Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CSKના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, એક જ ઓવરમાં ફટકારી 7 સિક્સર

ક્રિકેટના ઈતિહાસ (History) માં આજ સુધી તમે એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાના રેકોર્ડ વિશે તો સાંભળ્યું જ હશે અને આવું કરનારાઓમાં યુવરાજ સિંહ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન હર્ષલ ગિબ્સનું નામ તો બધાને યાદ હશે. તાજેતરમાં ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) સમાચારમાં આવી ગયો છે જેણે એક જ ઓવરમાં 7 સિક્સર (7 Sixer) મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. જીહા, તેણે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમતા ઉત્તર પ્
cskના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ  એક જ ઓવરમાં ફટકારી 7 સિક્સર
ક્રિકેટના ઈતિહાસ (History) માં આજ સુધી તમે એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાના રેકોર્ડ વિશે તો સાંભળ્યું જ હશે અને આવું કરનારાઓમાં યુવરાજ સિંહ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન હર્ષલ ગિબ્સનું નામ તો બધાને યાદ હશે. તાજેતરમાં ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) સમાચારમાં આવી ગયો છે જેણે એક જ ઓવરમાં 7 સિક્સર (7 Sixer) મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. જીહા, તેણે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમતા ઉત્તર પ્રદેશ સામેની મેચમાં આ કારનામો કરી બતાવ્યો છે.
ઋતુરાજે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો
મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે સોમવારે વિજય હજારે (Vijay Hazare) ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુપી સામે 159 બોલમાં અણનમ 220 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. આટલું જ નહીં ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જણાવી દઈએ કે, ઋતુરાજ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમે છે.
Advertisement

એક જ ઓવરમાં બનાવ્યા કુલ 43 રન
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) આ દિવસોમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ઋતુરાજે આ ટૂર્નામેન્ટમાં છેલ્લી 8 ઇનિંગ્સમાં છ સદી ફટકારી છે. 25 વર્ષીય ઋતુરાજની લિસ્ટ-એ કેરિયરની આ 13મી સદી છે. લેફ્ટ આર્મ સ્પિનર ​​શિવા સિંહ ઇનિંગની 49મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે 5મો બોલ નો બોલ નાખ્યો. આના પર પણ ઋતુરાજે સિક્સર ફટકારી હતી. આ રીતે તેણે ઓવરમાં 7 સિક્સર અને નો બોલ સહિત કુલ 43 રન બનાવ્યા હતા. તે લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. ઋતુરાજની આ ઇનિંગના કારણે ટીમે યુપી સામે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 330 રનનો સારો સ્કોર બનાવ્યો છે.
આ ચમત્કાર કેવી રીતે થયો?
સોમવારે મહારાષ્ટ્ર અને યુપી વચ્ચે રમાયેલી મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી અને ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે થયું, કારણ કે એક ઓવરમાં માત્ર 6 બોલ હોય છે, તો જવાબ છે કે ગાયકવાડે જે ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી, તે ઓવરમાં એક નો બોલ હતો અને ઋતુરાજે  તે બોલ પર પણ સિક્સર ફટકારી હતી. આ રીતે આખી ઓવરમાં કુલ 43 રન આવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.