજથી 3071 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 10 સદી અને 13 અડધી સદી પણ નીકળી છે. આ સિવાય તેણે બે વખત બેવડી સદી પણ ફટકારી છે.
આ પણ વાંચો - શું તમે જાણો છો પંતનો જીવ બચાવનાર કાર વિશે? આ સેફ્ટી ફીચર્સ આવ્યું કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AustralianPlayerCricketFirstRankGujaratFirstICCRankingsICCTestRankingsMarnusLabuschagneSports
Next Article