Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માથા પર છત નથી અને ખિસ્સામાં પૈસા નથી, આવી હતી વાસ્તવિક 'સિંઘમ'ની હાલત

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનેએકથી વધુ સુપરહિટ ફિલ્મોના મેકર રોહિત શેટ્ટી બોલિવુડમાં કોઇ ઓળખનો મેહતાજ નથી  તેમણે બોલિવુડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. આજે ભલે તે વૈભવી જીવન જીવતો હોય પણ એક સમય એવો હતો જ્યારે તેની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા. નિર્દેશક રોહિત શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો અસલી સિંઘમ તરીકે જાણીતાં છે. તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ બનાવે છે. રોહિત મસાલા અને એક્શન ફàª
માથા પર છત નથી અને ખિસ્સામાં પૈસા નથી  આવી હતી વાસ્તવિક  સિંઘમ ની હાલત
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનેએકથી વધુ સુપરહિટ ફિલ્મોના મેકર રોહિત શેટ્ટી બોલિવુડમાં કોઇ ઓળખનો મેહતાજ નથી  તેમણે બોલિવુડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. આજે ભલે તે વૈભવી જીવન જીવતો હોય પણ એક સમય એવો હતો જ્યારે તેની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા. નિર્દેશક રોહિત શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો અસલી સિંઘમ તરીકે જાણીતાં છે. તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ બનાવે છે. રોહિત મસાલા અને એક્શન ફિલ્મો માટે ફેમસ છે, તેમનાા ફેન્સ તેમને ખૂબ પસંદ કરે છે. આજે તે વૈભવી જીવન જીવે છે, પરંતુ એક સમય હતો જ્યારે તેની પાસે પોતાનું ઘર પણ નહોતું. સંઘર્ષના દિવસોમાં તેમની પાસે ખાવા માટે પૈસા નહોતા. આજે રોહિત શેટ્ટીનો 49મો જન્મદિવસ મનાવી રહ્યાં છે.આવનાર સમયમાં રોહિત પોતાના પ્રોડક્શન હેઠળ ઘણી મોટા બજેટની ફિલ્મો બનાવવા જઈ રહ્યો છે. આ લિસ્ટમાં આવી ઘણી ફિલ્મોના નામ પણ સામેલ છે, જેને ચાહકો સોશિયલ મીડિયા પર જોવા આતુર છે.
 
પગાર 35 રૂપિયા હતો, રોજ કલાકો સુધી ચાલતા હતા
રોહિત શેટ્ટી એક્ટર અને એક્શન કોરિયોગ્રાફર એમબી શેટ્ટીના પુત્ર છે. હાલમાં  તેઓ ભલે  મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહ્યાં હોય પણ એક સમય હતો જ્યારે રોહિત એક્ટ્રેસની સાડી પણ પ્રેસ પણ કરતાં હતાં. બોડી ડબલ તરીકે પણ કામ કરતાં હતાં. 14 વર્ષની ઉંમરે ડિરેક્ટર બનવાનું સપનું જોયું હતુ. આજે તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર  કમાણી કરે છે પરંતુ તે આજે જે ટોચ પર પહોંચ્યાં  છે તેના માટે તેમણે આકરી મહેનત કરી છે. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં એક વખત રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે તેણે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને 35 રૂપિયાનો પગાર મળતો હતો. ફિલ્મના સેટ પર જવા માટે પૈસા ન હોય તો તે પગે ચાલીને જતો હતો, જેમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો. ખાવા માટે પૈસા નહોતા રોહિત શેટ્ટીએ  એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેની સફર સરળ નથી. તેણે કહ્યું, 'લોકો વિચારે છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યો છું, તેથી મારા માટે તે સરળ હશે, પરંતુ એવું નથી. ઘણી વખત એવું બનતું હતું કે મારે  જમવાં અને મુસાફરી વચ્ચેથી કોઇ એકની પણ પસંદગી કરવી પડતી, કારણ કે મારા ખિસ્સામાં માત્ર એક વસ્તુ માટે જ  પૈસા હતા.

