કોંગ્રેસના આ બે નેતાઓ આવ્યા સામ સામે, રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો
રાધનપુર (Radhanpur)કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ (Raghu Desai)ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor)પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Mallikarjun Kharge)પત્ર લખ્યો છે. સાથે જ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો છે. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું છે. તેમજ ગુજરાà
12:32 PM Dec 13, 2022 IST
|
Vipul Pandya
રાધનપુર (Radhanpur)કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ (Raghu Desai)ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor)પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Mallikarjun Kharge)પત્ર લખ્યો છે. સાથે જ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો છે. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું છે. તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી છે. રઘુ દેસાઈએ તેમની હાર માટે જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે અને આથી જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છેઃ રઘુ દેસાઈ
રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, 'મેં પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે ફોન પર વાતચીત કરી છે, આ ઉપરાંત મેં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. મને હરાવવા જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યુ છે. આ અંગે મેં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માને પણ વાત કરી હતી. છતાં આ લોકો કોઈ પણ સંજોગો રોકાયા નહીં.' .
રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો હતો જંગ
પાટણ જિલ્લાના રાજકીય જંગમાં હાઈ પ્રોફાઈલ ગણાતી રાધનપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે 11 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસના રઘુ દેસાઈ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર વચ્ચે મુખ્ય મુકાબલો હતો. આમ આદમી પાર્ટીએ પણ ઠાકોર સમાજના નવોદિત ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો. AAPએ રાધનપુર બેઠક પરથી લાલજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પાટણ જિલ્લામાં રાધનપુર બેઠકથી ભાજપનાં લવિંગજી ઠાકોર જીતી ગયાં હતા.
આપણ વાંચો - અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો, ડિસેમ્બરના 10 દિવસમાં આટલા દર્દીઓ વધ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article