કોઈની આ 5 ચીજો ભૂલથી પણ ના વાપરવી..
ઘણીવાર લોકો એકબીજાની વસ્તુઓ શેર કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં અન્યની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કપડાં, ઘડિયાળ અને ફૂટવેર જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. આવો આપને વિસ્તારથી જણાવીએ.ઘડિયાળ: વાસ્તુ અનુસાર, વ્યક્તિએ કોઈ બીજાની ઘડિયાળ માંગવાથી આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે એવા વ્યક્તિની ઘડિયાળ પહેરો છો જેનો ખર
11:46 AM Sep 14, 2022 IST
|
Vipul Pandya
ઘણીવાર લોકો એકબીજાની વસ્તુઓ શેર કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં અન્યની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કપડાં, ઘડિયાળ અને ફૂટવેર જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. આવો આપને વિસ્તારથી જણાવીએ.
ઘડિયાળ: વાસ્તુ અનુસાર, વ્યક્તિએ કોઈ બીજાની ઘડિયાળ માંગવાથી આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે એવા વ્યક્તિની ઘડિયાળ પહેરો છો જેનો ખરાબ સમય ચાલી રહ્યો છે, તો તેની અસર તમારા જીવન પર પણ પડી શકે છે.
કપડાં: ઘણીવાર લોકો મિત્રો અથવા નજીકના લોકો સાથે કપડાંની આપ-લે કરે છે. પરંતુ આમ કરવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર, વ્યક્તિએ પરિવારના સભ્યો અથવા સંબંધીઓના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દુર્ભાગ્ય આવી શકે છે.
જૂતાં: કપડાંની જેમ બીજાના જૂતાં પહેરવાનું પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે બીજાના ચંપલ અને શૂઝ પહેરવાથી ઘરમાં ગરીબી આવે છે. કહેવાય છે કે શનિ વ્યક્તિના ચરણોમાં રહે છે. જો તમે કોઈ બીજાના જૂતાં પહેરો છો તો શનિનો પ્રકોપ તમારા પર પડી શકે છે.
પેન: પેન અથવા પેન્સિલ, લોકો જ્યારે જરૂર હોય ત્યારે અન્ય લોકો પાસેથી માંગીને વાપરે છે. કહેવાય છે કે આમ કરવાથી આર્થિક સંકટ આવી શકે છે. જો તમે કોઈની પાસેથી પેન અથવા પેન્સિલ લો છો, તો તેને પરત કરો.
વીંટી: વાસ્તુ અનુસાર ક્યારેય પણ બીજાની વીંટી ન પહેરવી જોઈએ. ભલે તે કોઈપણ ધાતુની હોય કે રત્નની. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બીજાની વીંટી પહેરવાથી વ્યક્તિના જીવન પર ગ્રહોની વિપરીત અસર પડે છે.
Next Article