ડ્રાઇવર વિચારે છે કે શું રોહિત ચોર છે?
રોહિતે વધુમાં જણાવ્યું કે, અમે સાંતાક્રુઝમાં રહેતા હતા. આ પછી અમે દહિસરમાં મારા દાદીના ઘરે શિફ્ટ થયા. અમારી પાસે રહેવા માટે ઘર પણ ન હતું. હું આર્થિક રીતે ખૂબ જ પરેશાન હતો. દૂર આવેલા દહિસરમાં મારી દાદી રહેતી હતી.  હું મલાડથી અંધેરી સુધી ચાલીને જતો હતો. મને દોઢથી બે કલાક લાગતા. તેથી આ બધાં રસ્તાથી હું આજે પણ પરિચિત છું. આજે  જ્યારે  હું મારા ડ્રાઈવરને આ રૂટ ફોલો કરવાનું કહું છું, ત્યારે તે વિચારે છે કે મને બધાં રસ્તાં ખબર છે? શું હું પહેલા કોઇ  ચોર હતો?
અજય દેવગને હંમેશા સપોર્ટ કર્યો
રોહિત શેટ્ટીએ વર્ષ 2003માં અજય દેવગન સાથે ફિલ્મ 'જમીન' બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ હતી. આ પછી તેણે વર્ષ 2006માં ફિલ્મ 'ગોલમાલ' ડિરેક્ટ કરી હતી. આ કોમેડી ફિલ્મ હિટ રહી હતી. આ પછી રોહિત શેટ્ટીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક સફળ ફિલ્મોનું નિર્દેશન કર્યું. એક ઈન્ટરવ્યુમાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે અજય દેવગણે તેને ઘણો સપોર્ટ કર્યો છે. ફિલ્મોની સાથે રોહિત શેટ્ટી ટેલિવુડમાં પણ ખતરો કે ખિલાડીનો હોસ્ટ રહી ચૂક્યો છે. 
 
રોહિત શેટ્ટીની 5 અપકમીંગ ફિલ્મો
નોંધનીય છે કે રોહિતની 'ગોલમાલ' ફ્રેન્ચાઇઝી કોમેડી ફિલ્મોની યાદીમાં સામેલ છે. આ ફ્રેન્ચાઈઝીની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ સિવાય તેણે 'બોલ બચ્ચન', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'દિલવાલે' જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તાજેતરમાં જ રોહિતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરિના કૈફ, રણવીર સિંહ, અજય દેવગન અને ગુલશન ગ્રોવર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.ફિલ્મો પર પાણીની જેમ વહાવશે જેમાં અજય દેવગનની બે ફિલ્મો છે. રોહિત પોતાના પ્રોડક્શન હેઠળ ઘણી મોટા બજેટની ફિલ્મો બનાવવા જઈ રહ્યો છે. આ લિસ્ટમાં આવી ઘણી ફિલ્મોના નામ પણ સામેલ છે, જેને ચાહકો સોશિયલ મીડિયા પર જોવા આતુર છે.
Advertisement


આ છે રોહિત શેટ્ટીની 5 અપકમીંગ  ફિલ્મો
1.સર્કસ 
આ ફિલ્મ વિલિયમ શેક્સપીયરની ધ કોમેડી ઓફ એરર્સની સત્તાવાર રીમેક છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે પણ આ ફિલ્મમાં હશે. લોકોમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા છે.
2.ગોલમાલ 5
ગોલમાલ ફ્રેન્ચાઈઝીની લગભગ દરેક ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. થોડા સમય પહેલા રોહિત શેટ્ટી અને અજય દેવગણે ગોલમાલ 5ની જાહેરાત કરી હતી. રોહિત શેટ્ટી આ મલ્ટિસ્ટારર ફિલ્મ છે. 
3.સિંઘમ 3
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીના ક્લાઈમેક્સમાં સિંઘમ 3 વિશે એક મોટી હિંટ આપવામાં આવી છે. રોહિત શેટ્ટીની આ આગામી ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના પહેલા ભાગમાં અજયની સામે કાજલ અગ્રવાલ અને બીજા ભાગમાં કરીના કપૂર ખાન જોવા મળી હતી.
4.સિમ્બા 2
રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિમ્બાએ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રોહિત શેટ્ટી આ ફિલ્મનો બીજો ભાગ બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર લીડ રોલમાં હશે. ફિલ્મની લીડ હિરોઈન વિશે હજુ સુધી કોઈ સમાચાર નથી.
5. સત્તે પે સત્તા રિમેક
અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મોમાંની એક સત્તે પે સત્તાની રિમેક  અંગે પણ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. મૂળ ફિલ્મના દિગ્દર્શક રાજ એન સિપ્પીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ફિલ્મના બીજા ભાગ માટે હૃતિક રોશનને કાસ્ટ કરવું વધુ સારું રહેશે. રાજ એન સિપ્પીના આ નિવેદન બાદ ફરી એકવાર સત્તે પે સત્તા રિમેકની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Tags :
Advertisement

.