આ છોકરી મોબાઈલથી LIVE કરી રહી હતી, ત્યારે જ ઉપરથી પસાર થઈ મિસાઈલ પછી...
યુવતી મોબાઈલથી LIVE કરી રહી હતી, ત્યારે જ ઉપરથી પસાર થઈ ગઈ મિસાઈલ, જુઓ કિવનો દર્દનાક વિડીયોયુક્રેન અને રશિયા વચ્ચે બધું સામાન્ય થવાને બદલે વધુ ખરાબ થઈ રહ્યું છે. કિવમાં રશિયન સૈનિકોના હુમલાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો હૃદયને હચમચાવી નાખે એવો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે યુવતી આ વિડીયો શૂટ કરી રહી છે ત્યારે જ એક મિસાઈલ તેની નજીક આવીને પડી છે.આટલા લાંબા યુદ્ધ બાદ યુક્àª
યુવતી મોબાઈલથી LIVE કરી રહી હતી, ત્યારે જ ઉપરથી પસાર થઈ ગઈ મિસાઈલ, જુઓ કિવનો દર્દનાક વિડીયો
યુક્રેન અને રશિયા વચ્ચે બધું સામાન્ય થવાને બદલે વધુ ખરાબ થઈ રહ્યું છે. કિવમાં રશિયન સૈનિકોના હુમલાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો હૃદયને હચમચાવી નાખે એવો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે યુવતી આ વિડીયો શૂટ કરી રહી છે ત્યારે જ એક મિસાઈલ તેની નજીક આવીને પડી છે.
આટલા લાંબા યુદ્ધ બાદ યુક્રેન અને રશિયા વચ્ચે બધું સામાન્ય થવાને બદલે વધુ ખરાબ થઈ રહ્યું છે. ક્રિમિયા બ્રિજ પર હુમલા બાદ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર જોરદાર હુમલો શરૂ કર્યો છે. તો સોમવારે યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા. સોમવારે સવારે રાજધાની કિવમાં બધું સામાન્ય હતું. લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા અને અચાનક ત્યાં વિસ્ફોટો શરૂ થયા. રશિયન હુમલામાં ઘણી ઇમારતો નાશ પામી હતી. અને યુદ્ધની સાયરન વાગવા લાગી.
Advertisement
કિવમાં રશિયન સૈનિકોના હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે. વિડિયો હૃદયને હચમચાવી નાખે એવો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે યુવતી આ વીડિયો શૂટ કરી રહી છે ત્યારે જ એક મિસાઈલ તેની નજીક આવીને પડી છે. જોરથી ધડાકાનો અવાજ આવે છે. છોકરી કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે તે જોરથી ધડાકાને કારણે ડરી જાય છે. પછી લાંબા સમય સુધી મૌન પ્રસરી જાય છે.
વાસ્તવમાં, ગયા શનિવારે ક્રિમિયા બ્રિજ પર હુમલો થયો હતો. તેમાં પુલ ધરાશાયી થયો હતો. રશિયા આ પુલ પરથી યુક્રેનના દક્ષિણ ભાગમાં પોતાની સેના માટે શસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓની સપ્લાય કરે છે. રશિયાએ આ પુલ પર થયેલા હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવતા તેને આતંકવાદી ઘટના ગણાવી છે.
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ભારે બોમ્બમારો કર્યો છે. યુક્રેનના જણાવ્યા પ્રમાણે રશિયાએ 24 કલાકમાં 75 મિસાઈલો છોડી છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ યુક્રેનની સેનાએ રશિયા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં રશિયાને ક્રિમિયા સાથે જોડતા વિશાળ પુલ પર હુમલો કર્યો હતો.
Advertisement