Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ બોલિવૂડ સ્ટાર્સે ફિલ્મો માટે તોડી 'નો કિસિંગ પોલિસી', મોટા પડદા પર આપ્યા જબરજસ્ત બોલ્ડ સીન્સ

બોલિવૂડ ફિલ્મો ડાન્સ, ગીતો, રોમાન્સ અને એક્શન વિના અધૂરી માનવામાં આવે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ ઘણીવાર સિલ્વર સ્ક્રીન પર કિસ કરવાનું ટાળે છે. ફિલ્મોમાં કામ કરવા માટે આ કલાકારો મેકર્સને નો-કિસિંગ પોલિસી વિશે અગાઉથી જણાવી દે છે. જોકે, ઘણા મોટા સ્ટાર્સ એવા છે જેમણે સ્ટોરીની ડિમાન્ડ સમજીને નો-કિસિંગ પોલિસી તોડીને મોટા પડદા પર બોલ્ડ સીન્સ આપ્યા છે. ચાલો જોà
આ બોલિવૂડ સ્ટાર્સે ફિલ્મો માટે તોડી  નો કિસિંગ પોલિસી   મોટા પડદા પર આપ્યા જબરજસ્ત બોલ્ડ સીન્સ
બોલિવૂડ ફિલ્મો ડાન્સ, ગીતો, રોમાન્સ અને એક્શન વિના અધૂરી માનવામાં આવે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ ઘણીવાર સિલ્વર સ્ક્રીન પર કિસ કરવાનું ટાળે છે. ફિલ્મોમાં કામ કરવા માટે આ કલાકારો મેકર્સને નો-કિસિંગ પોલિસી વિશે અગાઉથી જણાવી દે છે. જોકે, ઘણા મોટા સ્ટાર્સ એવા છે જેમણે સ્ટોરીની ડિમાન્ડ સમજીને નો-કિસિંગ પોલિસી તોડીને મોટા પડદા પર બોલ્ડ સીન્સ આપ્યા છે. ચાલો જોઈએ આ યાદી.
અજય દેવગણ



બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન અઢી દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ રહ્યા છે. આ દરમિયાન તેમણે લાંબા સમય સુધી નો કિસિંગ પોલિસી અપનાવી હતી. જો કે, 25 વર્ષ પછી તેણે તેની ફિલ્મ 'શિવાય' માટે આ પોલિસી તોડી અને વિદેશી અભિનેત્રી એરિકા કાર સાથે હોટ સીન્સ આપ્યા.
શાહરૂખ ખાન



બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ ઘણા સમયથી ઓન-સ્ક્રીન કિસિંગ સીન આપવાનું ટાળ્યું છે. જોકે, યશ ચોપરાની 'જબ તક હૈ જાન' માટે તેણે આ નીતિ તોડીને ફિલ્મની હિરોઈન કેટરિના સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા.
કરીના કપૂર



બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને અક્ષય કુમાર, શાહિદ કપૂર, આમિર ખાન, રિતિક રોશન જેવા સેલેબ્સ સાથે લિપ લૉક કર્યું છે. 2012 માં સૈફ અલી ખાન સાથેના લગ્ન પછી બેબોએ તેના કરારમાં નો-કિસિંગ ક્લોઝ ઉમેર્યા હોવા છતાં, તેણે 'કી એન્ડ કા' માં સ્ટોરીલાઇનની માંગને કારણે તેને તોડી નાખ્યો હતો.
ઐશ્વર્યા રાય



બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કરિયરની શરૂઆતમાં કિસ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ, તેણે 'ધૂમ 2'માં રિતિક રોશન અને 'એ દિલ હૈ મુશ્કિલ'માં રણબીર કપૂર સાથે કિસિંગ સીન્સ આપ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.