Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જયપુરની આ સોસાયટી રોબોટ્સના કારણે ચર્ચામાં, જાણો કેમ

તમે અત્યાર સુધી હોટલમાં કે ઘણી જગ્યાએ રોબોટ્સ (Robots) કામ કરતા જોયા અને સાંભળ્યા હશે, પરંતુ તાજેતરમાં જયપુરની એક રહેણાંક સોસાયટી (Residential Society)માં રોબોટ્સ વિવિધ સેવાઓ આપતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ બહાર આવેલી આ તસવીરો જોઈને અનુમાન લગાવી શકાય છે કે કેવી રીતે રોબોટ્સ ધીમે ધીમે માણસોના સાથી બની રહ્યા છે.  તેઓ ઘણી બધી બાબતોમાં મદદ કરી રહ્યા છે. જયપુરની સોસાયટીમાં રોબોટ્સ કામ કરે છેરાજસ્થાનàª
જયપુરની આ સોસાયટી રોબોટ્સના કારણે ચર્ચામાં  જાણો કેમ
તમે અત્યાર સુધી હોટલમાં કે ઘણી જગ્યાએ રોબોટ્સ (Robots) કામ કરતા જોયા અને સાંભળ્યા હશે, પરંતુ તાજેતરમાં જયપુરની એક રહેણાંક સોસાયટી (Residential Society)માં રોબોટ્સ વિવિધ સેવાઓ આપતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ બહાર આવેલી આ તસવીરો જોઈને અનુમાન લગાવી શકાય છે કે કેવી રીતે રોબોટ્સ ધીમે ધીમે માણસોના સાથી બની રહ્યા છે.  તેઓ ઘણી બધી બાબતોમાં મદદ કરી રહ્યા છે. 
જયપુરની સોસાયટીમાં રોબોટ્સ કામ કરે છે
રાજસ્થાનની રાજધાની અને પિંક સિટી તરીકે ઓળખાતા જયપુર  શહેરમાં એક એવી સોસાયટી છે, જ્યાં રોબોટ્સ માણસોના લગભગ તમામ કામ કરે છે.
માણસ જેવા તમામ કામ કરે છે રોબોટ્સ
પ્રાપ્ત માહિતી મુજબ રોબોટ્સ આ સોસાયટીમાં કર્મચારી તરીકે કામ કરે છે. અહીં રિસેપ્શનથી લઈને ચોકીદાર અને સ્વચ્છતાથી લઈને ફાયર ફાઈટિંગ સુધીનું કામ રોબોટ્સ કરી રહ્યા છે. 
Advertisement

સ્થાનિકો પણ રોબોટ્સના કામથી ખુશ
અહીંના એક રહેવાસીએ કહ્યું કે, 'આ એક અલગ જ અનુભવ છે. પહેલા માણસો ભોજન પીરસતા હતા, પરંતુ હવે રોબોટ્સ કરી રહ્યા છે. અમે મોંઘી હોટલોમાં આ જોયું, હવે તે અમારી સોસાયટીમાં થઈ રહ્યું છે. અમને સારું લાગે છે.  સોસાયટીએ અત્યાર સુધીમાં ચાર રોબોટ ખરીદ્યા છે, જે અલગ-અલગ કામ કરે છે. આ કામોને લઈને આ સોસાયટીની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે.  
રોબોટ્સે દિવાળીના દિવસે ફટાકડા પણ ફોડ્યા
સોસાયટીમાં તે તમામ કામો રોબોટ્સ દ્વારા કરવામાં આવશે, જેમાં મજૂરો અને કારીગરોનો જીવ જોખમમાં હોય છે. રોબોટ્સને હવે છ મહિના માટે ટ્રાયલ પર મૂકવામાં આવ્યા છે. સારો પ્રતિસાદ મળવા પર તેમની સેવા આગળ પણ ચાલુ રાખવામાં આવશે. આ રોબોટ્સ ગટર સાફ કરવાથી માંડીને ઝાડને પાણી આપવા સુધીનું બધું આરામથી કરી રહ્યા છે.  દિવાળીના દિવસે આ રોબોટ્સે ફટાકડા પણ ફોડ્યા હતા અને લોકોને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી.
Tags :
Advertisement

.