સુરતના રેલવે સ્ટેશન પર પાર્સલના ઢગલા થયા, જાણો કેમ
સુરત રેલવે સ્ટેશનને આવેલી પાર્સલ ઓફિસ પર હાલ પાર્સલો નો ઢગલો જોવા મળી રહ્યો છે. રેલવે પાર્સલ ઓફિસની બહાર અંદાજિત અઢીથી ત્રણ હજાર પાર્સલો ભેગા થયા છે. ટેકસટાઇલ વેપારીઓ દ્વારા મોકલવામાં આવતા પાર્સલો પણ હાલ અહીં અટકી પડ્યા છે. જેને કારણે ટેકસટાઇલના વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના પાર્સલ કોચમાં ઘટાડો કરી દેવામાં આવતા આ સમસ્યા સર્જાઈ છે. સુરàª
Advertisement
સુરત રેલવે સ્ટેશનને આવેલી પાર્સલ ઓફિસ પર હાલ પાર્સલો નો ઢગલો જોવા મળી રહ્યો છે. રેલવે પાર્સલ ઓફિસની બહાર અંદાજિત અઢીથી ત્રણ હજાર પાર્સલો ભેગા થયા છે. ટેકસટાઇલ વેપારીઓ દ્વારા મોકલવામાં આવતા પાર્સલો પણ હાલ અહીં અટકી પડ્યા છે. જેને કારણે ટેકસટાઇલના વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના પાર્સલ કોચમાં ઘટાડો કરી દેવામાં આવતા આ સમસ્યા સર્જાઈ છે. સુરતના વેપારીઓ દ્વારા રેલવે તંત્રને પાર્સલ કોચ વધારવા માટે ફરી માંગ કરવામાં આવી છે.
સુરતના કપડાં વેપારી દિનેશ કટારીયાના જણાવ્યા મુજબ, તહેવારોના સમયમાં સુરતથી યુપીના વારાણસી, પ્રયાગરાજ, પટના, બિલાસપુર, બલિયા અને છપરા જેવા શહેરોમાં હજારો પાર્સલ જતા હોય છે. આગામી સમયમાં જ્યારે અખાત્રીજ નો તહેવાર છે ત્યારે મોટા પ્રમાણમાં લગ્ન હોવાથી સુરતના વેપારીઓ દ્વારા યુપી-બિહાર તરફ આ માલ મોકલવામાં આવ્યો છે. પરંતુ રેલવેની પાર્સલ સુવિધાના અભાવને કારણે આ માલ હજુ ત્યાં પહોંચતા 15 દિવસ લાગે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઇ છે. માલ પહોંચતા પહેલા જ લગભગ અખાત્રીજ નો તહેવાર પૂરો થઈ જશે તો અમારા દ્વારા મોકલવામાં આવેલ માલ પરત આવશે જેથી પરત આવેલો માલ અમારા માટે નુકશાન સમાન જ છે. જે માલ પહેલા રેલવે મારફતે માત્ર પાંચ દિવસમાં પહોંચી જતો હતો તેને પહોંચતા હવે 15 થી 20 દિવસ લાગે છે. હાલ વેપારી ચિંતામાં છે કે જો અખાત્રીજ પહેલા તેમનો માલ નહીં પહોંચે તો તેમને નુકસાન સહન કરવાનો વારો આવશે.
સુરત રેલવે સ્ટેશન પર રોજની અંદાજે 200 ટ્રેન રોકાય છે જેમાં દોઢસોથી વધુ ટ્રેનોમાં આ પાર્સલના કોચ ઘટાડવામાં આવ્યા છે અને પહેલા જે ચાર પાર્સલ કોચ હતાં તેને બદલે બે કરી દેવામાં આવ્યા છે. રેલવેમાં હાલ મોટા ભાગ ની ટ્રેનો માં LHB રેક વધારવામાં આવ્યા છે જેના કારણે પાર્સલ માટેના SLR કોચમાં ઘટાડો કરાયો છે. જેના કારણે વેપારીઓને પાર્સલો ડિલિવર કરવામાં સમસ્યા નડી રહી છે. આ ઉપરાંત મુસાફરોના પાર્સલ માટે પણ એક જ કોચ રાખવામાં આવ્યો છે જેને કારણે રોજબરોજ આવતાં પાર્સલો હાલ અટવાઈ રહ્યા છે અને રેલવે પાર્સલ ઓફીસની બહાર પાર્સલો ના ઢગલા જોવા મળી રહ્યા છે