બહુ જ ચમત્કારી છે હનુમાન ચાલીસાના આ દોહા, પાસે ફરકી પણ નથી શકતું કોઇ સંકટ, હનુમાનજી કરે છે રક્ષા
મંગળવાર હનુમાનજીને સમર્પિત છે, આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તો બજરંગબલીના આશીર્વાદ મેળવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી કળિયુગના એવા દેવતા છે, જે પૃથ્વી પર બિરાજમાન છે અને સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભàª
મંગળવાર હનુમાનજીને સમર્પિત છે, આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તો બજરંગબલીના આશીર્વાદ મેળવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી કળિયુગના એવા દેવતા છે, જે પૃથ્વી પર બિરાજમાન છે અને સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના દુ:ખ દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસામાં કેટલાક એવા દોહા છે, જેનો જાપ કરવાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.એવું માનવામાં આવે છે કે માત્ર આ દોહાના જાપ કરવાથી બજરંગબલી ભક્તોની રક્ષા કરે છે. આવો જાણીએ હનુમાન ચાલીસાના દોહા અને તેના અર્થ વિશે.
હનુમાન ચાલીસાના દોહા
बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार।
बल-बुद्धि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।।
અર્થ- આ દોહામાં કહેવામાં આવ્યું છે કે હે હે પવનકુમાર! તમે જાણો જ છો કે મારું શરીર અને મન નબળું છે. મને શારીરિક શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન આપો અને મારા દુ:ખો અને દોષોનો નાશ કરો.
આ દોહાનો જાપ કરવાથી લાભઃ- એવું માનવામાં આવે છે કે આ સૂત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો તમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો આ સૂત્રનો જાપ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે, અને તમને સફળતા મળે છે. હનુમાનજીની મૂર્તિની સામે નિયમિત ઉભા રહીને તેનો જાપ કરવાથી લાભ થાય છે. જો નિયમિત રીતે શક્ય ન હોય તો મંગળવાર અને શનિવારે ઓછામાં ઓછા 108 વાર આ સૂત્રનો જાપ કરો. તુલસીની માળા સાથે તેનો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावे।
અર્થ અને લાભઃ- આ સૂત્રનો અર્થ એ છે કે હે બજરંગબલી તમારું નામ યાદ કરવાથી ભૂત-પિશાચ ભાગી જાય છે. આટલું જ નહીં, દુષ્ટ શક્તિઓ નજીક ફરકી પણ શકતી નથી . એવું માનવામાં આવે છે કે આ સૂત્રનો નિયમિત જાપ કરવાથી નકારાત્મક ઉર્જા તમારી નજીક નથી આવતી. જો કોઈ વ્યક્તિને રાત્રે ડર લાગતો હોય તો સૂતા પહેલા હનુમાન ચાલીસાના આ દોહાનો જાપ કરવો જોઈએ. જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે.
नासे रोग हरे सब पीड़ा,
जपत निरंतर हनुमत वीरा!!
દોહાનો અર્થ અને લાભ- તેનો અર્થ છે કે હે હનુમાનજી તમારા નામનો જાપ કરવાથી તમામ રોગો અને દોષો દૂર થાય છે અને વ્યક્તિના તમામ દુઃખો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મંગળવાર અને શનિવારે આ દોહાનો જાપ કરવાથી વ્યક્તિના તમામ રોગ અને કષ્ટ દૂર થઈ જાય છે. સાથેજ માનસિક તણાવથી છુટકારો મળે છે.
संकट तें हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै॥
દોહાનો અર્થ અને લાભ- આનો અર્થ છે કે જે વ્યક્તિ મન , કર્મ અને વચનથી હનુમાનજીનું સ્મરણ કરે છે, તેને હનુમાનજી દરેક સંકટમાંથી મુક્તિ અપાવે છે. એવું માનવામાં આવે છે કે દર મંગળવાર અને શનિવારે આ સૂત્રનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. બીજી તરફ શનિવારે આ સૂત્રનો જાપ કરવાથી શનિ દોષથી રાહત મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement