ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ બોલરે શેન વોર્નની અપાવી યાદ, બેટ્સમેનને ખબર પણ ન પડી કે કેવી રીતે આઉટ થયો

ઓસ્ટ્રેલિયાના દિવંગત ખેલાડી શેન વોર્ન સ્પિનરની દુનિયાના જાદુગર ગણાતા હતા. તેઓ આજે ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમની બોલિંગ સ્ટાઇલ આજે પણ ખેલાડીઓ યાદ કરતા હોય છે. તાજેતરમાં પાકિસ્તાનના લેગ સ્પિનર ​​યાસિર શાહે શ્રીલંકા સામે ગાલેમાં રમાઈ રહેલી બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં અદ્ભુત ટર્નિંગ બોલ ફેંક્યો હતો. તેના બોલને ICC અને શ્રીલંકા ક્રિકેટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યà
09:45 AM Jul 19, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયાના દિવંગત ખેલાડી શેન વોર્ન સ્પિનરની દુનિયાના જાદુગર ગણાતા હતા. તેઓ આજે ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમની બોલિંગ સ્ટાઇલ આજે પણ ખેલાડીઓ યાદ કરતા હોય છે. તાજેતરમાં પાકિસ્તાનના લેગ સ્પિનર ​​યાસિર શાહે શ્રીલંકા સામે ગાલેમાં રમાઈ રહેલી બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં અદ્ભુત ટર્નિંગ બોલ ફેંક્યો હતો. તેના બોલને ICC અને શ્રીલંકા ક્રિકેટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને તેને બોલ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યો હતો.
મહત્વનું છે કે, શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગાલેમાં રમાઈ રહી છે. જ્યાં યજમાન શ્રીલંકાએ પાકિસ્તાન સામે 342 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન આ મેચ સાથે જોડાયેલો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પાકિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર ​​યાસિર શાહનો છે. વાસ્તવમાં, પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે, યાસિરે એક એવો બોલ ફેંક્યો જેણે દિવંગત શેન વોર્નની યાદો તાજી કરી દીધી. યાસિર શાહ ભલે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો નિયમિત સભ્ય ન હોય, પરંતુ જ્યારે પણ તેને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે, ત્યારે તે તેને મળેલી તકનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. લેગ-સ્પિનરે માત્ર 17 મેચમાં 100 ટેસ્ટ વિકેટ પૂરી કરી અને સૌથી ઝડપી વિકેટોની સદી પૂરી કરનાર સંયુક્ત રીતે બીજો બોલર બન્યો છે. 

દરમિયાન, ગાલેમાં શ્રીલંકા સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં યાસિર શાહે કુસલ મેન્ડિસને શાનદાર બોલિંગ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. યાસિર શાહે કુસલ મેન્ડિસને જે રીતે બોલ્ડ કર્યો તેનાથી ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​શેન વોર્નના 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' ની યાદો તાજી થઈ ગઈ. 1993ની એશિઝ શ્રેણીમાં વોર્ને ઈંગ્લિશ બેટ્સમેન માઈક ગેટિંગને બોલ્ડ કર્યો હતો, જેને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. જોકે, યાસિર શાહે પાકિસ્તાનને મહત્વની સફળતા અપાવી હતી કારણ કે કુસલ મેન્ડિસ સારી બેટિંગ કરીને મુલાકાતી ટીમથી મેચ છીનવી રહ્યો હતો.  

વાસ્તવમાં આ બોલ શ્રીલંકાની બીજી ઇનિંગની 56મી ઓવર દરમિયાન જોવા મળ્યો હતો. આ ઓવરના પહેલા જ બોલ પર યાસિર શાહે સેટ બેટ્સમેન કુસલ મેન્ડિસને 76 રન પર પેવેલિયન પરત મોકલી દીધો હતો. યાસિરના આ બોલને મેન્ડિસ જાણે સમજી જ શક્યો નહતો કે બોલ ક્યાંથી ક્યા આવ્યો અને તેનો ઓફ સ્ટમ્પ ક્યાંથી ઉડી ગયો. તે બોલ્ડ થઈ ગયો હતો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને યાસિરના આ બોલની તુલના શેન વોર્નના બોલ ઓફ ધ સેન્ચ્યુરી સાથે કરવામાં આવી રહી છે.
Tags :
BalloftheCenturyCricketGujaratFirstShaneWarneSportsYasirShah
Next Article