Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ક્રિકેટર પર સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, બોર્ડે કર્યો સસ્પેન્ડ

કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને (Sandeep Lamichhane) પર સગીર પર દુષ્કર્મ કરવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ સાથે જ સંદીપને નેપાળ ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ક્રિકેટર લામિછાને હાલમાં ત્રિનિદાદ અને ટોબેગોમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)નો ભાગ છે.નેપાળની એક કોર્ટે ગુરુવારે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને સામે કàª
04:47 AM Sep 09, 2022 IST | Vipul Pandya
કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને (Sandeep Lamichhane) પર સગીર પર દુષ્કર્મ કરવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ સાથે જ સંદીપને નેપાળ ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ક્રિકેટર લામિછાને હાલમાં ત્રિનિદાદ અને ટોબેગોમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)નો ભાગ છે.
નેપાળની એક કોર્ટે ગુરુવારે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને સામે કથિત દુષ્કર્મના કેસમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય સંદીપ લામિછાને પર 17 વર્ષની છોકરીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ધરપકડ વોરંટ જારી થયા બાદ નેપાળ ક્રિકેટ એસોસિએશન (CAN) એ લામિછાનેને રાષ્ટ્રીય ટીમમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. CAN એ આ અંગે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે.

નેપાળ ક્રિકેટ એસોસિએશનના કાર્યવાહક મહાસચિવ પ્રશાત બિક્રમ મલ્લાએ કહ્યું છે કે, તેમણે આ મામલે સંદીપ સાથે વાત કરી છે અને ICCના અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી છે. તેમણે કહ્યું, તે અમારો ખેલાડી છે. જો તેઓએ કોઈ ગુનો કર્યો હોય, તો અમે તેને છુપાવીશું નહીં કે તેમને બચાવવાનો પ્રયાસ કરીશું નહીં. નેપાળ ક્રિકેટ એસોસિએશન આ મામલામાં આ પક્ષ ધરાવે છે. જિલ્લા અદાલતે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યા બાદ CAGએ તેને રાષ્ટ્રીય ટીમમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની એક યુવતીએ સંદીપ લામિછાને પર કાઠમંડુની એક હોટલના રૂમમાં રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કિશોરીએ મંગળવારે ગૌશાળા મહાનગર પોલીસ સર્કલમાં FIR નોંધાવી હતી. એફઆઈઆરમાં આરોપ છે કે, 22 વર્ષીય લામિછાનેએ લગભગ ત્રણ અઠવાડિયા પહેલા એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લામિછાને ગયા વર્ષે નેપાળ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થયા હતા. તે નેપાળી ક્રિકેટનો પોસ્ટર બોય છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં, ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળ (CAN) એ કહ્યું કે, લામિછાનેએ આરોપોને નકારી કાઢ્યા અને નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો - આસિફ અલી અને ફરીદ અહેમદને ICCએ ફટકાર્યો એવો દંડ કે ક્યારે નહીં ભૂલી શકે
Tags :
CPLCricketGujaratFirstKathmanduDistrictCourtNepalNepalCricketTeamSandeepLamichhaneSports
Next Article