Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ માટે આ ધારાસભ્યોને આવ્યા ફોન, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly elections) ભવ્ય જીત બાદ સોમવારે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવાના છે અને તેમના મંત્રી મંડળ માટે ધારાસભ્યોને આજે રાત્રે જ ફોન કરી દેવામાં આવી રહ્યાં છે. જેમાંથી થોડા નામો સામે આવી રહ્યાં છે.ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં રાધવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, મુળુભાઈ બેરા, બચુભાઈ ખાબડ, પરશોત્તમભાઈ સોલંકી,
06:21 PM Dec 11, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly elections) ભવ્ય જીત બાદ સોમવારે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવાના છે અને તેમના મંત્રી મંડળ માટે ધારાસભ્યોને આજે રાત્રે જ ફોન કરી દેવામાં આવી રહ્યાં છે. જેમાંથી થોડા નામો સામે આવી રહ્યાં છે.
ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં રાધવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, મુળુભાઈ બેરા, બચુભાઈ ખાબડ, પરશોત્તમભાઈ સોલંકી, જગદીશભાઈ વિશ્વકર્મા અને બળવંતસિંહ રાજપુતને શપથ માટેના ફોન આવી ચુક્યાં છે.
આ ધારાસભ્યોને આવ્યા ફોન
  • રાઘવજી પટેલ
  • કુંવરજી બાવળીયા
  • ઋષિકેશ પટેલ
  • કનુભાઈ દેસાઈ
  • મૂળુભાઈ બેરા 
  • બળવંતસિંહ રાજપુત
  • બચુભાઈ ખાબડ
  • પરશોત્તમભાઈ સોલંકી
  • જગદીશભાઈ વિશ્વકર્મા
  • ભાનુબેન બાબરિયા
  • કુંબેરભાઈ ડિંડોર
  • મુકેશભાઈ પટેલ
  • ભીખુસિંહ પરમાર
  • હર્ષભાઈ સંઘવી
ઉલ્લેખનિય છે કે,ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સોમવારે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની શપથવિધિ યોજાવાની છે ત્યારે મોડી રાત્રે મંત્રીપદ માટે ભાજપના ધારાસભ્યને ફોન આવ્યા હોવાની વિગતો સામે આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન બાદ મંંત્રીપદના શપથના નામો સામે આવ્યા છે. આ ધારાસભ્યોને કાલે શપથ માટેના કોલ આવ્યા છે.
ભુપેન્દ્રભાઈની સરકારમાં 16 સભ્યોનું મંત્રમંડળ હશે તેવી વિગતો સામે આવી રહી છે ત્યારે મોડી રાત સુધીમાં વધુ બીજા નામો સામે આવશે.
ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર બપોરે 2 વાગ્યે શપથ લીધાં બાદ તેમની પહેલી કેબિનેટ બેઠક આશરે સાંજે 5 વાગ્યે મળવાની છે. જેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવવાની કરવામાં આવશે.
આ પણ વાંચો - વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભુપેન્દ્ર દાદાની સરકાર લેશે શપથ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHBhupendraPatelGujaratGujaratChiefMinisterGujaratFirstNarendraModi
Next Article