Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્યુટી કોમ્પિટિશનમાં આ 5 પોલીસ કર્મચારીઓએ કર્યું રેમ્પ વોક, પછી ...

તમિલનાડુમાં ગયા રવિવારે એક ખાનગી સંસ્થાએ માયલાદુથુરાઈ જિલ્લાના સેમ્બનારકોઈલ ખાતે સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે અભિનેત્રી યાશિકા આનંદે ભાગ લીધો હતો. જોકે આ સૌદર્ય સ્પર્ધામાં પાંચ પોલીસ કર્મચારીઓએ પણ રેમ્પ વોક કર્યું હતું, જો કે તમિલનાડુમાં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા બદલ પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રેમ્પ વોક કરવા બદલ શિસ્
બ્યુટી કોમ્પિટિશનમાં આ 5 પોલીસ કર્મચારીઓએ કર્યું રેમ્પ વોક  પછી
તમિલનાડુમાં ગયા રવિવારે એક ખાનગી સંસ્થાએ માયલાદુથુરાઈ જિલ્લાના સેમ્બનારકોઈલ ખાતે સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે અભિનેત્રી યાશિકા આનંદે ભાગ લીધો હતો. જોકે આ સૌદર્ય સ્પર્ધામાં પાંચ પોલીસ કર્મચારીઓએ પણ રેમ્પ વોક કર્યું હતું, જો કે તમિલનાડુમાં સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા બદલ પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

રેમ્પ વોક કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી
શિસ્તભંગના ભાગરુપ સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ સહિત પાંચ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. નાગપટ્ટિનમના પોલીસ અધિક્ષકે સૌંદર્ય સ્પર્ધામાં રેમ્પ વોક કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહીના ભાગરુપ આ ટ્રાન્સફર ઓર્ડર જારી કર્યો હતો. પ્રારંભિક અહેવાલો મુજબ, ગયા રવિવારે એક ખાનગી સંસ્થાએ માયલાદુથુરાઈ જિલ્લાના સેમ્બનાર્કોઇલ ખાતે સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે અભિનેત્રી યાશિકા આનંદે પણ ભાગ લીધો હતો. બીજા દિવસે આ સમાચાર મીડિયામાં વાયરલ થયા હતા. 
Advertisement



આ પોલીસકર્મીઓની બદલી
નાગપટ્ટનમ જિલ્લાના પોલીસ અધિક્ષક જવાગરે જેમની બદલીનો આદેશ જારી કર્યો છે તેમાં સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સુબ્રમણ્યમ, રેણુકા, અશ્વિની, નિત્યશિલા અને શિવનેસનનો સમાવેશ થાય છે. સુબ્રમણ્યમ સેમ્બનારકોઈલ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.
 
ઉપરાષ્ટ્રપતિએ રવિવારે તમિલનાડુ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ કલર્સ રજૂ 
નોંધનીય છે કે આપહેલાં તમિલનાડુ પોલીસને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે તમિલનાડુ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ કલર્સ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે આ રાજ્ય પોલીસની પ્રશંસનીય સેવા અને ઘણી સિદ્ધિઓની ઓળખ છે. નાયડુ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને રાષ્ટ્રપતિ માર્ક રજૂ કર્યા હતા.
 
Tags :
Advertisement

.