આ સસ્તી 7 સીટર કાર મારુતિ અલ્ટો અને વેગન Rને આપે છે માત ! લોકો તેને ખરીદવા કરી રહ્યા છે પડાપડી
મારુતિ સુઝુકી (Maruti Suzuki) ભારતની સૌથી મોટી કાર (Car)ઉત્પાદક કંપની છે. તે દર મહિને અને દર વર્ષે વધુમાં વધુ કાર વેચે છે. Alto અને WagonR જેવા મોડલ સામાન્ય રીતે મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર છે. પરંતુ, ડિસેમ્બર મહિનામાં અલ્ટો કે વેગનઆર બંનેએ સારો દેખાવ કર્યો ન હતો. આની સરખામણીમાં, મારુતિ સુઝુકી ઈકોનું વેચાણ પણ વધુ હતું, જે 5 સીટર અને 7 સીટર વિકલ્પોમાં આવે છે.મારુતિ ઈકો વેને ડિસેમ્બર 2021માં 9,165 યુનિટà«
મારુતિ સુઝુકી (Maruti Suzuki) ભારતની સૌથી મોટી કાર (Car)ઉત્પાદક કંપની છે. તે દર મહિને અને દર વર્ષે વધુમાં વધુ કાર વેચે છે. Alto અને WagonR જેવા મોડલ સામાન્ય રીતે મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર છે. પરંતુ, ડિસેમ્બર મહિનામાં અલ્ટો કે વેગનઆર બંનેએ સારો દેખાવ કર્યો ન હતો. આની સરખામણીમાં, મારુતિ સુઝુકી ઈકોનું વેચાણ પણ વધુ હતું, જે 5 સીટર અને 7 સીટર વિકલ્પોમાં આવે છે.
મારુતિ ઈકો વેને ડિસેમ્બર 2021માં 9,165 યુનિટ્સનું વેચાણ
મારુતિ ઈકો વેને ડિસેમ્બર 2021માં 9,165 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જેની સરખામણીએ તેનું વેચાણ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને ડિસેમ્બર 2022માં 10,581 યુનિટ્સ પર પહોંચ્યું હતું. તેના વેચાણમાં પણ મહિના દર મહિનાના આધારે સારો ઉછાળો જોવા મળ્યો છે, નવેમ્બર 2022માં તેણે 7,183 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે ડિસેમ્બર 2022માં વેચાણમાં 47 ટકા (10,581 યુનિટ્સ)નો વધારો થયો હતો. Eecoને 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેની કિંમત રૂ. 5.10 લાખથી શરૂ થાય છે અને રૂ. 8.13 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
Alto અને WagonR વેચાણમાં Eeco કરતાં પાછળ
વેચાણની દ્રષ્ટિએ, Alto અને WagonR એ Eeco કરતાં પાછળ છે. ડિસેમ્બર 2022માં મારુતિએ વેગનઆરના 10,181 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જ્યારે કંપનીએ ડિસેમ્બર 2021માં 19,728 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. નવેમ્બર 2022માં તેના 14,720 યુનિટ વેચાયા હતા. એટલે કે વાર્ષિક ધોરણે પણ તેનું વેચાણ ઘટ્યું છે અને મહિના દર મહિનાના આધારે વેચાણમાં પણ ઘટાડો થયો છે. તે જ સમયે, મારુતિએ ડિસેમ્બર 2022માં અલ્ટોના 8,648 યુનિટનું વેચાણ કર્યું છે જ્યારે નવેમ્બર 2022માં 15,663 યુનિટ્સનું વેચાણ થયું હતું. તમને જણાવી દઈએ કે WagonRની કિંમત રૂ. 5.44 લાખથી શરૂ થાય છે અને રૂ. 7.08 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે જ્યારે Altoની કિંમત રૂ. 3.39 લાખથી રૂ. 5.03 લાખ (એક્સ-શોરૂમ) છે. જો કે, તાજેતરમાં તેમની કિંમતોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement