Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘરે સેક્ન્ડ હેન્ડ સાઇકલ આવી તો ખુશીમાં નાચવા લાગ્યો આ છોકરો, જુઓ Video

સોશિયલ મીડિયા પર  આજકાલ લાખોમાં વિડીયો( Video)  વાયરલ  થતાં  હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી રહેતો નથી. આજકાલ  સોશિયલ મીડિયા પર  ઘણા  એવા વિડીયો વાયરલ  થતાં  હોય છે જે આપણા  દીલને  સ્પર્શી  જતાં  હોય છે તો ઘણા  એવા પણ વિડીયો છે જે જોઈને તમે હસવાનું  રોકી  શકશો નહીં.આજે ભલે લોકો માટે સેકન્ડ હેન્ડ વાહનો ખરીદવી નાની વાત હોય, પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેમના
09:25 AM Aug 08, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા પર  આજકાલ લાખોમાં વિડીયો( Video)  વાયરલ  થતાં  હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી રહેતો નથી. આજકાલ  સોશિયલ મીડિયા પર  ઘણા  એવા વિડીયો વાયરલ  થતાં  હોય છે જે આપણા  દીલને  સ્પર્શી  જતાં  હોય છે તો ઘણા  એવા પણ વિડીયો છે જે જોઈને તમે હસવાનું  રોકી  શકશો નહીં.
આજે ભલે લોકો માટે સેકન્ડ હેન્ડ વાહનો ખરીદવી નાની વાત હોય, પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેમના માટે જૂની વસ્તુઓ ખરીદવી એ મોટી વાત  હોય છે. જ્યારે ઘરમાં નવી વસ્તુઓ આવે છે ત્યારે હંમેશા ખુશીનો અનુભવ થાય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને જૂની વસ્તુઓ ખરીદીને ઉજવણી કરતા જોયા છે? જો નહીં, તો તમારે આ  વિડીયો પહેલા  જુઓ.

 આ વિડીયોમાં એક બાળક  ખૂબ  જ ખુશ  જોવા મળી રહ્યું છે. કારણ કે તેના પિતાએ સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી હતી. અત્યારે  આ વિડીયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે ઈન્ટરનેટ યુઝર્સની સાથે તમારું દિલ પણ જીતી લેશે. આ  વિડીયો IAS ઓફિસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યો હતો, જે આજે પણ વાયરલ  થઈ રહ્યો છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો.  વિડીયોમાં  જોઈ શકાય છે કે પિતા પોતાના માટે સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદે છે અને ઘરે લાવે છે. આ જોઈને તેનો દીકરો એટલો ખુશ થાય છે કે જાણે પિતાએ કોઈ મોંઘી કાર ખરીદી હોય.  દીકરાના  પિતા  સાયકલ ને હાર પહેરાવીને આવકારે છે અને તે તેની પૂજા કરતા પણ જોવામળે છે.બાપ-દીકરાના ચહેરા પરની ખુશી જોઈને તમારું હૈયું ગદગદિત થઈ જશે.
બંનેની ખુશી જોઈને એવું લાગે છે કે તેણે સેકન્ડ હેન્ડ સાઈકલ નહીં પણ મર્સિડીઝ કાર ખરીદી છે. આ વિડીયો  IAS ઓફિસર અવનીશ શરણે થોડા દિવસો પહેલા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ   વિડીયોને  અત્યાર સુધીમાં  10  લાખથી  વધુ  વખત  જોવામાં  આવ્યો  છે.
Tags :
FatherSonVideoGujaratFirstSecondHandBicycle
Next Article