Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવામાં રહેલા કોવિડના વાયરસને ઓળખી લેશે આ માસ્ક, માત્ર દસ મિનિટમાં મોબાઇલ પર મોકલશે એલર્ટ

કોરોના રોગચાળો આવ્યાને હવે ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી આ રોગ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ રોગ ક્યારે દૂર થશે તે કોઈ જાણતું નથી. જેમ જેમ ચેપના કેસ ઓછા થવા લાગે છે એવા અચાનક તે ફરીથી વેગ પકડે છે. ત્યારે આપણા માટે કોરોનાનો ખતરો હજુ પણ છે. કોરોનાથી બચવા માટે હવે સંશોધકોએ એક અદભૂત ફેસ માસ્ક બનાવ્યું છે. આ ફેસ માસ્ક વાઇરસ કોવિડ-19ને થોડા જ સમયમાં શોધી કાઢવામાં સક્ષમ છે. આ ખૂબ
હવામાં રહેલા કોવિડના વાયરસને ઓળખી લેશે આ માસ્ક   માત્ર દસ મિનિટમાં મોબાઇલ પર મોકલશે એલર્ટ
કોરોના રોગચાળો આવ્યાને હવે ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી આ રોગ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ રોગ ક્યારે દૂર થશે તે કોઈ જાણતું નથી. જેમ જેમ ચેપના કેસ ઓછા થવા લાગે છે એવા અચાનક તે ફરીથી વેગ પકડે છે. ત્યારે આપણા માટે કોરોનાનો ખતરો હજુ પણ છે. કોરોનાથી બચવા માટે હવે સંશોધકોએ એક અદભૂત ફેસ માસ્ક બનાવ્યું છે. આ ફેસ માસ્ક વાઇરસ કોવિડ-19ને થોડા જ સમયમાં શોધી કાઢવામાં સક્ષમ છે. આ ખૂબ જ સંવેદનશીલ માસ્ક તમારા મોબાઇલ પર 10 મિનિટમાં એલર્ટ મોકલી દેશે કે તમે જ્યાં છો ત્યાં કોરોના વાયરસ છે. 
બંધ રૂમમાં પણ સારી રીતે કામ કરશે
જો ચેપગ્રસ્ત વ્યક્તિ બોલે કે ખાંસી કે છીંક ખાય ત્યારે કોવિડ-19 અને H1N1 ઈન્ફલ્યુએન્ઝાનું કારણ બને તેવા  બેક્ટેરિયાયુક્ત ડ્રોપ્સ અથવા એરોસોલ્સ હવામાં ભળે છે. વાયરસ ધરાવતા એરોસોલ્સ અથવા ડ્રોપ્સ આસપાસના વાતાવરણમાં લાંબા સમય સુધી હાજર રહે છે. જ્યાં વેન્ટિલેશન ખૂબ ઓછું હોય ત્યાં પણ તે સારી રીતે કામ કરી શકે છે. લિફ્ટ અને બંધ રૂમ જેવી જગ્યાઓ પર વાયરસ થવાનું જોખમ વધારે છે. આ માસ્ક ત્યાં પણ વાયરસ શોધી કાઢશે.
સેન્સર મોબાઈલમાં સિગ્નલ મોકલે છે
 માસ્કમાં એક નાનું સેન્સર છે જે વાયરસની જાણ થતાં જ મોબાઈલમાં સિગ્નલ મોકલી શકે છે. સંશોધકોની ટીમનો આગળનો ધ્યેય વાયરસ ડિટેક્શનના સમયને ઓછો કરવો અને સેન્સરની સંવેદનશીલતા વધારવાનું છે. આ માટે પોલિમર અને ટ્રાન્ઝિસ્ટર ડિઝાઇન સુધારવા પર કામ થઇ રહ્યું છે. વધુમાં આ ટીમ કેન્સર અને કાર્ડિયોવેસ્યુટ લર રોગોની સારવાર માટે પહેરવા યોગ્ય તબીબી ઉપકરણો વિકસાવી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.