Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં ગરમીના કારણે આ 4 રોગોમાં થઈ રહ્યો છે સતત વધારો.. જાણો કેટલા કેસો છે?

રાજ્યમાં આભમાંથી અગનગોળા વરસતા જનતા શેકાઈ રહી છે. તેવામાં આકરી ગરમીમાં સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખે ગુમાવ્યો છે જીવ..તો હજુ બે દિવસ ચામડી દઝાડતી ગરમી માટે રાજ્યની જનતાએ તૈયાર રહેવું પડશે....ગુજરાતમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે  સુરેન્દ્રનગરની 46 ડિગ્રી ગરમીમાં ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફીકભાઈ ચૌહાણનું મોત નીપજ્યુàª
રાજ્યમાં ગરમીના કારણે આ 4 રોગોમાં થઈ રહ્યો છે સતત વધારો   જાણો કેટલા કેસો છે
રાજ્યમાં આભમાંથી અગનગોળા વરસતા જનતા શેકાઈ રહી છે. તેવામાં આકરી ગરમીમાં સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખે ગુમાવ્યો છે જીવ..તો હજુ બે દિવસ ચામડી દઝાડતી ગરમી માટે રાજ્યની જનતાએ તૈયાર રહેવું પડશે....
ગુજરાતમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે  સુરેન્દ્રનગરની 46 ડિગ્રી ગરમીમાં ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફીકભાઈ ચૌહાણનું મોત નીપજ્યું છે. ગરમીના કારણે રફીકભાઈને મેજર અટેક આવ્યો અને તેમનું નિધન થયું. બીજીતરફ સુરેન્દ્રનગરના પાટડીના રણમાં પારો 49 ડિગ્રી સુધી પહોંચ્યો છે. માણસ તો આશરો લઈ લે પરંતુ અબોલ પશુ-પક્ષીઓની હાલત દયનીય બની છે.
  • રાજ્યમાં હજી 2 દિવસ ગરમીનું જોર રહેશે. આગામી 2 દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે..
આ આકરી ગરમીમાં સૌરાષ્ટ્ર પંથકમાં જળસંકટ ઉભુ થવાના એંધાણ સર્જાયા છે.. સૌરાષ્ટ્રના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો...
  • સૌરાષ્ટ્રના 70 ટકા ડેમ ખાલી 
  • 141 ડેમમાં માત્ર 30 ટકા પાણી
  • દ્વારકાના ડેમમાં માત્ર 3 ટકા પાણી
  • દ્વારકા પંથકમાં ગંભીર સ્થિતિ 
આકરી ગરમીમાં સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઈ છે..
 પેટમાં દુખાવો, વોમિટીગ અને હાઈફિવરના કેસ વધ્યા છે.... 
બીમારીના આંકડા પર નજર કરીએ તો...
ત્રણ મહિનામાં નોંધાયેલા કેસ
  • પેટમાં દુખાવાના 16,761 કેસ 
  • ઝાડા-ઉલ્ટીના 11,615 કેસ
  • હાઈ ફિવરના 6,279 કેસ 
  • બેભાન થવાના 14,870 કેસ 
મે મહિનામાં ગરમી તેની ચરમસીમાએ પહોંચી છે, તેવામાં એકતરફ ડેમ ખાલી થયા છે તો બીજીતરફ આકરી ગરમીમાં બીમારીના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે..
Advertisement
Tags :
Advertisement

.