Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, મસ્જિદમાં હિંદુ વ્યક્તિ નિભાવે છે પરંપરા

કર્ણાટકના એક ગામમાં ત્રણ હજારની વસ્તીમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં દર વર્ષે અહીં પાંચ દિવસ સુધી સંપૂર્ણ રીત રિવાજો સાથે મહોરમ ઉજવવામાં આવે છે અને આખા ગામના લોકો ભાગ લે છે.  3 હજારની વસ્તીમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી ભારતની ધરતી સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલી છે.  સાથે જ ઘણી જગ્યાએ જૂની પરંપરાઓ માત્ર ધાર્મિક રીત-રિવાજો સુધી મર્યાદિત નથી પણ ભાઈચારાનો પણ સંદેશ પણ આપે છે. તમને જàª
આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી  મસ્જિદમાં હિંદુ વ્યક્તિ નિભાવે છે પરંપરા
કર્ણાટકના એક ગામમાં ત્રણ હજારની વસ્તીમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં દર વર્ષે અહીં પાંચ દિવસ સુધી સંપૂર્ણ રીત રિવાજો સાથે મહોરમ ઉજવવામાં આવે છે અને આખા ગામના લોકો ભાગ લે છે. 
 
3 હજારની વસ્તીમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી 
ભારતની ધરતી સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલી છે.  સાથે જ ઘણી જગ્યાએ જૂની પરંપરાઓ માત્ર ધાર્મિક રીત-રિવાજો સુધી મર્યાદિત નથી પણ ભાઈચારાનો પણ સંદેશ પણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કર્ણાટકમાં એક એવું ગામ છે જ્યાં 3 હજારની વસ્તીમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, તેમ છતાં અહીંના લોકો પાંચ દિવસ સુધી મોહરમ ઉજવે છે. મહોરમ આવતાની સાથે જ ગામની દરેક શેરી રોશનીથી ઝગમગી ઉઠે છે. લોકો મોહરમનું જુલુસ પણ કાઢે છે અને અલ્લાહની બંદગી પણ કરવામાં આવે છે. 
હિન્દુ પૂજારી મસ્જિદમાં  પરંપરાઓ નિભાવે છે
કર્ણાટકના બેલાગવી જિલ્લાના હીરબીદાનૂર ગામમાં જો કોઈ ઈસ્લામ ધર્મની નિશાની હોય તો તે ગામની મધ્યમાં આવેલી મસ્જિદ છે. આ મસ્જિદમાં માત્ર એક હિંદુ પૂજારી રહે છે અને તે દરરોજ અહીં પૂજા કરે છે. આ ગામ બેલગવીથી 51 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં રહેતા મોટાભાગના લોકો કુરુબા અથવા વાલ્મીકિ સમુદાયના છે.

ઇચ્છાપૂર્તિ માટે  રાખે છે  માનતા 
ગામની દરગાહને 'ફકીરેશ્વર સ્વામીની મસ્જિદ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ગામના લોકો પોતાની ઇચ્છાપૂર્તિ માટે અહીં આવે છે  અને માનતા રાખે છે. અહીંના ધારાસભ્ય મહંતેશ કૌજલગીએ તાજેતરમાં મસ્જિદના નવીનીકરણ માટે 8 લાખ રૂપિયા મંજૂર કર્યા છે.  

આ મસ્જિદ બે મુસ્લિમ ભાઈઓએ બનાવી 
મસ્જિદના પાદરી યાલપ્પા નાયકરે કહ્યું, “અમે મોહરમના પ્રસંગે નજીકના ગામના મૌલવીને બોલાવીએ છીએ. તે અહીં એક સપ્તાહ રોકાય છે અને ઇસ્લામિક રીતે નમાજ અદા કરે છે. બાકીના દિવસોમાં મસ્જિદની અંદર ઈબાદત અને જાળવણીની જવાબદારી મારી જ છે. તેમણે કહ્યું, આ મસ્જિદ બે મુસ્લિમ ભાઈઓએ બનાવી હતી. તેમના મૃત્યુ પછી, અહીંના લોકોએ મસ્જિદમાં પૂજા કરવાનું શરૂ કર્યું અને દર વર્ષે મોહરમ મનાવવાનું શરૂ કર્યું. 

તાજીયાનું ઝૂલસ કાઢવામાં આવે છે
ગામના શિક્ષક ઉમેશ્વર મારગલે જણાવ્યું કે આ પાંચ દિવસોમાં ગામમાં અનેક પ્રકારની પરંપરાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીં દૂર-દૂરથી કલાકારો આવે છે અને તેમની કલાનું પ્રદર્શન કરે છે. સાથે જ તાજીયાનું ઝૂલસ કાઢવામાં આવે છે અને આ દરમિયાન કરબલ નૃત્ય પણ થાય છે. દોરડા પર ચાલવાનો અને આગ પર ચાલવાનો કરતબો પણ કરાય છે. મહોરમના પ્રસંગે ગામના વડીલોને પ્રથમ પૂજા કરવાનો મોકો આપવામાં આવે છે. ઉમેશ્વરે કહ્યું, નાનપણથી જ હું બે ધર્મનો આ સંગમ જોતો આવ્યો છું. ત્યારથી અહીં મહોરમ આવી રીતે જ મનાવાય છે. 
Advertisement
Tags :
Advertisement

.