Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ બાળકી તો સૂર્યકુમાર યાદવના અંદાજમાં ફટકારે છે ચોક્કા-છક્કા, જુઓ Video

ટીમ ઈન્ડિયા જ્યારે સંકટમાં હોય છે ત્યારે ટીમનો એક ખેલાડી પોતાના એક ખાસ અંદાજમાં મેદાનમાં આવી ચોક્કા અને છક્કા ફટકારે છે. આ ખેલાડીનું નામ સૂર્યકુમાર યાદવ છે. તે પિચની પાછળ શોર્ટ્સ રમવા માટે વધુ જાણીતો છે. હવે આ પ્રકારના શોર્ટ્સ લગાવતી એક બાળકીનો વીડિયો સામે આવી રહ્યો છે. બાળકી એક ગામમાં ખેતરની પાસે રમતી જોવા મળે છે. જેમા તે બેટ વડે સૂર્યકુમાર યાદવના અંદાજમાં શોર્ટ્સ રમતી જોઇ શકાય
આ બાળકી તો સૂર્યકુમાર યાદવના અંદાજમાં ફટકારે છે ચોક્કા છક્કા  જુઓ video
ટીમ ઈન્ડિયા જ્યારે સંકટમાં હોય છે ત્યારે ટીમનો એક ખેલાડી પોતાના એક ખાસ અંદાજમાં મેદાનમાં આવી ચોક્કા અને છક્કા ફટકારે છે. આ ખેલાડીનું નામ સૂર્યકુમાર યાદવ છે. તે પિચની પાછળ શોર્ટ્સ રમવા માટે વધુ જાણીતો છે. હવે આ પ્રકારના શોર્ટ્સ લગાવતી એક બાળકીનો વીડિયો સામે આવી રહ્યો છે. બાળકી એક ગામમાં ખેતરની પાસે રમતી જોવા મળે છે. જેમા તે બેટ વડે સૂર્યકુમાર યાદવના અંદાજમાં શોર્ટ્સ રમતી જોઇ શકાય છે. તે મેદાનની આગળ અને પાછળ શાનદાર શોર્ટ્સ રમી ચોક્કા-છક્કા ફટકારતી જોઇ શકાય છે. 
રાજસ્થાનના શેરપુરા કાનાસર ગામની યુવતીનો વીડિયો વાયરલ થયો
આજના દિવસોમાં લોકોનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ખૂબ જ વધી ગયો છે. જેના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થવુ બહુ નાની વાત બની ગઈ છે. બાડમેરનો આવો જ એક વીડિયો જે રાતોરાત વાયરલ થયો છે, જેમા એક નાનકડા ગામની છોકરી એક અનુભવી ખેલાડી તરફ ક્રિકેટ રમી રહી છે અને મોટા શોટ પણ મારી રહી છે. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરી બાડમેરના નાના ગામ શેરપુરાની રહેવાસી છે. આ છોકરી જ્યારે મહિલા IPL 2023ની હરાજી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે રણની ધરતી પર મોટા શોટ રમીને સાબિત કર્યું છે કે અમે પણ આવું જ કરી શકીએ છીએ. 
છોકરીની સૂર્યકુમાર યાદવ સાથે થઇ રહી છે સરખામણી
આપને જણાવી દઇએ કે, હવે ભારતમાં મહિલા IPL પણ રમાશે. આ માટે સોમવારે ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. સ્મૃતિ મંધાના રૂ. 3 કરોડ 40 લાખ સાથે હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી બની હતી. આપણા દેશમાં હવે મહિલાઓ પણ ક્રિકેટમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન રાજસ્થાનની એક 14 વર્ષની છોકરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી આગળ વધીને ચોક્કા-છક્કાનો વરસાદ કરી રહી છે. ઘણા યુઝર્સ આ છોકરીને સૂર્યકુમાર યાદવ કહેવા લાગ્યા છે. વીડિયોમાં તે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યાની જેમ શોટ રમી રહી છે.
Advertisement

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, આ વીડિયો રાજસ્થાનનો જણાવવામાં આવી રહ્યો છે. આ દીકરી જે રીતે શોટ ફટકારી રહી છે, તેમાં તેની બેટિંગમાં સૂર્યકુમાર યાદવની ઝલક જોવા મળે છે. આવી પ્રતિભાને પ્રોત્સાહન આપવું જોઈએ અને સારી તાલીમ આપવી જોઈએ. @ashokgehlot51 જી, આ છોકરીની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ આપો, જેથી તે એક દિવસ દેશની જર્સી પહેરી શકે.
બાળકી 8માં ધોરણમાં કરે છે અભ્યાસ
વાયરલ થઇ રહેલા વીડિયોમાં યુવતી ક્રિકેટર સૂર્યકુમાર યાદવની જેમ તેના બેટથી ચોક્કા અને છક્કા અને 360 ડિગ્રી શોટ મારતી જોવા મળે છે. યુવતી બાડમેર જિલ્લાના શિવ શેરપુરા કનાસર ગામની રહેવાસી છે. અત્યંત ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતી આ બાળકીનું નામ મુમલ મેહર છે, જે 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે મુમલ બકરીઓ પણ ચરાવે છે. વાયરલ વીડિયોમાં ગામના કેટલાક બાળકો રેતાળ મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળે છે. આમાંની એક છોકરી, સૂટ-સલવાર પહેરીને, ઉઘાડાપગે બેટિંગ કરી રહી છે, નિર્ભયપણે આગળ વધી રહી છે અને લાંબા શોટ રમી રહી છે. આ દીકરીનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ સૂર્યાને મિસ કરી રહ્યાં છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.