Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા ક્રિકેટર વિનોદ કાંબલીને આ ઉધોગપતિએ આપી એક લાખની નોકરીની ઓફર

ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેની પાસે કામ નથી અને તેની પાસે પૈસા નથી. આ સમયે તેમનો એકમાત્ર આધાર બીસીસીઆઈ તરફથી તેમને મળતું પેન્શન છે, જે વધારે નથી. આવી સ્થિતિમાં તેમના માટે 50 વર્ષની ઉંમરે પરિવાર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. 2019 માં, તેમણે T20 મુંબઈ લીગમાં તેની
આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા ક્રિકેટર વિનોદ કાંબલીને આ ઉધોગપતિએ આપી એક લાખની નોકરીની ઓફર

ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેની પાસે કામ નથી અને તેની પાસે પૈસા નથી. આ સમયે તેમનો એકમાત્ર આધાર બીસીસીઆઈ તરફથી તેમને મળતું પેન્શન છે, જે વધારે નથી. આવી સ્થિતિમાં તેમના માટે 50 વર્ષની ઉંમરે પરિવાર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. 2019 માં, તેમણે T20 મુંબઈ લીગમાં તેની છેલ્લી કોચિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં મુંબઈના સંદીપ થોરાટ નામના ઉદ્યોગપતિએ મદદનો હાથ લંબાવ્યો છે.

Advertisement

ઉધોગપતિ સંદીપ થોરાટે વિનોદ કાંબલીને મહિને એક લાખ રૂપિયાના પગારે નોકરીની ઓફર આપી છે. તેમને મુંબઈની સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીયલ ગ્રુપની ફાઈનાન્સ કંપનીમાં નોકરીની ઓફર કરવામાં આવી છે. વિનોદ કાંબલીએ 2019 ના કોચિંગ અસાઇનમેન્ટ પછી કોરોના સમયગાળા દરમિયાન કોઈ કામ કર્યું ન હતું. આવી સ્થિતિમાં વિનોદ કાંબલી આ નવી જોબ ઓફર સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે.

Advertisement

નોકરીની ઓફર આપતા ઉદ્યોગપતિ સંદીપ થોરાટે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં એક કરતાં વધુ સારા લોકો છે. પરંતુ શા માટે તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટને ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. આજે તેઓ એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે કે તેઓ પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આ આપણા બધાની નિષ્ફળતા છે

Advertisement

Tags :
Advertisement

.