Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMશ્રીના આગમનને પગલે આવતીકાલે અમદાવાદ શહેરના આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

આજે રાત્રીના 11 વાગ્યાથી જાહેરનામું થશે અમલીએરપોર્ટ જનાર મુસાફર ટિકિટ બતાવી એરપોર્ટ જઈ શકશેજનતાને અસુવિધા ના થાય તે માટે વૈકલ્પિક રૂટ શરૂ રહેશેગાંધીનગર ખાતે આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા શહેર પોલ
pmશ્રીના આગમનને પગલે આવતીકાલે અમદાવાદ શહેરના આ માર્ગો રહેશે બંધ  જાણો વૈકલ્પિક રૂટ
  • આજે રાત્રીના 11 વાગ્યાથી જાહેરનામું થશે અમલી
  • એરપોર્ટ જનાર મુસાફર ટિકિટ બતાવી એરપોર્ટ જઈ શકશે
  • જનતાને અસુવિધા ના થાય તે માટે વૈકલ્પિક રૂટ શરૂ રહેશે
ગાંધીનગર ખાતે આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા શહેર પોલીસ કમિશનર (Commissioner of Police) દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન (Traffic Diversion) અંગેનું જાહેરનામું (Notification) બહાર પાડવામાં આવ્યું છે.
પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ
  • વડાપ્રધાનશ્રીના આગમનને પગલે નોબલનગર ટી સર્કલથી ભદ્રેશ્વર ત્રણ રસ્તા થઈને ઇન્દિરા બ્રિજ સર્કલ તરફથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધીત રહેશે. જેના વિકલ્પમાં નોબલનગર ટી સર્કલથી નરોડા ITI થઈને ગેલેક્ષી અન્ડર પાસ માંથી વાહનોએ અવર જવર કરી શકશે.
  • જ્યારે મધર ડેરી ચાર રસ્તાથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી આજ રાત્રિના 11:30 પછી કોઈપણ પ્રકારના ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં. ભારે વાહનોએ આજે રાત્રિના 11:30 પછી કોટેશ્વર રોડ થઈને અપોલો સર્કલ બાજુથી સરદાર પટેલ રિંગરોડ થઈને અવરજવર કરી શકાશે.
આ રૂટ પર કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રેગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી. તેમજ એરપોર્ટ તરફ જતાં વાહનચાલકો ટિકિટ બતાવીને જઈ શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.