Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડનો આ 'હીરો નંબર 1' ત્રણેય ખાનને આપતો હતો ટક્કર

બોલિવૂડ (Bollywood)ના 'હીરો નંબર 1' અને તેના અદભૂત કોમિક ટાઈમિંગ માટે પ્રખ્યાત ગોવિંદા (Govinda) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગોવિંદા ઇન્ડસ્ટ્રીનો એક એવો એક્ટર છે, જેને મોટા પડદા પર જોઈને ફેન્સ હસવા માટે મજબૂર થઈ ગયા હતા. 90ના દાયકામાં જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાયો ત્યારે લોકો ખૂબ હસતા હતા. આજે પણ કોમિક ટાઈમિંગની બાબતમાં તેની કોઈ ટક્કર આપી શકે તેમ નથી. તે સમયગાળામાં, તેણે બોલિવૂડના ત્રણેય à
બોલિવૂડનો આ  હીરો નંબર 1  ત્રણેય ખાનને આપતો હતો ટક્કર
બોલિવૂડ (Bollywood)ના 'હીરો નંબર 1' અને તેના અદભૂત કોમિક ટાઈમિંગ માટે પ્રખ્યાત ગોવિંદા (Govinda) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગોવિંદા ઇન્ડસ્ટ્રીનો એક એવો એક્ટર છે, જેને મોટા પડદા પર જોઈને ફેન્સ હસવા માટે મજબૂર થઈ ગયા હતા. 90ના દાયકામાં જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાયો ત્યારે લોકો ખૂબ હસતા હતા. આજે પણ કોમિક ટાઈમિંગની બાબતમાં તેની કોઈ ટક્કર આપી શકે તેમ નથી. તે સમયગાળામાં, તેણે બોલિવૂડના ત્રણેય ખાનોને એકલા હાથે ટક્કર આપી હતી. તો ચાલો આજે જાણીએ અભિનેતાના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો...
'ઇલજામ' થી મોટા પડદા પર ડેબ્યૂ
ગોવિંદાના અંગત જીવનની વાત કરીએ તો તેના પિતા અરુણ કુમાર આહુજા પણ તેમના જમાનાના પ્રખ્યાત કલાકાર હતા. તેમણે 30-40 ફિલ્મોમાં પણ કામ કર્યું. તે જ સમયે, તેમની માતા નિર્મલા દેવી શાસ્ત્રીય ગાયિકા હતી, જે ફિલ્મોમાં ગાતી હતી. 21 ડિસેમ્બર, 1963ના રોજ મુંબઈમાં જન્મેલા ગોવિંદાએ કોમર્સમાં સ્નાતક થયા બાદ ઘણી જગ્યાએ કામ કર્યું. 80ના દાયકામાં તેમને એલ્વિન નામની કંપનીની જાહેરાત મળી અને તેમનું નસીબ ચમક્યું. આ પછી, 1986 માં, તેમણે 'ઇલજામ' થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું અને પહેલી જ ફિલ્મથી તેઓ ફેમસ થઈ ગયા.
 22 વર્ષની ઉંમર સુધીમાં 50 ફિલ્મો સાઈન કરી
ગોવિંદા એ ઇન્ડસ્ટ્રીનો એક્ટર છે, જેની ફિલ્મને તે ટચ કરતા હતા તે બ્લોકબસ્ટર સાબિત થઈ જતી હતી. ગોવિંદા તે સમયે તે કામ કરતો હતો જે ત્રણ ખાન (સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન) પણ કરી શક્યા ન હતા. ગોવિંદાએ 22 વર્ષની ઉંમરે તે સ્થાન હાંસલ કર્યું હતું જે ભાગ્યે જ કોઈએ હાંસલ કર્યું હશે. ગોવિંદા એ તેમણે 22 વર્ષની ઉંમર સુધીમાં 50 ફિલ્મો સાઈન કરી લીધી હતી. પોતાના કરિયરમાં તેમણે 165 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
અનેક બ્લોકબ્લસ્ટર ફિલ્મો આપી
લોકોને ગોવિંદાની ફિલ્મો એટલી ગમતી કે તેને જોવા માટે થિયેટરની બહાર લાઈનો લાગતી. તે સમયે, થિયેટરમાં જોરદાર ભીડ જોઈને જ લોકો જાણતા હતા કે તેમની ફિલ્મ શરૂ થઈ ગઈ છે. 'રાજા બાબુ', 'શોલા ઔર શબનમ', 'કુલી નંબર 1', 'દીવાના મસ્તાના', 'બડે મિયા છોટે મિયા', 'હીરો નંબર 1', 'હસીના માન જાયેગી', 'સાજન ચલે સસુરાલ', ' દુલ્હે રાજા' એવી કેટલીક ફિલ્મો છે, જે સુપરહિટ સાબિત થઈ છે. બીજી તરફ, અભિનેતાના લગ્ન જીવન વિશે વાત કરીએ તો, તેમણે 1987 માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે, ટીના આહુજા અને યશવર્ધન આહુજા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.