Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજથી આ નિયમોમાં ફેરફાર, જાણો તમને શું અસર થઇ શકે

દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો (Rule) બદલાઇ રહ્યા છે અને નિયમો તમારા જીવન અને તમારા ખિસ્સા બંનેને અસર કરે છે. આજે  પહેલી ઓક્ટોબરથી કેટલાક ફેરફારો (Change) થવાના છે. આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો ક્રેડિટ-ડેબિટ કાર્ડ (Credit-Debit card)ના નિયમોથી લઈને અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) સંબંધિત એલપીજી (LPG) અને મ્યુચ્યુઅલ ફંડ ( Mutual fund)ના ભાવમાં ફેરફાર સુધીના છે. જાણો ક્યા ક્યા ફેરફાર થયા છે ડેબિટ àª
04:14 AM Oct 01, 2022 IST | Vipul Pandya
દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો (Rule) બદલાઇ રહ્યા છે અને નિયમો તમારા જીવન અને તમારા ખિસ્સા બંનેને અસર કરે છે. આજે  પહેલી ઓક્ટોબરથી કેટલાક ફેરફારો (Change) થવાના છે. આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો ક્રેડિટ-ડેબિટ કાર્ડ (Credit-Debit card)ના નિયમોથી લઈને અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) સંબંધિત એલપીજી (LPG) અને મ્યુચ્યુઅલ ફંડ ( Mutual fund)ના ભાવમાં ફેરફાર સુધીના છે. જાણો ક્યા ક્યા ફેરફાર થયા છે

 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ માટેના નિયમો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશભરમાં સાયબર છેતરપિંડીના વધતા જતા મામલાઓને કડક બનાવવા માટે આજથી મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.  RBI ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ યુઝર્સ માટે 1 ઓક્ટોબરથી કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન (CoF કાર્ડ ટોકનાઇઝેશન) નિયમો લાવી રહ્યું છે. RBIના જણાવ્યા મુજબ આ નિયમ લાગુ થયા બાદ કાર્ડધારકોને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે.

અટલ પેન્શન યોજનામાં ફેરફાર
મોદી સરકારની સૌથી લોકપ્રિય યોજના અટલ પેન્શન યોજના (APY)માં મોટો ફેરફાર થયો છે. 1 ઓક્ટોબરથી કરદાતાઓ આ યોજનામાં જોડાઈ શકશે નહીં. હાલમાં જ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. નવીનતમ સુધારો જણાવે છે કે 1 ઓક્ટોબર, 2022 થી, કોઈપણ નાગરિક કે જે આવકવેરાદાતા છે અથવા પહેલા રહ્યો છે તે અટલ પેન્શન યોજના (APY) માં જોડાવા માટે પાત્ર રહેશે નહીં.

 મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફાર
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે આ મહિનાથી મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. 1 ઓક્ટોબર પછી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ નોમિનેશનની વિગતો આપવી પડશે. જો નોમિનેશનની વિગતો આપવામાં આવી નથી, તો રોકાણકારોએ ડિક્લેરેશન ભરવાનું રહેશે. જેમાં નોમિનેશનની સુવિધા ન લેવાની બાબત જણાવવી પડશે.

 ગેસ સિલિન્ડર સસ્તો થશે
એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં નરમાઈના કારણે આ વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સુધી સસ્તા થયા છે.

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો
તહેવારોની સિઝનમાં ટ્રેનોની ભીડ ઓછી કરવા અને વધુ સુવિધા પૂરી પાડવા માટે, દક્ષિણ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. આજથી 10 રૂપિયામાં ઉપલબ્ધ પ્લેટફોર્મ ટિકિટ માટે 20 રૂપિયા ચૂકવવા પડશે.

એનપીએસમાં ઇ-નોંધણી ફરજિયાત
PFRDA એ તાજેતરમાં સરકારી અને ખાનગી અથવા કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓ બંને માટે ઈ-નોમિનેશનની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. નવી NPS ઈ-નોમિનેશન પ્રક્રિયા મુજબ, નોડલ ઑફિસ પાસે NPS ખાતાધારકની ઈ-નોમિનેશન વિનંતી સ્વીકારવા અથવા નકારી કાઢવાનો વિકલ્પ હશે. જો નોડલ ઓફિસ તેની ફાળવણીના 30 દિવસની અંદર વિનંતી સામે કોઈ કાર્યવાહી શરૂ નહીં કરે, તો ઈ-નોમિનેશન વિનંતી સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીઓ (CRAs) ની સિસ્ટમમાં સ્વીકારવામાં આવશે.

નાની બચત યોજનાઓ પર વ્યાજ
સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન, વ્યાજદર વધારવો, ઘટાડવો કે સ્થિર રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે. આ વ્યાજ દરો નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. સૌથી તાજેતરની સમીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાની છે. આ બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો (NSC) નો સમાવેશ થાય છે. સરકારી બોન્ડની યીલ્ડ વધી રહી હોવાથી અને એવું માનવામાં આવે છે કે નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં વધારો કરવામાં આવી શકે છે.
ફોક્સવેગનની કાર મોંઘી થશે
ઓટો કંપની ફોક્સવેગનની કાર આજથી એટલે કે 1 ઓક્ટોબરથી મોંઘી થઈ ગઈ છે. કંપનીના ક્વોટેશનમાં કિંમતમાં ફેરફાર જોવા મળશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે કંપનીએ 1 ઓક્ટોબરથી તેના તમામ વાહનોની કિંમતમાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ડીમેટ ખાતાના નિયમોમાં ફેરફાર થશે
તમારું ડીમેટ એકાઉન્ટ પણ હવે પહેલા કરતા વધુ સુરક્ષિત થઇ ગયુ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિર્ણય અનુસાર, 30 સપ્ટેમ્બર સુધીમાં ડીમેટ ખાતામાં ટુ ફેક્ટર ઓથેન્ટિફીકેશન અનેબલ  કરવું જરૂરી છે. આના વિના યુઝર્સ આજથી ડીમેટ એકાઉન્ટમાં લોગીન કરી શકશે નહીં. એટલે કે એકાઉન્ટમાં લોગિન કરવા માટે પહેલા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને પછી પાસવર્ડ નાખવો પડશે.
આ પણ વાંચો-- 10 વાગી ચુક્યા હોવાથી આબૂ રોડ પર લાઉડસ્પિકર વિના લોકોનું કર્યું સંબોધન, જુઓ વિડીયો
Tags :
Credit-DebitcardGujaratFirstRulechange
Next Article