Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહુચરાજીનો આ નાનકડો જીવદયા પ્રેમી સલુનધારક કંઇક આ રીતે કરે છે નવા વર્ષની ઉજવણી

આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ આ દિવસે  લોકો અલગ અલગ રીતે ઉજવણી કરતા જોવા મળે છે  એમાં પણ ખાસ કરી ને આજના સમયમાં  મોડી રાત્રી સુધી ડાન્સ પાર્ટીઓ યોજીને તેમજ શરાબની મહેફિલ માણીને આ દિવસની ઉજવણી કરવાનું ચલણ વધ્યું છે..ત્યારે મહેસાણાના બહુચરાજીના નાના એક સલુનધારક બે વ્યક્તિઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખી રીતે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી આ રીતે જીવદયાનુà
12:11 PM Dec 31, 2022 IST | Vipul Pandya
આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ આ દિવસે  લોકો અલગ અલગ રીતે ઉજવણી કરતા જોવા મળે છે  એમાં પણ ખાસ કરી ને આજના સમયમાં  મોડી રાત્રી સુધી ડાન્સ પાર્ટીઓ યોજીને તેમજ શરાબની મહેફિલ માણીને આ દિવસની ઉજવણી કરવાનું ચલણ વધ્યું છે..ત્યારે મહેસાણાના બહુચરાજીના નાના એક સલુનધારક બે વ્યક્તિઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખી રીતે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. 
છેલ્લા આઠ વર્ષથી આ રીતે જીવદયાનું કામ કરે છે 
બહુચરાજીના નાના એવા હેર સ્ટાઇલ નામથી ચાલતા સલુન  ચલાવતા 2 મિત્રો દિનેશ પારેખ અને શૈલેષ વાળંદ  છેલ્લા 8 વર્ષ થી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી ના રોજ  પોતાના સલુનમાંથી જે કઈ પણ આવક આવે તે તમામ આવક એ મૂંગા અને અબોલ જીવો માટે ખર્ચે કરે છે.આ રીતે પોતાની દરિયાદીલી થકી આજે એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડે છે. દાન કરવું એ એક સ્વાભાવિક રીત છે પણ એમાંય એક નાનો વ્યક્તિ કે જે આ બે દિવસ ની પોતાની દુકાન ની તમામ આવક દાન માં આપી દેવી એ ખૂબબજ મોટી વાત છે. નાના વહેપારી અને એમાંય એક નાનું એવું સલુન ચલાવતા આ બે મિત્રોએ પોતાની આ દરિયાદીલી થી બહુચરાજી પંથકમાં બધા નું દિલ જીતી લીધું છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે જાહેરાત 
31 ડીસેમ્બર તેમજ 1 જાન્યુઆરી દરમિયાન વધુને વધું લોકો પોતાના સલુનમાં આવે તે માટે  તેઓ સોશિયલ મીડિયાના માધ્યમ થી જાહેરાત કરે છે અને આવક એકત્રિત કરે છે અને પોતે અને પોતાના ગ્રાહકોને આ દાનમાં ભાગીદાર બનાવી પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે. નાના માણસ પોતાની રોજે રોજ ની કમાણી ઉપર પોતાના ઘર નો નિર્વાહ કરતો હોય છે ત્યારે આ બે યુવાનો અબોલ જીવો માટે આગળ આવી પુણ્ય નું કામ કરી રહ્યા છે.
હાલ માં પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરી રહેલા યુવાનો આર્થિક તેમજ શારીરિક બરબાદીમાં વળી રહ્યા છે ત્યારે બહુચરાજીમાં નાનું એવુ સલુન ચલાવતા બે યુવકોએ અન્ય વેપારીઓ તેમજ યુવાનો માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
આ પણ વાંચોઃ અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું, દારૂ પાર્ટી કરનારાઓને પોલીસની ચેતવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BahucharajibarbercelebratesGujaratFirstNewYearsalonowner
Next Article