Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉર્ફી જાવેદ સહિત આ હિરોઇનોએ કહી બોલ્ડ સીન કરવાની ના.....

OTT પ્લેટફોર્મે ઘણા કલાકારોને સ્ટાર્સ બનાવવમાં મદદ કરી છે. અનેક કલાકોરોની ઉજ્જવળ કારકિર્દીને ઘડવામાં આ પ્લેટ ફોર્મનો ફાળો છે. તેથી જ આજે ઇન્ડસ્ટ્રીના દરેક કલાકાર  OTT પ્રોજેક્ટનો ભાગ બનવા માંગે છે. પરંતુ ઓટીટીની દુનિયામાં એક એવી વસ્તુ છે જે ઘણી અભિનેત્રીઓના માર્ગમાં આડે પણ આવે છે. કારણ કે OTT પ્લેટફોર્મ પર કોઈ સેન્સરશિપ નથી, તેથી બોલ્ડનેસ વધુ પડતું પીરસવામાં આવે છે. આ જ બોલ્ડનેસ અને ઇ
ઉર્ફી જાવેદ સહિત આ હિરોઇનોએ કહી બોલ્ડ સીન કરવાની ના
OTT પ્લેટફોર્મે ઘણા કલાકારોને સ્ટાર્સ બનાવવમાં મદદ કરી છે. અનેક કલાકોરોની ઉજ્જવળ કારકિર્દીને ઘડવામાં આ પ્લેટ ફોર્મનો ફાળો છે. તેથી જ આજે ઇન્ડસ્ટ્રીના દરેક કલાકાર  OTT પ્રોજેક્ટનો ભાગ બનવા માંગે છે. પરંતુ ઓટીટીની દુનિયામાં એક એવી વસ્તુ છે જે ઘણી અભિનેત્રીઓના માર્ગમાં આડે પણ આવે છે. કારણ કે OTT પ્લેટફોર્મ પર કોઈ સેન્સરશિપ નથી, તેથી બોલ્ડનેસ વધુ પડતું પીરસવામાં આવે છે. આ જ બોલ્ડનેસ અને ઇંન્ટમસી સીન્સના કારણે ઘણી હિરોઇનોએ ઘણી વેબ સિરિઝ ઠુકરાવી પણ છે.  આજે જાણીએ આવી જ કેટલીક હીરોઇનો વિશે,
 
ઇંટિમેટ સીનને નકારનાર હિરોઇનના લિસ્ટમાં અરિકા ફર્નાન્ડિઝ સામેલ છે. તેણે થોડા સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તેણે તાજેતરમાં એક એવી વેબ સિરિઝ ઠુકરાવી હતી જેનું કન્ટેન્ટ બોલ્ડ હતું. તેને લાગ્યું કે કદાચ આ બોલ્ડ સીન જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યું હતું.  અને તે બોલ્ડ સીન કરવામાં અસહજતા અનુભવતી હતી. 
અભિનેત્રી ગૌહરખાનને આપણે ઘણી વેબ સિરિઝમાં જોઇ છે. પરંતુ તેણે બોલ્ડ સીનના કારણે  ઘણાં પ્રોજેક્ટ છોડ્યાં છે. તેણે પોતાના માટે એક લક્ષ્મણ રેખા નિર્ધારિત કરી છે. તેનું માનવું છે કે માત્ર એક શોનો ભાગ બનવા ખાતર તે આ રેખાને ક્રોસ નહીં કરે. 
પવિત્રા પુનિયા ઘણાં ઓછાં પ્રોજેક્ટમાં નજરે પડે છે.  પવિત્રાએ એક વાર આ બાબતનો ખુલાસો કર્યો હતો કે તે ઇન્ટિમેન્ટ સીનના કારણે તેણે ઘણાં શોને નો કહ્યું હતું. પવિત્રાનું જો માનવામાં આવે તો તેને બોલ્ડ સીન કરતાં ડર લાગે છે. 
સસુરાલ સિમર 2ની એક્ટ્રેસ તાન્યા શર્મા મુજબ બોલ્ડ સીનના કારણે તેણે ઘણાં પ્રોજેક્ટોને  પડતાં મુક્યાં છે. તાન્યાનું માનવું છે કે તેણે પોતાના માટે એક બાઉન્ડર્રી બનાવી છે તે ક્રોસ કરવા માંગતી નથી. તેણે ઇન્ડસ્ટ્રી માં ઇંન્ટિમેન્ટ સીન માટે નો કહી દીધું છે.
ઉર્ફી જાવેદ કે જે પોતે રિયલ લાઇફમાં પોતાની ફેશન ચોઇસને લઇને ખૂબ બોલ્ડ છે. પરંતુ તે પોતાની બોલ્ડનેસ રીલ લાઇફમાં બતાવવા નથી માંગતી.  તેણે એકવાર કહ્યું હતું કે તે એવા કોઇ પણ શોનો હિસ્સો નથી બનવા માંગતી જે બોલ્ડ કંન્ટેટને પ્રમોટ કરતું હોય. તેણે એ વાતનો સ્વીકાર કર્યો કે બોલ્ડ ઇમેજના કારણે તેને આવી ઓફરો ખૂબ મળે છે. 
જીજાજી છત પર  હૈ' ફેમ હીબા નવાબને પણ OTTની ઘણી ઓફર મળી હતી. પરંતુ હિબાએ બોલ્ડ કન્ટેન્ટને કારણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. મિડીયા સાથેની વાતચીતમાં હિબાએ કહ્યું...હું તે પ્રોજેક્ટ કરવા માંગતી હતો પરંતુ બોલ્ડ કન્ટેન્ટને કારણે તે કરવાની ના પાડી. હું મારી જાતને એક્સપોઝ કરવામાં કમ્ફર્ટેબલ નથી. મારો પરિવાર તેની તરફેણમાં નથી.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળેલી અભિનેત્રી પંખુડી અવસ્થીને પણ વેબ શોની ઘણી ઓફર મળી છે. પરંતુ બોલ્ડ સીન્સને કારણે પંખુડીએ શોની ઓફર ઠુકરાવી પડી. એક ઈન્ટરવ્યુમાં પંખુડીએ કહ્યું હતું - જ્યારે પણ મને વેબ શો માટે ફોન આવે છે ત્યારે તેઓ બોલ્ડ સીન્સ કહે છે. મને લાગે છે કે આવા કેટલાક દ્રશ્યો મારા માટે  ખૂબ જ શરમજનક હોય છે.મને લાગે છે કે આવા દ્રશ્યો માટે કોઈ અર્થ  હોતો નથી, તે ફક્ત ધ્યાન ખેંચવા માટે જ હોય છે.
 
Advertisement
Tags :
Advertisement

.