Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રશાંત કિશોર જેવા બીજા ઘણાય છે, બસ તેનું નામ મોટું થઇ ગયું છે: અશોક ગેહલોત

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને કોંગ્રેસ પાર્ટી ઘણી ગંભીર છે. ત્રણ રાઉન્ડની બેઠક બાદ હવે ત્રણ દિવસમાં કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે કે પીકે પાર્ટીમાં રહેશે કે બહાર. પીકેએ કોંગ્રેસ પાર્ટીને કેટલાક પ્રસ્તાવો આપ્યા છે. જેના પર પાર્ટી ઊંડાણપૂર્વક વિચાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના વફાદાર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પીકે એક બ્રાન્ડ બની ગઈ છે. તેના જેવા
પ્રશાંત કિશોર જેવા બીજા ઘણાય છે  બસ તેનું નામ મોટું થઇ ગયું છે  અશોક ગેહલોત

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને કોંગ્રેસ પાર્ટી ઘણી ગંભીર છે. ત્રણ રાઉન્ડની બેઠક બાદ હવે ત્રણ દિવસમાં કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે કે પીકે પાર્ટીમાં રહેશે કે બહાર. પીકેએ કોંગ્રેસ પાર્ટીને કેટલાક પ્રસ્તાવો આપ્યા છે. જેના પર પાર્ટી ઊંડાણપૂર્વક વિચાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના વફાદાર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પીકે એક બ્રાન્ડ બની ગઈ છે. તેના જેવા અન્ય નામો પણ છે.

Advertisement

મીડિયા સાથે વાત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, "પ્રશાંત કિશોરનું જ નામ મોટું થઈ ગયું છે, તેમના જેવા બીજા પણ છે. તે મોદીજીની સાથે હતા. નીતિશજીની સાથે હતા. તે કોંગ્રેસ સાથે પણ હતા. તે ઘણા મોટા છે.  સમાચાર શા માટે બન્યા છે. આવું પહેલીવાર નથી થઈ રહ્યું. પીકેનું નામ વધ્યું છે, તેથી તે પ્રસિદ્ધિમાં આવ્યું છે. જો તેનો અનુભવ વિપક્ષને એક કરવા માટે ઉપયોગી થશે, તો તે ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવશે."
અશોક ગેહલોતે કહ્યું કે સૌથી મોટી જરૂરિયાત એ છે કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે.. સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે  તેનાથી બચવાની જરૂર છે. જો મુસલમાનોને નુકશાન થઇ રહ્યું છે તો તે કહેશે કે હિંદુઓને નુકશાન થઇ રહ્યું છે. આગામી સમયમાં હિંસા વધુ વધશે. આપણે ગાંધીજીએ બતાવેલા માર્ગ પર ચાલવા વાળા છીએ. આ લોકો હિંસા ભડકાવી રહ્યા છે. હંમેશા શાસક પક્ષની એવો હોઈ છે જો કોઈ હિંસા કરે છે તો સત્તાધારી પક્ષ તેને રોકે છે.
ગેહલોતે મોદી પર સાધ્યું નિશાન 
વડાપ્રધાન તેમના નેતાઓને કહી રહ્યા છે કે તમે કાયદો તોડો, લોકોને ભડકાવો. ગઈ કાલે જેપી નડ્ડા સાહેબે નેતાઓને બોલાવ્યા. તેમણે કહ્યું હતું કે અશોક ગેહલોત તેમની ધમાલ-પટ્ટી કરી રહ્યા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી આના પર હુમલો કરવાનું કહી રહ્યા છે. પણ સાચી વાત એ છે કે મેં એવું કશું કહ્યું નથી. જો તે ઈચ્છે તો મારી ટીકાને હકારાત્મક રીતે લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ બુધવારે પ્રશાંત કિશોર સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે પાર્ટી પ્રશાંત કિશોરના પ્રસ્તાવોનું 'મૂલ્યાંકન' કરી રહી છે. "અન્ય કેટલાકના ઇનપુટ્સ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આગામી 72 કલાકની અંદર કોંગ્રેસ અધ્યક્ષને અંતિમ અહેવાલ સુપરત કરવામાં આવશે.
Tags :
Advertisement

.