Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મ જગતમાં પિતાના આ સ્વરૂપો રહ્યા છે યાદગાર

પિતા એક એવી વ્યક્તિ છે જે દરેક પરિસ્થિતિ અનુસાર પોતાના બાળકો માટે અનેક રૂપ ધારણ કરે છે. પરિસ્થિતિ ગમે તે હોય, તે પોતાના બાળકો માટે ઢાલ બનીને ઉભો રહે છે. હિંમત, બલિદાન, શક્તિ અને શિસ્તને એક શબ્દમાં સમાવવા માટે પિતા શબ્દ પૂરતો છે. માતા બાળકને દુનિયા સમક્ષ ઉજાગર કરે છે તો પિતા તેને જીવતા શીખવે છે. માતા તેના બાળકની સામે દુઃખ વ્યક્ત કરે છે. પરંતુ પિતા એક એવી વ્યક્તિ છે જે ગમે તેટલું દુઃખી àª
ફિલ્મ જગતમાં પિતાના આ સ્વરૂપો રહ્યા છે યાદગાર

પિતા એક એવી વ્યક્તિ છે જે દરેક પરિસ્થિતિ અનુસાર પોતાના બાળકો માટે અનેક રૂપ ધારણ કરે છે. પરિસ્થિતિ ગમે તે હોય, તે પોતાના બાળકો માટે ઢાલ બનીને ઉભો રહે છે. હિંમત, બલિદાન, શક્તિ અને શિસ્તને એક શબ્દમાં સમાવવા માટે પિતા શબ્દ પૂરતો છે. માતા બાળકને દુનિયા સમક્ષ ઉજાગર કરે છે તો પિતા તેને જીવતા શીખવે છે.

Advertisement

માતા તેના બાળકની સામે દુઃખ વ્યક્ત કરે છે. પરંતુ પિતા એક એવી વ્યક્તિ છે જે ગમે તેટલું દુઃખી હોય, પરંતુ તેના બાળકને ક્યારેય દુઃખી થવા દેતા નથી. પિતાના ખભા પર ઘણી બધી જવાબદારીઓ હોય છે, જેનું શબ્દોમાં વર્ણન કરવું કદાચ મુશ્કેલ હોય છે. જોકે પિતાને લઈને કોઈ ખાસ દિવસ ઉજવવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં વિશ્વમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. આવા જ એક ખાસ અવસર પર આજે અમે તમારા માટે તે બોલિવૂડ ફિલ્મો લાવ્યા છીએ, જેમાં પિતાના અલગ અલગ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
શાહરૂખ ખાન, કાજોલ, અમરીશ પુરી અને અનુપમ ખેર અભિનીત 1995માં આવેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં અમરીશ પુરીએ કાજોલના પિતાની ભૂમિકા ભજવી હતી. જ્યારે અનુપમ ખેરે શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. અમરીશ પુરી આ ફિલ્મમાં સંસ્કારી પિતા બલદેવ સિંહના રોલમાં છે. જ્યારે બલદેવ સિંહને ખબર પડે છે કે સિમરન અને રાજ પ્રેમમાં છે, ત્યારે તે સૌથી પહેલા સિમરન સાથે પોતાના દેશ પરત ફરે છે. બાદમાં રાજ પણ સિમરન પાસે પાછો આવે છે. જ્યારે બલદેવ સિંહને ખબર પડે છે કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, ત્યારે તે સિમરનનો હાથ રાજને આપે છે.
મોહબ્બતેં
2000ની સુપરહિટ ફિલ્મ મોહબ્બતેંમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક કૉલેજના કડક અને શિસ્તબદ્ધ પ્રિન્સિપાલની ભૂમિકામાં છે. પ્રિન્સિપાલને ગમતું નથી કે તેની દીકરી શાળાના શિક્ષકના પ્રેમમાં પડે. પુત્રી તેના પિતાને આ બાબતે હેરાન થતાં જોવા માંગતી નથી અને આત્મહત્યા કરે છે. પરંતુ ઘણા સમય પછી પ્રિન્સિપાલની દીકરીનો પ્રેમી તેને પ્રેમનો અર્થ સમજાવે છે.
દંગલ
સુપરહિટ ફિલ્મ દંગલમાં, આમિર ખાને  બાપુનું પાત્ર ભજવ્યું હતું, જેઓ તેમની દીકરીઓને કુસ્તી શીખવવાની વાત આવે ત્યારે ખૂબ જ શિસ્તબદ્ધ અને કડક હોય છે. તે પોતાની દીકરીઓને કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવવા માટે બધું જ કરે છે. આ ફિલ્મ કુસ્તીબાજ મહાવીર ફોગટ અને તેની પુત્રીઓની વાસ્તવિક વાર્તા પર આધારિત હતી.
સૂર્યવંશમ
21 મે 1999ના રોજ આવેલી અમિતાભ બચ્ચન અને સૌંદર્યાની આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં અમિતાભે પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કડક પિતાની ભૂમિકામાં છે. 'સૂર્યવંશમ'ની ગણના ગ્રામીણ ભારતમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાં થાય છે.
મુગલ-એ-આઝમ
પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા અભિનીત આ ક્લાસિક ફિલ્મ 1960માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે રૂઢિચુસ્ત પિતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સમ્રાટ અકબર (પૃથ્વીરાજ કપૂર)નો પુત્ર સલીમ (દિલીપ કુમાર) તેની નૃત્યકાર  અનારકલી (મધુબાલા)ના પ્રેમમાં પડે છે. બંને એકબીજાના પ્રેમમાં પાગલ થઈ જાય છે. અકબરને સલીમનો અનારકલી સાથેનો સંબંધ બિલકુલ પસંદ નથી. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર લડાઈ ચાલી રહી છે. બાદમાં અકબર અનારકલીને દિવાલમાં ચણી દે  છે અને અહીંથી તેમના સંબંધોનો અંત આવે છે.
Advertisement
Tags :
Advertisement

.