Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

35 વર્ષના લગ્નજીવનમાં શિન્ઝો આબેને માત્ર આ જ એક તકલીફ હતી

 જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે નિધન થયું છે. આબે ફેમિલીમાં માત્ર શિંઝો અને અકી આબે જ છે.જાપાનના પૂર્વ વડાપ્રધાનનું આજે અવસાન થયું છે. તેમના ભાષણ દરમ્યાન 2 ગોળી મારવામાં આવી હતી અને ત્યાર બાદ તેઓ સારવાર હેઠળ હતાં. સારવાર દરમિયાન તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે. 2020માં તેમણે સ્વાસ્થ્યના કારણથી રાજીનામું આપ્યુ હતું. તેમના મોતથી જાપાનમાં ખૂબ જ ઘેરા શોકની લાગણી ફરી વળી છે.તà«
35 વર્ષના લગ્નજીવનમાં શિન્ઝો આબેને માત્ર આ જ એક તકલીફ હતી
 જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે નિધન થયું છે. આબે ફેમિલીમાં માત્ર શિંઝો અને અકી આબે જ છે.
જાપાનના પૂર્વ વડાપ્રધાનનું આજે અવસાન થયું છે. તેમના ભાષણ દરમ્યાન 2 ગોળી મારવામાં આવી હતી અને ત્યાર બાદ તેઓ સારવાર હેઠળ હતાં. સારવાર દરમિયાન તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે. 2020માં તેમણે સ્વાસ્થ્યના કારણથી રાજીનામું આપ્યુ હતું. તેમના મોતથી જાપાનમાં ખૂબ જ ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
તેમના સફળ લગ્નજીવનમાં માત્ર એક જ કચાશની વાત હતી કે તેમના લગ્નના 35 વર્ષે પણ તેમને સંતાન ન હતું. તેમના લગ્ન 1987માં થયા હતા. તેમના પત્ની જાપાનના એક પ્રખ્યાત રેડિયો જોકી હતાં. અકી આબે પ્રખ્યાત પરિવારમાંથી આવે છે. અકી આબેના પિતાની મોરિનાગા નામથી ચોકલેટ કંપની છે. 
તેઓ ઇન્ફર્ટિલિટીથી પીડાતા હતા. બંનેએ ઘણી સારવાર કરાવી અને શરુઆતના સમયમાં તેઓ આ પ્રેશરથી પણ પીડાતા હતા. આ સમય તેઓ બંને માટે ઘણો પીડાદાયક હતો.
અકી આબે એ પણ જણાવ્યુ હતુ કે તેઓ બાળક દત્તક લેવાની વાતથી સંમત ન હતા. કેમ કે મેન્ટલી તેઓ આ બાબત માટે તૈયાર ન હતાં. તેના બદલે તેઓ સામાજિક કાર્યોમાં પોતાનુ યોગદાન આપવા માંગતા હતાં. 
શિન્ઝો આબે રાજનૈતિક પરિવારમાંથી જ આવે છે. શિન્ઝો આબેના દાદા 1957 થી લઇને 60 વર્ષ સુધી વડા પ્રધાન હતાં જ્યારે તેમના પિતા 1982 થી લઇને 1986 સુધી વડા પ્રધાન રહી ચૂકેલા છે. શિન્ઝો આબેનો જન્મ 21 સપ્ટેમ્બર, 1954 ના રોજ થયો હતો અને તેઓ 2006થી 2007 અને ફરીથી 2012 થી 2020 સુધી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ચૂંટાઇને વડા પ્રધાન રહ્યા હતાં. 
તેઓ જાપાનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહ્યાનો રેકોર્ડ ધરાવે છે.
Advertisement
Tags :
Advertisement

.