ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ફોટા તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં હોવા જોઈએ, નહીં તો થઈ શકે છે અનેક મુશ્કેલીઓ

આજના યુગમાં સ્માર્ટફોને આપણું જીવન સરળ બનાવી દીધું છે. આપણે જ્યાં પણ જઈએ છીએ, સ્માર્ટફોન આપણા ખિસ્સામાં હોય છે. પછી ભલે ને જરૂરી કાગળનો ફોટો જે આપણે આપણા ખિસ્સામાં રાખતા નથી, પણ તે ચોક્કસપણે ફોનમાં રહે છે.તમારી સ્માર્ટફોન ગેલેરીમાં ઘણા પ્રકારના ફોટા છે. પરંતુ ગેલેરીમાં પણ મહત્વના દસ્તાવેજોના ફોટા  રાખવા જોઈએ. આમતો આપણે બધા ગેલેરીમાં અલગ અલગ ફોટા સાચવીને રાખતા હોય છે. પરંતુ અમુક à
01:48 PM Sep 02, 2022 IST | Vipul Pandya
આજના યુગમાં સ્માર્ટફોને આપણું જીવન સરળ બનાવી દીધું છે. આપણે જ્યાં પણ જઈએ છીએ, સ્માર્ટફોન આપણા ખિસ્સામાં હોય છે. પછી ભલે ને જરૂરી કાગળનો ફોટો જે આપણે આપણા ખિસ્સામાં રાખતા નથી, પણ તે ચોક્કસપણે ફોનમાં રહે છે.તમારી સ્માર્ટફોન ગેલેરીમાં ઘણા પ્રકારના ફોટા છે. પરંતુ ગેલેરીમાં પણ મહત્વના દસ્તાવેજોના ફોટા  રાખવા જોઈએ. 
આમતો આપણે બધા ગેલેરીમાં અલગ અલગ ફોટા સાચવીને રાખતા હોય છે. પરંતુ અમુક એવા ફોટાઓ જે  ડોક્યુમેન્ટ  છે તે ભુલાયા વગર  સાચવવા જોઈએ. 

આધારકાર્ડ:
આપણું  આધારકાર્ડએ આપણી ઓળખ છે. ઘણીવાર એવું પણ થતું  હોય છે કે આપણી પાસે આધારકાર્ડની કોપી નથી હોતી. એટેલે તેની ફોનમાં  ડીજીટલ કોપી અથવા હાર્ડ કોપી ફોટો રાખવો ખૂબ જરૂરી છે.
વેકસીનેસન સર્ટિફિકેટ:
આજના સમયમાં સૌથી અગત્યનો દસ્તાવેજ હોય તો તે છે વેકસીનેસન સર્ટિફિકેટ. જો તમે પણ કોવિડ 19 થી બચવા માટે બનાવેલી રસીના બંને ડોઝ લીધા છે, તો ચોક્કસપણે તમારું પ્રમાણપત્ર તમારા ફોનમાં રાખો.
 પાન કાર્ડ:
જેટલું જરૂરી આધાર કાર્ડ છે તેટેલું જ જરૂરી પાન કાર્ડ છે. પાન કાર્ડપણ એક મહત્વનો દસ્તાવેજ છે જેની કોપી આપણે ફોનમાં ચોક્કસ રાખવી જોઈએ. 
ડ્રાઇવિંગ  લાઇસન્સ:
જો તમે પણ ડ્રાઇવિંગ કરતાં હોયતો એ વાત નું ચોકકસ ધ્યાન રાખો કે ઘરથી બાર નીકળતી વખતે  ડ્રાઇવિંગ  લાઇસન્સ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. જો તમે ભૂલી ગયા હોય તો તેની ડીજીટલ કોપી ચોક્કસ રાખવી જોઈએ. ડીજી લૉકર એપમાં સામાન્ય રીતે ડિજિટલ કોપીઓ  સાચવીને  રાખી શકાય છે.  
Tags :
GujaratFirstSmartPhoneSMARTPHONETIPSANDTRICKS
Next Article