Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્રિકેટ કેમ જેન્ટલમેન રમત કહેવાય છે, આ છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ

દુનિયામાં ઘણી રમતો રમાય છે પરંતુ ક્રિકેટને હંમેશા જેન્ટલમેનની રમત કહેવામાં આવે છે અને તે મેદાન પર પોતાની ક્રિકેટ રમવાની રીતોથી ખેલાડીઓએ ઘણી વખત સાબિત પણ કર્યું છે. જો કે ઘણી વખત ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને વિવાદ થયા છે, પરંતુ ક્રિકેટ ખેલાડીઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ ક્રિકેટને એક શાનદાર રમત બનાવવામાં ઉપયોગી છે. આવી જ એક ઘટના હાલમાં જ બધાની સામે આવી છે.     ખેલદિલીનું સૌથી મોટુ
07:01 AM Feb 16, 2022 IST | Vipul Pandya

દુનિયામાં ઘણી રમતો રમાય છે પરંતુ ક્રિકેટને હંમેશા
જેન્ટલમેનની રમત કહેવામાં આવે છે અને તે મેદાન પર પોતાની ક્રિકેટ રમવાની રીતોથી
ખેલાડીઓએ ઘણી વખત સાબિત પણ કર્યું છે. જો કે ઘણી વખત ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને
વિવાદ થયા છે
, પરંતુ
ક્રિકેટ ખેલાડીઓની સ્પોર્ટ્સમેન સ્પિરિટ ક્રિકેટને એક શાનદાર રમત બનાવવામાં ઉપયોગી
છે. આવી જ એક ઘટના હાલમાં જ બધાની સામે આવી છે.

 

 

ખેલદિલીનું સૌથી મોટું ઉદાહરણ આયર્લેન્ડ-નેપાળ (IRE vs NEP) ની મેચ દરમિયાન જોવા મળ્યું હતુ, જે ઓમાનમાં ચાલી રહેલી ચાર દેશો વચ્ચેની T20 સીરિઝની આંતરરાષ્ટ્રીય મેચ છે. નેપાળનાં વિકેટકીપર આસિફ
શેખે ખેલદિલીનું શાનદાર ઉદાહરણ સૌની સામે રજૂ કર્યું છે. જણાવી દઇએ કે
, આયર્લેન્ડની ઇનિંગની 19મી
ઓવરમાં બેટ્સમેન માર્ક એડેરે સિંગલ રન લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બીજા છેડે
ઊભેલો એન્ડી મેકબ્રાઈન બોલર સાથે અથડાઈને વચ્ચેની પીચ પર પડી ગયો હતો. જે બાદ
બોલરે ઝડપથી બોલ લઇને વિકેટકીપરનાં છેડે ફેંકી દીધો હતો પરંતુ એન્ડી મેકબ્રાઈન
નેપાળનાં વિકેટકીપર આસિફ શેખનાં હાથે રનઆઉટ થયો ન હતો. જેનુ કારણ જોઇ સૌ કોઇ આ
જેન્ટલમેન રમતને સેલ્યુટ કરી રહ્યા છે. આ દરમિયાન વિકેટકીપર આસિફ શેખને લાગ્યું
હતું કે, આ રીતે આઉટ કરવુ રમતની ભાવનાની વિરુદ્ધ હશે. તેથી તેણે રન આઉટ થવાની તક
જતી કરી હતી અને સૌ કોઇનું દિલ જીતી લીધુ હતુ.

 

 

નેપાળનાં વિકેટકીપર આસિફ શેખનાં આ ખેલ ભાવનાની સોશિયલ
મીડિયામાં સમગ્ર ક્રિકેટ જગતથી લઈને ક્રિકેટ ચાહકો દ્વારા વખાણ થઈ રહ્યા છે.
ક્રિકેટનાં નિયમો બનાવતી ક્લબ માર્લેબોન ક્રિકેટ ક્લબે પણ તેનો આ વીડિયો શેર કરતા
મોટી વાત કહી છે.
MCC
આ સંદર્ભમાં લખ્યું છે કે
, 'આસિફ
શેખ અને નેપાળ દ્વારા ક્રિકેટની શાનદાર ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે
'. જો કે નેપાળ આ મેચ આયરલેન્ડ સામે 11 રને હારી ગયું હતું પરંતુ દિલ નેપાળનાં ખેલાડી આસિફ શેખે
તમામ જીત મેળવી છે. નેપાળ તરફથી બેટિંગમાં આસિફ શેખે (
23 રન) યોગદાન આપ્યું હતું પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો
નહોતો.

Tags :
AasifSheikhCricketGentleman'sGameGujaratFirstIREvsNEPRunOutSportsWicketKeeper
Next Article