Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સશસ્ત્ર દળોમાં થશે ભરતી, જાણો શું છે યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગોમાં 10 લાખ ભરતી કરવાનો આદેશ કરતા સશસ્ત્ર દળોમાં પણ હવે અગ્નિપથ યોજના હેઠળ યુવાનોની ભરતી કરાશે. આ યોજના અંગે માહિતી આપવા ગાધીનગરના ચિલોડા સ્થિત એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એરકમાન્ડ ખાતે પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતુ. પત્રકાર પરિષદ સંબોધતા એરમાર્શલ વિક્રમસિંઘે જણાવ્યુ કે, સશસ્ત્ર દળોમાં રોજગારી મેળવવાની આ સુવર્ણ તક છે, જેમાં યુવક-યુવતીઓ જો
સશસ્ત્ર દળોમાં થશે ભરતી  જાણો શું છે યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગોમાં 10 લાખ ભરતી કરવાનો આદેશ કરતા સશસ્ત્ર દળોમાં પણ હવે અગ્નિપથ યોજના હેઠળ યુવાનોની ભરતી કરાશે. 
આ યોજના અંગે માહિતી આપવા ગાધીનગરના ચિલોડા સ્થિત એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એરકમાન્ડ ખાતે પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતુ. પત્રકાર પરિષદ સંબોધતા એરમાર્શલ વિક્રમસિંઘે જણાવ્યુ કે, સશસ્ત્ર દળોમાં રોજગારી મેળવવાની આ સુવર્ણ તક છે, જેમાં યુવક-યુવતીઓ જોડાઈ શકશે.
અગ્નિપથ યોજના અંતર્ગત જે યુવક-યુવતીની ઉંમર 17થી 21 વર્ષની છે તે જોડાઈ શકશે. ચાર વર્ષ સુધી દળોમાં જાેડવામાં આવશે જેમાં યુવાનોને રુ.30થી 40 હજાર સુધીનુ માસિક વેતન અપાશે. ચાર વર્ષ બાદ જાે યુવાનો જે-તે સશસ્ત્ર દળની નોકરીમાં આગળના 15 વર્ષ માટે જાેડાવા માગતા હોય તેમણે ફરીથી પરીક્ષા આપવાની રહેશે. જે યુવાનો આ નોકરી ચાર વર્ષ બાદ છોડે છે તેમને સેવા મુક્તિ નિધિ તરીકે રુપિયા 11 લાખ 71 હજારની રકમ અપાશે જે કરમુકત હશે. રુપિયા 48 લાખનો જીવન વિમો પણ અપાશે. આ વિમા માટે યુવાનોએ કોઈપણ પ્રકારનું આર્થિક યોગદાન આપવાનું રહેશે નહી. 
ચાર વર્ષ દરમિયાન યુવાનોને લશ્કરી તાલીમ આપવામાં આવશે. એરફોર્સમાં જે ભરતી કરાશે તે એરફોર્સ એક્ટ મુજબ કરાશે. તમામ ભરતી કરાયેલા એરમેનને તમામ પ્રકારની કામગીરી માટે તાલીમ અપાશે. આગળના 15 વર્ષ માટે જાેડાવા ઈચ્છુક યુવાનોને ફરીથી તાલીમાં આપવામાં આવશે. ચાર વર્ષ બાદ છોડી દેનારા યુવાનોને ખાસ સર્ટીફીકેટ અપાશે. આ સર્ટીફીકેટના આધારે આગામી દીવસોમાં યુવાનો કેન્દ્રીય સશસ્ત્ર દળોમાં જગ્યા મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું હાલ સરકારનું આયોજન છે. 
 
Advertisement
Tags :
Advertisement

.