Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ બોલિવૂડ સેલેબ્સે હોળી રમવાનું બંધ કર્યું, જાણો શું છે કારણ

હોળીનો તહેવાર આવી ગયો છે. લોકોએ ઘરમાં ગુલાલ, કલર અને પિચકારીથી પાણીના ફુગ્ગા ભરી દીધા છે. રંગોના આ તહેવાર પર, આખો દેશ વસંતના આગમનની ઉજવણી કરી રહ્યો છે. ડીજે પર ડાન્સ કરો અને ગાઓ ઝૂમો.કાજુ બદામ અને મીઠાઉ ખાઓ. દરેક જગ્યાએ હોળીના ગીતો વગાડવામાં આવી રહ્યા છે, જેના પર દરેક લોકો ઉજવણી કરતા જોવા મળે છે. પરંતુ દેશ અને દુનિયામાં કેટલાક એવા લોકો અને સેલેબ્સ છે જે હોળી નથી રમતા. તેને હોળી રમવાનું
06:43 AM Mar 18, 2022 IST | Vipul Pandya
હોળીનો તહેવાર આવી ગયો છે. લોકોએ ઘરમાં ગુલાલ, કલર અને પિચકારીથી પાણીના ફુગ્ગા ભરી દીધા છે. રંગોના આ તહેવાર પર, આખો દેશ વસંતના આગમનની ઉજવણી કરી રહ્યો છે. ડીજે પર ડાન્સ કરો અને ગાઓ ઝૂમો.કાજુ બદામ અને મીઠાઉ ખાઓ. દરેક જગ્યાએ હોળીના ગીતો વગાડવામાં આવી રહ્યા છે, જેના પર દરેક લોકો ઉજવણી કરતા જોવા મળે છે. પરંતુ દેશ અને દુનિયામાં કેટલાક એવા લોકો અને સેલેબ્સ છે જે હોળી નથી રમતા. તેને હોળી રમવાનું પસંદ નથી. ઘણા સેલેબ્સ માને છે તે પર્યાવરણને બગાડે છે, પાણીનો બગાડ કરે છે, રંગોને કારણે ત્વચાની એલર્જી થાય છે. તેથી તેઓ પરંતુ તેઓ અંગત જીવનમાં તેને ઉજવવાનું ટાળે છે. જો કે આ સેલેબ્સે ફિલ્મની જરૂરિયાત માટે હોળીનો તહેવાર ઉજવ્યો છે, 
'ગલી બોય' એક્ટર રણવીર સિંહે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે તેને હોળી રમવાનું પસંદ નથી. તેને OCD ની સમસ્યા છે, જેમાં મનુષ્ય માત્ર સાફ  સફઆઇ કરવાનું વધુ પસદ કરે છે. જોકે રણવીરને ખૂબ જ અસામાન્ય કપડાં પહેરવાનું પસંદ છે, પરંતુ તેને હોળીના રંગોથી નફરત છે.
જ્હોન અબ્રાહમ અન્ય અભિનેતા છે જેને હોળી પસંદ નથી. વર્ષ 2016માં એક ઈન્ટરવ્યુમાં જ્હોને કહ્યું હતું કે તેને હોળી રમવાનું પસંદ નથી, જોકે કે તે ઘણી બધી હોળી રમી ચૂક્યો છે. તેનું માનવું છે કે ઘણા લોકો સેવિબ્રેશનનો ખોટી રીતે ઉપયોગ કરતા જોયા છે. અભિનેતાના મતે, હોળીના રંગોને અન્ય લોકો પર લગાવવાની એક સરળ રીત છે. ઘણા લોકો ઘણા લોકો માથામાં રંગ નાખે છે. તેનાથી પણ કોઈ ફરક પડતો નથી, પરંતુ કોઈને ખોટી રીતે ચિત્રિત કરવું એ ખરાબ બાબત છે. આ સિવાય જ્હોન માને છે કે  હોળીના તહેવાર પર લોકો પાણીનો બગાડ કરે છે. આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે.
