ચીનમાં શા માટે આવી ગયો છે બેન્કોમાંથી પૈસા ઉપાડવાનો પ્રતિબંધ, તે પાછળનું મોટું આ કારણ
ચીનમાં 'ટેન્ક'ના પહેરામાં બેન્કબેન્કોમાં ભ્રષ્ટાચાર, જનતામાં 'હાહાકાર'પોતાના જ પૈસા માટે સડક પર આવી ગઈ છે જનતાચીને આ પ્રકારનું પ્રદર્શન પહેલા નહોતું જોયુંચીનમાં લોકોના 'ભરોસા' પર 'ટેન્ક' તૈનાતચીનમાં લોકો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત!કોઈ પણ દેશ માટે બેન્ક તેની સૌથી મોટી તાકાત છે. એટલે જ બેન્કિંગ સિસ્ટમને એ દેશની સૌથી મોટી ઈકોનોમી તાકાત ગણવામાં આવે છે. કારણ કે કોઈ પણ દેશમાં ટોટલ જેટલà
- ચીનમાં 'ટેન્ક'ના પહેરામાં બેન્ક
- બેન્કોમાં ભ્રષ્ટાચાર, જનતામાં 'હાહાકાર'
- પોતાના જ પૈસા માટે સડક પર આવી ગઈ છે જનતા
- ચીને આ પ્રકારનું પ્રદર્શન પહેલા નહોતું જોયું
- ચીનમાં લોકોના 'ભરોસા' પર 'ટેન્ક' તૈનાત
- ચીનમાં લોકો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત!
કોઈ પણ દેશ માટે બેન્ક તેની સૌથી મોટી તાકાત છે. એટલે જ બેન્કિંગ સિસ્ટમને એ દેશની સૌથી મોટી ઈકોનોમી તાકાત ગણવામાં આવે છે. કારણ કે કોઈ પણ દેશમાં ટોટલ જેટલા પણ પૈસા ફરતા રહે છે, તેમાંથી મહત્તમ પૈસા તે દેશ પોતાની સરકારી બેન્કોમાં જ જમા રાખે છે. એટલું જ નહીં, દેશના લગભગ ઘણા લોકો પણ પોતાની જમા રાશિ કે પોતે કરેલી બચત પણ બેન્કમાં જ રાખે છે. કારણ કે બેન્કમાં જમા કરાયેલી રાશિ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ જો માની લો કે કોઈ બેન્ક બંધ થઈ જાય કે પછી તે બેન્ક લોકોને પૈસા પરત ન કરે તો શું થશે? તો આ કોી પમ દેસ માટે ખૂબ જ મોટી સમસ્યા બની જશે. કારણ કે કોઈ પણ બેન્ક બંધ થાય છે, તે બેન્કમાં જમા રાશિને ફ્રીઝ કરી લેવામાં આવે છે. એટલે કે જે-જે લોકોના પૈસા તે બેન્કમાં હોય છે, તે લોકોને તેમના આ પૈસા પરત નથી મળતા. અને આ હાલત કોઈ પણ દેશ માટે ખૂબ મોટી સમસ્યા પેદા કરી શકે છે.
તેથી જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે લોકો પોતાના પૈસા પરત મેળવવા માટે મોટા મોટા આંદોલનો કે પછી બેન્કની તોડફોડ પણ કરે છે.
પરંતુ આવી સ્થિતિ તયારે પેદા થાય છે, જ્યારે દેશ દેવાળિયાની કગાર પર ઉભું હોય. ત્યારે આવી જ ઘટના ચીનમાં જોવા મળી રહી છે. ચીન દુનિયાનો સૌથી વધુ ઉત્પાદક દેશ માનવામાં આવે છે. તેમજ આ દેશના ઈકોનોમી પણ ઘણી મજબૂત છે. પરંતુ હાલ શ્રીલંકામાં જેમ લોકો પોતાના પૈસા કાઢવા માટે પ્રદર્શન કરી રહ્યા છે, તેમ ચીનમાં પણ લોકો બેન્કો સામે પ્રદર્શન કરી રહ્યા છે. અને એ પણ કોઈ એક જગ્યાએ નહીં, પરંતુ ચીનના 86 શહેરોમાં આ જ હાલત છે. કારણ કે ચીનમાં લોકલ બેન્કોના એટલા ખરાબ હાલ છે, કે ઘણી લોકલ બેન્કો તો બંધ ચૂકી છે. પરંતુ ચીનમાં બેન્કોની હાલત ાટલી ખરાબ શા માટે છે, આવો જાણીએ...
ચાઈના ઈકોનોમિક ક્રાઈસિસ શું છે?
ચીનમાં મહામારીના કારણે હાલત ખૂબ ગંભીર છે. ચીનમાં કુલ 4000 કરતા પણ વધારે બેન્કો બંધ થવાની કગારમાં છે. અને તેના લાખો ખાતા ધારકોના હજારો-કરોડા નાણાં જમા છે. જે પોતાની પૂંજી સ્વરૂપે લોકોએ રાખેલ હતા. પરંતુ એપ્રિલ મહિના બાદ ખાતા ધારકો પોતની બેન્કમાંથી પૈસા નથી ઉપાડી શકતા. તેમજ રીપોર્ટ અનુસાર 5.8 બિલિયન અમેરિકન ડોલર જેટલી રકમ ફ્રીઝ કરી દીધી છે. જેમાંથી કેટલીક એવી બેન્ક છે જેમણે પૈસા ઉપાડવા ઉપર પણ બૅન(Banned) લગાવી દીધો છે.
જેથી ચીનમાં આવેલી આ બેન્કિંગ ક્રાઈસિસના કારણે ત્યાંના લોકો આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમજ લોકો એટલા ગુસ્સે ભરાયા છે કે આજે ચીનના રાજધાનીથી લઈને નાના શહેરો સુધી લોકો માટો મોટા પ્રદર્શન કરી રહ્યા છે. અને ધીમે ધીમે તેમના પ્રદર્શન વધારે ઉગ્ર બનતા જઈ રહ્યા છે. પરંતુ ચીની બેન્કો સામે પોલિસના મારપીટના દ્રશ્યોના વીડિયો સામે આવતા રહે છે. તેથી ચીનમાં તાનાશાહી સરકાર હોવા છતાં લોકો આંદોલન કરવા પર ઉતરી આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ ક્રાઈસિસ થવાનું એક મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે ત્યાંની કેટલીક બેન્કોએ ખાતા ધારકોની જમા રાશિને ન્યૂ ફોર્ચ્યુન ગ્રૂપના એક ફ્રોડ વ્યવસાયમાં લગાવી દીધા હતા. અને આ વ્યવસાયમાં લગાવેલા પૈસા બરબાદ થઈ ગયા. અને આ ન્યૂ ફોર્ચ્યુન ગ્રૂપ ફ્રોડ સાબિત થયું. અને તેની ધરપકડ કરવામાં આવી.
પરંતુ આ બેન્કોમાં જે ખાતા ધારકોના પૈસા હતા તે ખાતા ધારકો વ્યાજ સહિત પોતાના પૈસા પરત લેવા માગે છે. પરંતુ બેન્કો માટે હવે પરત કરવા માટે પૈસા જ નથી રહ્યા. જેના કારણે ચીનમાં હાલ બેન્કિંગ ક્રાઈસિસની સ્થિતિ ઉદ્દભવી છે. અને લોકો ખૂબ જ ગુસ્સે ભરાયેલા જોવા મળે છે.
Advertisement