Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત બજેટની આ 10 મોટી વાતો, જે સામાન્ય જનતાને આપશે રાહત

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે શુક્રવારે રૂ.3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં જનતા માટે ઘણા સારા મુદ્દાઓ જોવા મળ્યા છે. ખાસ કરીને જનતા પર કોઈ નવા ટેક્સનો બોજ નાખવામાં આવ્યો નથી. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અહીં વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની ન
ગુજરાત બજેટની આ 10 મોટી વાતો  જે સામાન્ય જનતાને આપશે રાહત
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે શુક્રવારે રૂ.3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં જનતા માટે ઘણા સારા મુદ્દાઓ જોવા મળ્યા છે. ખાસ કરીને જનતા પર કોઈ નવા ટેક્સનો બોજ નાખવામાં આવ્યો નથી. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અહીં વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની નવી સરકારનું આ પ્રથમ બજેટ છે.
નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું
આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં 2023-24નું બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારે રાજ્ય માટે રૂ. 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જે અગાઉના વર્ષ કરતાં 23.38 ટકા વધુ છે. આ બજેટમાં ખાસ કરીને નાગરિકો પર કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આ બજેટ દ્વારા અમે ખેડૂતો, ગરીબો અને સામાજિક વર્ગના લોકોને સુવિધાઓ આપવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5,580 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. 
વધુમાં આવો જાણીએ આ બજેટમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાતની જનતા માટે શું જાહેરાત કરી છે?
  • ગુજરાતની શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતભરની શાળાઓમાં 20,000 નવી કોમ્પ્યુટર લેબની સ્થાપના કરવામાં આવશે. વિશ્વ બેંકની 4,200 કરોડની લોનનો ઉપયોગ સ્વાસ્થ્ય માળખાકીય સુવિધાઓ માટેની નવી યોજનાઓ માટે કરવામાં આવશે. ગુજરાતમાં 400 જ્ઞાન સેતુ શાળાઓ સ્થાપવા માટે રૂ. 64 કરોડ ફાળવવામાં આવશે.
  • હેલ્થકેર સેક્ટર માટે 15,182 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 55 કરોડની ફાળવણી ઉપરાંત ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે.
  • વર્ષમાં બે વખત એલપીજી (LPG) સિલિન્ડરના ફ્રી રિફિલિંગ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
  • વિકલાંગોને સુવિધા સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય વિકલાંગ અને સંત સુરદાસ વિકલાંગ પેન્શન યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગ પેન્શન યોજના માટે 58 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • PNG, CNG વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 વધુ ઈલેક્ટ્રિક બસો ખરીદવા માટે 24 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે 217 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
  • એસજી હાઈવેને 6 લેન બનાવાશે. અમદાવાદ-બગોદરા હાઈવેને પણ 6 લેન કરવામાં આવશે. દ્વારકામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યાત્રાધામ કોરીડોર બનાવવામાં આવશે, ઉપરાંત દ્વારકામાં નવું એરપોર્ટ પણ બનાવવામાં આવશે.
  • ગુજરાતમાં એરપોર્ટ અને એરસ્ટ્રીપના વિકાસ માટે 215 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2ને રૂ. 18,000 કરોડ મળશે. સાયન્સ સિટીના વિકાસ અને આધુનિકીકરણ માટે રૂ. 250 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • મજૂરોને રૂ.5માં ભોજન આપવા માટે 150 નવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા ગરીબ લોકોની સુખાકારી માટે ખર્ચ કરશે.
  • ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈના સાધનો ખરીદવા સક્ષમ બનાવવા માટે રૂ. 1,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2,808 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય તો સંકટ મોચન હેઠળ રૂ. 20 કરોડ અને નિરાધાર બાળકોને પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક સહાય પૂરી પાડવા રૂ. 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી હતી કે, સરકારનું લક્ષ્ય રાજ્યના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)માં રૂ.42 લાખ કરોડથી વધુનો વધારો કરવાનો છે. 1,500 કરોડના રોકાણ સાથે પાંચ રાજ્ય ધોરીમાર્ગોને હાઈ-સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે 6 લેનનો હશે. જૂના પુલોના પુનઃનિર્માણ અને મજબૂતીકરણ માટે રૂ. 550 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકાર રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં રમતગમત સંકુલ સ્થાપવાની યોજના ધરાવે છે. આવતા વર્ષે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ લગભગ એક લાખ લોકોને ઘર આપવા માટે રૂ. 1,066 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.