એક એવું સ્થાનક જયા બાધા પુર્ણ થતા લોકો પાણીની બોટલ ચઢાવે છે, આજે અહીં ખડકાઇ ચૂક્યો છે પાણીનો બોટલોનો પહાડ
બહુચરાજીથી ચાણસ્મા હાઇવે પર મોઢેરા અને વડાવલી વચ્ચે રોડ પર એક એવું સ્થાનક આવેલુ છે કે જ્યાં શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી થતા પાણીના પાઉચ અથવા પાણીની બોટલ ચડાવે છે. અહીં સ્થળ પાસેથી પસાર થતા વાહનચાલકો પણ શીશ નમાવવાનું ચુકતા નથી. લોકોનો આ સ્થાનક સાથે શ્રધ્ધા અને વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.આ જગ્યા પર થયો હતો ગમખ્વાર અકસ્માત 21 મેં 2013ના રોજ બહુચરાજી પાસેના ગુંજાળા ગામથી એક રિ
Advertisement
બહુચરાજીથી ચાણસ્મા હાઇવે પર મોઢેરા અને વડાવલી વચ્ચે રોડ પર એક એવું સ્થાનક આવેલુ છે કે જ્યાં શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી થતા પાણીના પાઉચ અથવા પાણીની બોટલ ચડાવે છે. અહીં સ્થળ પાસેથી પસાર થતા વાહનચાલકો પણ શીશ નમાવવાનું ચુકતા નથી. લોકોનો આ સ્થાનક સાથે શ્રધ્ધા અને વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.
આ જગ્યા પર થયો હતો ગમખ્વાર અકસ્માત
21 મેં 2013ના રોજ બહુચરાજી પાસેના ગુંજાળા ગામથી એક રિક્ષામાં 8 લોકો સવાર થઈ કોઈ લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા ત્યારે મોઢેરા અને વડાવલી ગામ વચ્ચે આ રીક્ષા અને એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એવો ગમખ્વાર હતો કે રીક્ષા રોડ પરથી ફંગોળાઈને ખેતરમાં ફેંકાઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર 8 લોકો પણ રીક્ષા સાથે જ ફંગોળાઈ ગયા હતા. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ દયનિય રીતે મોત થયા હતા. જેમાં 2 બાળકો પણ સામેલ હતા. અકસ્માતમાં આ બંને બાળકો પણ ખૂબ ગંભીર રીતે ઘવાયા હતા. અને પાણી પાણી એવી માંગ કરી રહ્યા હતા પરંતુ ઉપસ્થિત લોકોએ ખૂબ વાગ્યુ હતું એટલે તેમની સમજ મુજબ પાણી આપ્યું નહોતું. અંતે આ બાળકો ને સારવાર માટે ખસેડવા માં આવે તે પહેલાજ દેહ છોડી દીધો હતો..આ અકસ્માત બાદ આ જગ્યાની આજુબાજુ અકસ્માતની ઘટનાઓ વધી હતી તેવું લોકોનું કહેવું છે. જેથી લોકોએ અહીં કેટલીક ઇટો ગોઠવી એક નાનું ઇટોનું મંદિર જેવું સ્થાનક બનાવવામાં આવ્યું. કોઈએ અહીં પાણીના પાઉચ ચડાવવાની પ્રથમવાર માનતા રાખી અને તેનું કામ પૂર્ણ થતાં પાણીના પાઉચ અહીં ધરાવ્યાં. એવું કહેવાય છે બસ ત્યારબાદ અહીં આસપાસના બોરમાં ખારું પાણી આવતું હતું તે મીઠું થવા લાગ્યું એવી વાત પણ સાંભળવા મળી રહી છે. તેમજ આ વાત વાયુવેગે પ્રસરતા લોકોની શ્રદ્ધા વધવા લાગી અને લોકો અહીં પોતાની માનતા પૂર્ણ થતાં પાણીના પાઉચ કે પાણીની બોટલો ચડાવવા લાગ્યા.
અહીં લોકો દ્વારા ચડાવવામાં આવેલ બોટલોનો પહાડ થયો
લોકોને એવી શ્રધ્ધા બેસી ગઈ કે અહીં પાણીની બોટલની બાધા રાખવાથી મન્નત પુરી થાય છે. આ વાત વાયુ વેગે પ્રસરી રહી છે એટલે લોકો પણ અહીં શીશ નમાવી બાધા રાખવા લાગ્યા અને બાધા પૂર્ણ થતાં પાણીની બોટલો તેમજ પાઉચ ચડાવતા ગયા. હાલમાં અહીં પાણીના પાઉચ અને પાણીની બોટલોનો એટલો બધો જથ્થો થઈ ગયો છે કે જાણે પાણીની બોટલોનો પહાડ હોય. અને એ પણ છે કે લોકોની માનતા પૂર્ણ પણ થઈ હશે એટલે જ બોટલ ધરાવાઇ હશે.
જ્યાં શ્રધ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી *
હાલમાં લોકોમાં આ જગ્યા પ્રત્યે દિન પ્રતિદિન શ્રધા વધી રહી છે એટલે જ પાણીની બોટલોનો ઢગલો પણ બોટલના પહાડ સમાન બની રહયો છે. લોકો દુરદુરથી અહીં પાણીની બોટલોની બાધા રાખી રહ્યા છે અને માનતા પૂર્ણ થતી હોવાની વાત પણ સામે આવી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જ્યાં શ્રધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી . હાલમાં અહીં ગુજરાતના અલગ અલગ જિલ્લા માંથી લોકો અહીં આવી રહ્યા છે. લોકોએ ઈટોની એક નાની દેરી જાતેજ બનાવી દીધી છે. અને શ્રધ્ધાથી લોકો અહીં શીશ નમાવી પોતાની માનતા પુરી કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