લાલ સિંહ ચઢ્ઢા' ફેમ કરીના કપૂર ખાને એકવાર કહ્યું હતું કે દાદા રાજ કપૂરના મૃત્યુ પછી તેણે હોળી રમવાનું બંધ કરી દીધું હતું. બોલિવૂડમાં રાજ કપૂર હોળી પર મોટી પાર્ટીઓ યોજતા હતા. આ સિવાય કરીના હોળી રમવાનું ટાળે છે, કારણ કે હોળીના રંગો તેના વાળનો રંગ બગાડે છે.
અર્જુન કપૂરે પણ કિશોરાવસ્થામાં હોળી રમવાનું બંધ કરી દીધું હતું. મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતાએ એકવાર કહ્યું હતું કે તેણે 17-18 વર્ષની ઉંમર સુધી હોળી રમી હતી. આ પછી તેને રંગોથી એલર્જી થવા લાગી, ત્યારબાદ તેણે હોળી રમવાનું બંધ કરી દીધું. 
જ્યાં સુધી હોળી પર 'બલમ પિચકારી' ગીત ન વગાડવામાં આવે ત્યાં સુધી તહેવારની ઉજવણી અધૂરી લાગે છે. આ હિટ ગીતમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય ચોપરા અને કલ્કી જોવા મળ્યો હતો. જોકે રિયલ લાઈફમાં રણબીર કપૂરને હોળી રમવી બિલકુલ પસંદ નથી. જો અહેવાલોનું માનીએ તો, રણબીર કપૂર રંગોના આ તહેવારને સંપૂર્ણપણે ટાળવાનું પસંદ કરે છે.
ફિલ્મમેકર કરણ જોહરને પણ હોળી રમવાનું પસંદ નથી. 2012 માં, કરણ જોહરે એક ટ્વિટમાં કહ્યું હતું કે જ્યારે તે 10 વર્ષનો હતો, ત્યારે કોઈએ તેના પર સડેલા ઈંડા ફેંક્યા હતા. તે પણ હોળીના દિવસે. ત્યારથી તેણે ક્યારેય હોળી રમી નથી.  'ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર'ના એક એપિસોડમાં કરણ જોહરે કહ્યું કે એકવાર અમિતાભ બચ્ચનના ઘરે હોળી પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે તે એકદમ નાનો હતો. કરણે કહ્યું કે હું ત્યાં ગયો અને તેને કહ્યું કે મને રંગો સાથે હોળી રમવાનું પસંદ નથી. હું આ વાત પૂરી કરી ત્યાં જ અભિષેક બચ્ચને મને પૂલમાં ધક્કો માર્યો.
કમલ હસનની દીકરી શ્રુતિ હસને એકવાર કહ્યું હતું કે તેને હોળી રમવાનું પસંદ નથી. અભિનેત્રીને એ પસંદ નથી કે કોઈ તેના પર પાણી ફેંકે, તે પણ રંગથી, શ્રુતિ કહે છે કે મારી સ્કીન ખૂબ જ સંવેદનશીલ છે. મારી ચામડીમાંથી રંગ નીકળતો નથી અને તે ડાઘ પડી જાય છે. 
કૃતિ સેનનને પણ હોળી રમવી બિલકુલ પસંદ નથી. એક સમય એવો હતો જ્યારે તે પોતાના ઘરે રહીને હોળી રમતી હતી, પરંતુ સમયની સાથે તે રંગોના આ તહેવારને માણવા લાગી રંગોના તહેવારની ઉજવણીથી મન ભરાઇ ગયું ને હવે તે પોતાને એક રૂમમાં કેદ કરે છે. કારણકે તેને હોળી રમવું પસંદ નથી. કૃતિની ફિલ્મ 'બચ્ચન પાંડે' હોળી પર જ રિલીઝ થઈ રહી છે. 
Tags :
ArjunKapoorGujaratFirstjohanabrahinKaranJoharkareenakapoorRanveerSingh
Next Article