Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એન્જિનિયરિંગ છોડ્યા પછી વર્ષો સુધી આ હીરોએ રીજેક્શન સહન કર્યું

બોલિવૂડનો જાણીતો અભિનેતા વિકી કૌશલ આજે કોઈ ઓળખનો મોહતાજ નથી. પરંતુ શું તમે જાણો છો કે આ અભિનેતાને પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંધર્ષ કરવો પડ્યો છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને આજે પણ લોકો તેની એક્ટિંગના દિવાના છે. વિકી કૌશલની ડેબ્યૂ ફિલ્મથી જ લોકો તેને પસંદ કરવા લાગ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને અભિનયની દુનિયામાં પ્રવેશ àª
એન્જિનિયરિંગ છોડ્યા પછી વર્ષો સુધી આ હીરોએ રીજેક્શન સહન કર્યું
બોલિવૂડનો જાણીતો અભિનેતા વિકી કૌશલ આજે કોઈ ઓળખનો મોહતાજ નથી. પરંતુ શું તમે જાણો છો કે આ અભિનેતાને પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંધર્ષ કરવો પડ્યો છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને આજે પણ લોકો તેની એક્ટિંગના દિવાના છે. વિકી કૌશલની ડેબ્યૂ ફિલ્મથી જ લોકો તેને પસંદ કરવા લાગ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે પછી તેને એક ઝાટકે સફળતા મશી ન હતી. વિકી ઘણા વર્ષો સુધી ફિલ્મોમાં રિજેક્ટ થતો રહ્યો. તો આજે અભિનેતાના જન્મદિવસના ખાસ દિવસે અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું. આજે બોલિવુડની સૌથી સુંદર જોડીઓમાં એક એવી વીકી-કેટરિનાના ફેન્સ ફોલોઅર્સની સંખ્યા ઓછી નથી.


પિતા ઇચ્છતા ન હતા કે વિકી ફિલ્મોમાં દેખાય
વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે અને તેમણે ઘણી ફિલ્મોમાં સ્ટન્ટમેન તરીકે કામ કર્યું હતું. જોકે વિકી કૌશલનો જન્મ એક ચાલીમાં થયો હતો અને તેના પિતા ફિલ્મોમાં કામ કરીને માંડ માંડ પરિવારનું  ગુજરાન ચલાવતા હતા. શ્યામ કૌશલ નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર વિકી ફિલ્મોમાં કામ કરે. તે વિકીનો અભ્યાસ પૂરો કરવા માંગતા હતા અને તેને ફિલ્મોથી દૂર રાખવા માંગતા હતાં.

એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ લીધો
વિકી કૌશલે તેના પિતાના દબાણને વશ થઇ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ તેને તે સહેજ પણ પસંદ ન હતું. વિકીને એક વખત એક IT કંપનીમાં  વિઝિટ માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યાં જ તેણે નક્કી કર્યું કે તે આ ક્ષેત્રમાં કામ નહીં કરી શકે, અને તેને એક્ટીંગમાંં જવા મન બનાવી દીધું. ત્યાર બાદ તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. જો કે  સફળતા સુધી પહોંચતા પહેલાં ઘણી વખત રીજેક્ટ પણ થયો હતો.

વિકી કૌશલ આ ફિલ્મોનો ભાગ હશે
વિકી કૌશલના ખાતામાં મોટા નિર્માતા અને દિગ્દર્શકોની ફિલ્મો છે (વિકી કૌશલ અપકમિંગ મૂવીઝ). તે ટૂંક સમયમાં શશાંક ખેતાનની ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળશે. આ ફિલ્મ જૂન 2022માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. વિકી કૌશલ મેઘના ગુલઝારની સેમ બહાદુરમાં પણ જોવા મળશે. વિકી કૌશલ પણ ઉરી ફેમ ડિરેક્ટર આદિત્ય ધરની નવી ફિલ્મ ધ ઈમોર્ટલ અશ્વથામામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ સિવાય વિકી પાસે નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સામે સારા અલી ખાન જોવા મળશે. કરણ જોહરની ફિલ્મ તખ્ત ઘણા મહિનાઓથી અટવાયેલી છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં વિકી પણ જોવા મળશે.
વિકી કૌશલના પિતા શ્યામ કૌશલે એકવાર કહ્યું હતું કે વીકીએ ઘણો સંઘર્ષ કર્યો છે. વિકી 5 વર્ષથી દરરોજ ઓડિશન માટે જતો હતો અને દરરોજ રીજેક્ટ થતો હતો. વિકી કૌશલે ફિલ્મોમાં આવતા પહેલા જ પોતાનું રૂટિન ફિક્સ કરી લીધું હતું અને તે દરરોજ ઓડિશન આપતો હતો. મસાન ફિલ્મ મળતાં પહેલાં વિકીને ઘણા રીજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. 

ગેંગ્સ ઓફ વાસેપુરમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું  
વિકી કૌશલે ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મ મસાનમાં લીડ એક્ટર તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેણે ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક, મનમર્ઝિયાં, સરદાર ઉધમ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.  સાથે જ બોલિવૂડ એક્ટર વિકી કૌશલ ટૂંક સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. આ યાદીમાં સામ બહાદુર, ગોવિંદા નામ મેરા અને ધ ઈમોર્ટલ અશ્વથામા જેવી ફિલ્મોના નામ સામેલ છે.

વિકી કૌશલની નેટવર્થ
વિકી કૌશલની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીના સફળ કલાકારોમાં થાય છે. તેણે બોલિવુડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કરીને બધાંને ચોંકાવી દીધા હતાં.  વિકી એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 22 કરોડની આસપાસ છે. તે જ સમયે, કેટરિનાની વાર્ષિક નેટવર્થ લગભગ 220 કરોડ છે. આ રીતે બોલિવૂડના ફેવરિટ કપલ વિકી અને કેટરીનાની કુલ નેટવર્થ 242 કરોડની આસપાસ થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.