Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભિનય ક્ષેત્રે આવવાનો કોઇ ઇરાદો નથી - સિંગર જુબીન નૌટિયાલ

દેશના પ્રખ્યાત પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલે પોતાના અવાજના જાદૂથી ઘણી ફિલ્મોના સંગીત આપ્યું છે. પરંતુ, જ્યારે અભિનયની વાત આવે છે, ત્યારે તેનો અભિનયમાં હાથ અજમાવવાનો હાલમાં કોઈ ઈરાદો નથી. ઝુબીનના ચાહકો તેને ફિલ્મોમાં અભિનય કરતા જોવા માંગે છે. પરંતુ તાજેતરમાં જ ઝુબિને સ્પષ્ટ કર્યું છે કે તેનો ફિલ્મી પડદે દેખાવાનો કોઈ ઈરાદો નથી. તે પોતાના મ્યુઝિક વીડિયોમાં જ અભિનય કરશે.ચાહકો તેને
અભિનય ક્ષેત્રે આવવાનો કોઇ ઇરાદો નથી   સિંગર જુબીન નૌટિયાલ
દેશના પ્રખ્યાત પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલે પોતાના અવાજના જાદૂથી ઘણી ફિલ્મોના સંગીત આપ્યું છે. પરંતુ, જ્યારે અભિનયની વાત આવે છે, ત્યારે તેનો અભિનયમાં હાથ અજમાવવાનો હાલમાં કોઈ ઈરાદો નથી. ઝુબીનના ચાહકો તેને ફિલ્મોમાં અભિનય કરતા જોવા માંગે છે. પરંતુ તાજેતરમાં જ ઝુબિને સ્પષ્ટ કર્યું છે કે તેનો ફિલ્મી પડદે દેખાવાનો કોઈ ઈરાદો નથી. તે પોતાના મ્યુઝિક વીડિયોમાં જ અભિનય કરશે.

ચાહકો તેને ફિલ્મોમાં અભિનય કરતો જોવા માંગે છે
દેશના પ્રખ્યાત પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલે પોતાના અવાજના જાદુથી ઘણી ફિલ્મોના સંગીતમાં જાદૂ પાથર્યો છે. પરંતુ, જ્યારે અભિનયની વાત આવે તો તેણે કહ્યું કે,અભિનય ક્ષેત્રમાં જવાનો હજુ તેનો કોઇ ઈરાદો નથી. ઝુબીનના ચાહકો તેને ફિલ્મોમાં અભિનય કરતો જોવા માંગે છે. પરંતુ તાજેતરમાં જ ઝુબિને સ્પષ્ટ કર્યું છે કે, તેને ફિલ્મી પડદે દેખાવાનો કોઈ ઈરાદો નથી. તે પોતાના મ્યુઝિક વીડિયોમાં જ  એક્ટીંગ કરશે. 
અભિનયની ક્ષમતા સારી છે
ઝુબિન તેના કેટલાક ગીતોમાં તેના સારાં અભિનયની ઝલક પણ દેખાય છે જેમ કે- 'દિલ ગલતી કર બેતા હૈ', 'ઓ આસમાન વાલે', 'હમનવા મેરે', 'મસ્ત નઝારોં સે'. સાથે જ આ આલ્બમ સોંગમાં તેના અવાજનો જાદૂ પણ દેખાય છે.  તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મોમાં અભિનય કરવાનું વિચારી રહ્યો છે ? આ અંગે તેણે કહ્યું, 'હું ફક્ત મારા મ્યુઝિક વીડિયોમાં જ અભિનય કરીશ. હું હજુ પણ અભિનય વિશે ઘણું શીખી રહી છું.
મારા પોતાના ગીતોમાં અભિનય કરવો સરળ 
જુબિન નૌટિયાલે તેમની વાતચીતથી સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના ગીતો  સુધી જ તેમની અભિનય કુશળતા બતાવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેને આલ્બમમાં અભિનય કરવાનું સરળ લાગે છે? આના પર તેણે કહ્યું, હા, મારા પોતાના ગીતોમાં અભિનય કરવો સરળ છે કારણ કે હું ટ્રેકને સારી રીતે જાણું છું. હું માઈક પર ગાતી વખતે પણ પાત્ર ભજવું છું તેથા તે વાત મારા દિલની વધુ નજીક હોય છે.  તેથી  હું ગીતનો સ્વર અને મૂડ જાણું છું. તમને જણાવી દઈએ કે જુબીન નૌટિયાલે 'બજરંગી ભાઈ જાન', 'આશિકી', 'જઝબા', 'પ્યાર તુને ક્યા કિયા', 'દહલીઝ', '1920 લંડન', 'ઈશ્ક ફોરએવર', 'ફિતૂર' જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. 
' રાતા લમ્બિયાં.. ' ગીત  માટે IIFA  એવોર્ડ મળ્યો 
તાજેતરમાં, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA)ની 22મી આવૃત્તિમાં જુબિન નૌટિયાલને શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મેલ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઝુબિને આ એવોર્ડ શેર શાહ ફિલ્મના ગીત 'રાતા લમ્બિયાં.' ગીત માટે મળ્યો  હતો.
Advertisement
Tags :
Advertisement

.