Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય રોડ પર દોડશે આ શાનદાર ઇલેક્ટ્રિક બાઇક, જલ્દી જ થશે લોન્ચ

LML સ્કૂટર ભારતીય બજારમાં 1980થી 2000 સુધી હિટ રહ્યું હતું. આ સમયગાળામાં કહેવાતું હતું કે, જેની પાસે આ સ્કૂટર છે તે ધનિક ગણાતા હતા. તે સમયે LML વેસ્પાએ ભારતીય બજારમાં પ્રખ્યાત ચેતક સ્કૂટર સાથે સ્પર્ધા કરી હતી. એકવાર ભારતીય બજારમાં ધમાલ મચાવ્યા બાદ ફરી પ્રખ્યાત LML બ્રાન્ડ ભારતીય બજારમાં મજબૂત પુનરાગમન કરવા માટે તૈયાર છે. LML ઇલેક્ટ્રિકે જર્મની સ્થિત ઇલેક્ટ્રિક હાઇપરબાઇક ઉત્પાદક eROCKIT AG સાથે સં
ભારતીય રોડ પર દોડશે આ શાનદાર ઇલેક્ટ્રિક બાઇક  જલ્દી જ થશે લોન્ચ
LML સ્કૂટર ભારતીય બજારમાં 1980થી 2000 સુધી હિટ રહ્યું હતું. આ સમયગાળામાં કહેવાતું હતું કે, જેની પાસે આ સ્કૂટર છે તે ધનિક ગણાતા હતા. તે સમયે LML વેસ્પાએ ભારતીય બજારમાં પ્રખ્યાત ચેતક સ્કૂટર સાથે સ્પર્ધા કરી હતી. 
એકવાર ભારતીય બજારમાં ધમાલ મચાવ્યા બાદ ફરી પ્રખ્યાત LML બ્રાન્ડ ભારતીય બજારમાં મજબૂત પુનરાગમન કરવા માટે તૈયાર છે. LML ઇલેક્ટ્રિકે જર્મની સ્થિત ઇલેક્ટ્રિક હાઇપરબાઇક ઉત્પાદક eROCKIT AG સાથે સંયુક્ત સાહસ રચવા હેતુ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉત્પાદકે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. LML ઇલેક્ટ્રિક અને eROCKIT AG વચ્ચેના સંયુક્ત સાહસનો હેતુ ભારતીય બજાર માટે ઇલેક્ટ્રિક હાઇપરબાઇકનું મોટા પાયે ઉત્પાદન કરવાનો છે. 
LML એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં ત્રણ નવા ઉત્પાદનો લોન્ચ કરશે. તેની પ્રારંભિક પ્રોડક્ટ લાઇનઅપમાં ઇલેક્ટ્રિક હાઇપરબાઇક, ઇલેક્ટ્રિક બાઇક અને ઇલેક્ટ્રિક સ્કૂટરનો સમાવેશ થશે. ઇલેક્ટ્રિક હાઇપરબાઇક, જે LML ઇલેક્ટ્રિક દ્વારા eROCKIT સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે, જો બંને પક્ષો દ્વારા સંમતિ આપવામાં આવે તો, ભારતમાં કંપનીના જૂના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન કરવામાં આવશે. 
eROCKIT એ પેડલ-સંચાલિત ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે, જેને હાઇપરબાઇક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાઇપરબાઇક સરળતાથી પેડલિંગ દ્વારા ચલાવી શકાય છે. આ પેડલ-સંચાલિત હાઇપરબાઇક ઇલેક્ટ્રિક સાઇકલ અને મોટર સાઇકલનું કોમ્બિનેશન છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકથી વધુ છે. આ હાઇપરબાઇક એડવાન્સ બેટરી અને ઇલેક્ટ્રિક ડાયરેક્ટ ડ્રાઇવ મોટરથી પણ સજ્જ છે. વર્ષ 2023ની શરૂઆત સુધીમાં, આ બાઇકનું ભારતમાં વ્યાવસાયિક રીતે મેન્યુફેક્ચર થવાનું શરૂ થઇ જશે. આ બાઇક ભારતીય બજાર માટે સંપૂર્ણપણે નવો કોન્સેપ્ટ છે. થોડા સમય પહેલા BMW એ પણ આવી જ બાઇકનું પ્રદર્શન કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.