Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કિશન ભરવાડની હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતા હોવાનું આવ્યું સામે

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસ  દરમ્યાન મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતાને હોવાનો  મોટો ખુલાસો થયો છે. પોલીસે હત્યા કરનારા આરોપીઓ અને જમાલપુરના મૌલવીની ધરપકડ કરી છે. ધાર્મિક પોસ્ટના વિવાદને કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મહત્વનું છે કે, આ મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોના નામ પણ સામે આવી રહ
કિશન ભરવાડની હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતા હોવાનું આવ્યું સામે
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસ  દરમ્યાન મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતાને હોવાનો  મોટો ખુલાસો થયો છે. પોલીસે હત્યા કરનારા આરોપીઓ અને જમાલપુરના મૌલવીની ધરપકડ કરી છે. ધાર્મિક પોસ્ટના વિવાદને કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મહત્વનું છે કે, આ મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોના નામ પણ સામે આવી રહ્યા છે. આ મામલે વધુ 4 મૌલવીઓનું નામ સામે આવી રહ્યું છે અને જેમને પકડવા અલગ અલગ રાજ્યોમાં ટિમો કામે લાગી ગઈ છે. તપાસમાં અન્ય એ પણ ખુલાસાઓ સામે આવ્યા છે કે, આ મામલે અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા અને જેને લઈને પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
બન્ને આરોપીની પૂછપરછમાં થયાં ખુલાસા
બન્ને આરોપીની પૂછપરછ માં ખુલ્યું છે કે શબ્બીર કટ્ટરવાદી વિચારધારા  ધરાવે છે. એક વર્ષ પહેલાં શબ્બીર ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા દિલ્હીના એક મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો. શબ્બીર મૌલાનાને મળવા મુંબઈ પણ ગયો હતો. ત્યારે ઇસ્લામ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરે તો તેનો વિરોધ કરવાનું મૌલાનાએ જણાવ્યું હતું. આ દિલ્હીના મૌલાના દ્વારા શબ્બીર જમાલપુરના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાના સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા દિલ્હીના મૌલાના શાહઆલમ આવ્યા ત્યારે મૌલાના ઐયુબ અને શબ્બીર પર હાજર રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.