Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ પડતા Bold Scenes ને કારણે આ ફિલ્મો સિનેમાઘરોમાં ન થઈ રિલીઝ

વધુ પડતા બોલ્ડ સીન્સને કારણે આ ફિલ્મો સિનેમાઘરોમાં ન થઈ રિલીઝપણ આ દરેક ફિલ્મ OTT પર ઉપલબ્ધ છેજ્યાં એક તરફ OTT પ્લેટફોર્મે ફિલ્મ નિર્માતાઓને નવી સર્જનાત્મક સ્વતંત્રતા આપી છે, તો બીજી તરફ કન્ટેન્ટમાં સેન્સરની ગેરહાજરીને કારણે ઘણી બોલ્ડનેસ છે. આ જ કારણ છે કે OTT કન્ટેન્ટમાં બોલ્ડ સીન્સની કોઈ મર્યાદા નથી. અહીં અમે તમને કેટલીક એવી ફિલ્મો અને વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમના બોલ
વધુ પડતા bold scenes ને કારણે આ ફિલ્મો સિનેમાઘરોમાં ન થઈ રિલીઝ
  • વધુ પડતા બોલ્ડ સીન્સને કારણે આ ફિલ્મો સિનેમાઘરોમાં ન થઈ રિલીઝ
  • પણ આ દરેક ફિલ્મ OTT પર ઉપલબ્ધ છે
જ્યાં એક તરફ OTT પ્લેટફોર્મે ફિલ્મ નિર્માતાઓને નવી સર્જનાત્મક સ્વતંત્રતા આપી છે, તો બીજી તરફ કન્ટેન્ટમાં સેન્સરની ગેરહાજરીને કારણે ઘણી બોલ્ડનેસ છે. આ જ કારણ છે કે OTT કન્ટેન્ટમાં બોલ્ડ સીન્સની કોઈ મર્યાદા નથી. અહીં અમે તમને કેટલીક એવી ફિલ્મો અને વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમના બોલ્ડ કન્ટેન્ટ અને બોલ્ડ સીન્સને કારણે ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મોમાં એટલા બોલ્ડ સીન્સ છે કે તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી. આવો વાંચીએ આ અહેવાલમાં...
અનફ્રીડમ (Unfreedom)



મહત્વનું છે કે, ભારતમાં 'અનફ્રીડમ' Unfreedomની થિયેટર રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સરળતાથી જોઈ શકો છો. આ ફિલ્મમાં સમલૈંગિક સંબંધો બતાવવામાં આવ્યા છે અને વાસ્તવિકતાને રજૂ કરવા માટે ઘણા બોલ્ડ સીન્સ પણ શૂટ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ સીરિઝ જોતી વખતે પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખો.
ફાયર (Fire)



આ ફિલ્મની પણ એવી જ વાર્તા છે, તે સમલૈંગિકતા પર બનાવવામાં આવી છે, જેની ગણતરી પ્રથમ અને બોલ્ડ ફિલ્મોમાં થાય છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્ષ 1996માં બની હતી. અભિનેત્રી નંદિતા દાસ અને શબાના આઝમીના કેટલાક દ્રશ્યો તે જમાના પ્રમાણે ખૂબ જ બોલ્ડ હતા. આ ફિલ્મમાં બે મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓ પોતાના પતિ દ્વારા છેતરાયા બાદ એકબીજાનો સહારો બની જાય છે અને વાર્તા તે બંનેની આસપાસ ફરે છે. ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમે આ મૂવી યુટ્યુબ અને અન્ય કેટલીક ઓનલાઈન વેબસાઈટ પર જોઈ શકો છો.
લોવ (Loev)



આ ફિલ્મમાં બે છોકરાઓની લવ સ્ટોરી બતાવવામાં આવી છે, સમલૈંગિક સંબંધોને ફિલ્મી પડદે દર્શાવવા માટે ફિલ્મ મેકરે ઘણા બોલ્ડ સીન શૂટ કર્યા હતા.  આ ફિલ્મ અત્યારે હાલ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. જોકે, આ ફિલ્મ ફેમિલી ફિલ્મ નથી. તેથી તેને જોતાં પહેલા ખૂબ કાળજી રાખો.
પાંચ (Paanch)



અનુરાગ કશ્યપની પહેલી ફિલ્મ 'પાંચ' વર્ષ 2003માં બની હતી. જણાવી દઈએ કે બોલ્ડ કન્ટેન્ટને કારણે આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી નથી. આ ફિલ્મમાં ગાયક બનવા માટે 5 મિત્રોનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. તમે મુબી એપ પર જઈને આ ફિલ્મ જોઈ શકો છો. આ ફિલ્મમાં કેકે મેનન, આદિત્ય શ્રીવાસ્તવ, વિજય મૌર્ય, જોય ફર્નાન્ડિસ અને તેજસ્વિની કોલ્હાપુરે જેવા પ્રખ્યાત સ્ટાર્સે કામ કર્યું છે.
એગ્રી ઈન્ડિયન ગોડેસ (Angry Indian Goddesses)



આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ વિવાદાસ્પદ હતું. લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તે જ સમયે, સેન્સર બોર્ડે આ ફિલ્મ પર એટલા બધા કટ કર્યા કે નિર્માતાઓએ ફિલ્મને રિલીઝ કરવાનો તેમનો ઇરાદો બદલી નાખ્યો. આ ફિલ્મના સંપાદિત અને અસંપાદિત બંને વર્ઝન નેટ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.