Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કડકડતી ઠંડીમાં સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને અભ્યાસ કરે છે આ બાળકો, મદદ કરવી હોય તો પહોંચી જજો રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે

સોશિયલ મીડિયા પર ઘણા મોટિવેશનલ વીડિયો અને સ્ટોરીઓ સામે આવતી રહી છે.જેને જોઈને લોકોને ઘણી પ્રેરણા મળે છે.એવામાં રાજકોટની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યાં છે. વાયરલ તસવીરમાં બાળકો સ્ટ્રીટ લાઇટ નીચે અભ્યાસ કરતા જોવા મળી રહ્યાં છે. બાળકોમાં સમર્પણને જોઈને લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તસવીર શિયાળાનà«
કડકડતી ઠંડીમાં સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને અભ્યાસ કરે છે આ બાળકો  મદદ કરવી હોય તો પહોંચી જજો રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે
સોશિયલ મીડિયા પર ઘણા મોટિવેશનલ વીડિયો અને સ્ટોરીઓ સામે આવતી રહી છે.જેને જોઈને લોકોને ઘણી પ્રેરણા મળે છે.એવામાં રાજકોટની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યાં છે. વાયરલ તસવીરમાં બાળકો સ્ટ્રીટ લાઇટ નીચે અભ્યાસ કરતા જોવા મળી રહ્યાં છે. બાળકોમાં સમર્પણને જોઈને લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તસવીર 
શિયાળાની કડકડતી ઠંડી ભલભલાને ધ્રુજાવી રહી છે. એવામાં વિચારો કે જ્યારે ફુટપાથ પર રહીને જીવન પસાર કરતા લોકોની હાલત કેવી થશે એ વિચારો.ત્યારે આજે અમે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ જેને સાંભળીને તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે.

સ્ટ્રીટ લાઇટના અજવાળામાં અભ્યાસ 
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ફુટપાથ પર એક એવો પરિવાર રહે છે કે જેના બાળકો ભણવા માટે સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરે છે.આ બાળકો કડકડતી ઠંડીમાં પણ પોતાનો અભ્યાસ ન બગડે તે માટે  ઠંડીમાં પણ મોડી રાતે અભ્યાસ કરતા જોવા મળે છે.
શિક્ષણ માટે સાચો સંઘર્ષ શું હોય તે જોવો હોય તો તમારે  રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા આ પરિવારના બાળકોને જોવા જોઈએ.કે તેઓ તનતોડ મહેનત કરીને રોડની લાઈટ નીચે ભણતા જોઈ શકાય છે.તમે આ પરિવારની દિલથી મદદ પણ કરી શકો છો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.