થાકને ચપટી વગાડતા જ દૂર કરવાનો ગુણ છે આ ફળમાં, પણ ચોમાસામાં ખાશો તો મળશે ડબલ ફાયદા
મોસમી ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે, એવું હંમેશાં ડૉક્ટર્સ અને એક્સપર્ટ કહેતા રહેતા હોય છે. દરેક ફળોના સેવનથી આપણને જુદા જુદા પ્રકારના ફાયદા મળતા રહે છે. ત્યારે ઉનાળામાં કેરીની સાથે એક એવું પણ ફળ આવે છે, જેના ઘણા ફાયદાઓ છે. ડિહાઇડ્રેશન અને થાકને ચપટીમાં દૂર કરી દેવાના ગુણ આ મીઠા અને નાનકડા ફળમાં છે. સાથે જ લો-કેલરી અને લો-ફેટ હોવાથી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.
ચોમાસામાં જોવા મળતી લીચીમાં અનેક ગુણો રહેલાં છે. જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે રોજ એક લીચી ખાવી જોઇએ, કારણ કે લીચીમાં પોટેશિયમ રહેલું છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર જો કાબૂમાં રહે તો હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લીચી ઉનાળામાં ખાઈ લેવાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. ચાસો જણાવીએ લીચી ખાવાના ફાયદા
લીચી ખાવાના ફાયદા
- લીચીમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ઉત્તમ હોય છે. જે ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવે છે.
- લીચીમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે. તેથી તેને ખાવાને લીધે નબળા પાચનતંત્રમાં સુધારો આવે છે.
- ચોમાસામાં ઈન્ફેક્શન, ફંગલ, એલર્જી અને પેટની સમસ્યાઓ વધી જાય છે. જેમાં લીચીનું સેવન ખૂબ જ લાભકારક સાબિત થાય છે.
- વજન ઘટાડવામાં લીચી મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જેમને વજન ઘટાડવું હોય એમણે નિયમિતપણે લીચી ખાવી જોઇએ.
- ઋતુમાં બદલાવને કારણે થતી શરદી, ખાંસી, તાવ અને ગળામાં દુખાવા જેવી તકલીફમાં લીચી ખાઈ શકાય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે.
- લીચીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. ડિહાઇડ્રેશનને કારણે જો લોહીમાં મિનરલ્સનું પ્રમાણ ઘટી ગયું હોય તો લીચી ખાવાથી ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે. બોડીમાં ફ્લુઇડનું સંતુલન જાળવી યુરિન વાટે કચરો દૂર કરી લોહીનું શુદ્ધીકરણ પણ કરે છે.
- જો ચોમાસાની સિઝનમાં લીચી ખાઈ લેવામાં આવે તો શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. તેનું સેવન કરવાથી તે કેન્સર સેલ્સ અને ટ્યૂમરને બનતા રોકે છે.
- લીચીમાં વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સની સાથે ફાયબર પણ હોય છે. લીચી આપણા શરીરમાં એન્ટી બોડી અને ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ કરવામાં મદદ કરે છે.
- લીચીમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ મળતું હોવાથી નબળાં હાડકાં હોય એવી વ્યક્તિઓ જો એ ખાય તો એનાથી બોન ડેન્સિટી વધી શકે છે. એમાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું કેમિકલ શરીરના વિકાસની પ્રક્રિયા માટે ખૂબ જ આવશ્યક ગણાય છે.
- જે લોકોને દમની તકલીફ હોય અથવા તો આર્થારાઇટિસ હોય તેવા દર્દીઓ જો નિયમિત પણે લીચી ખાય તો તેમને ફાયદો થાય છે.