Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારીથી ત્રાહિમામ થયેલા યુવકે વડાપ્રધાનને પત્ર લખી કરી આ માગણી

ભારત દેશમા ગેસના બાટલાનો ભાવ 350 રૂપિયા હતો જે હાલ 1050 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે.  પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેનો ભાવ હાલ 105 રૂપિયાએ પહોંચ્યો છે. સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે અને મોંઘવારીએ માઝા મૂકી છે. ગરીબ પરિવાર હેરાન પરેશાન થઈ ચૂક્યો છે. દિવસેને દિવસે દરેક ચીજ વસ્તુઓનો ભાવ વધતો જાય છે. પરિવારનું ગુજરાન ચલાવવું આકરું થઇ ચૂક્યું છે ત્યારે ધોરાજીના યુવાને પેટ્રોલ અને ગેસનો à
મોંઘવારીથી ત્રાહિમામ થયેલા યુવકે વડાપ્રધાનને પત્ર લખી કરી આ માગણી
ભારત દેશમા ગેસના બાટલાનો ભાવ 350 રૂપિયા હતો જે હાલ 1050 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે.  પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેનો ભાવ હાલ 105 રૂપિયાએ પહોંચ્યો છે. સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે અને મોંઘવારીએ માઝા મૂકી છે. ગરીબ પરિવાર હેરાન પરેશાન થઈ ચૂક્યો છે. દિવસેને દિવસે દરેક ચીજ વસ્તુઓનો ભાવ વધતો જાય છે. પરિવારનું ગુજરાન ચલાવવું આકરું થઇ ચૂક્યું છે ત્યારે ધોરાજીના યુવાને પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવા વડાપ્રધાનને રજૂઆત કરી છે. 
ધોરાજીના ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારમાંથી આવતા સંકેત મકવાણા નામના યુવાને અન્ય યુવાનોને સાથે રાખી પેટ્રોલ પંપ, ગેસ સિલિન્ડર વેચતા એજન્સી, બેન્ક તેમજ પ્રાંત કચેરીએ અને ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિતભાઈ વસોયાને લેખિતમાં રજૂઆત કરી કે પેટ્રોલ તથા ડીઝલ સરળ હપ્તેથી આપો.
શું લખ્યું છે આ પત્રમાં 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, દિવસેને દિવસે વધતી મોંઘવારીને કાબુમાં લો અને વધતા ભાવો અંકુશમાં લેવામાં આવે. હાલ પેટ્રોલ-ડીઝલ તથા ગેસ સિલિન્ડરના  તથા અન્ય વસ્તુઓ સરળ હપ્તેથી અપાય તેવી માગ કરવામાં આવી છે. આ તકે ધોરાજી ઉપલેટા વિસ્તાર ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વસોયા કહ્યું હતું કે, મધ્યમવર્ગ અને ગરીબ માણસો અત્યારે પોતાની વેદના વડાપ્રધાનને પત્ર લખી ઠાલવી રહ્યા છે. અમારી પાસે ગેસના બાટલાના રૂપિયા નથી. અમને હપ્તે આપે તેવી માગ કરવામાં આવી છે. દિવસેને દિવસે મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે સરકારે આ મોંઘવારીને હવે કાબુમાં લેવી જોઈએ. આ મોંઘવારીથી મધ્યમ વર્ગ ગરીબ વર્ગ પીસાઈ રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.